સામખીયાળી થી હાજીપીર સુધી કેમ્પ સંચાલકો માટે સુચનો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ

           તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૩/૨૦૨૨ દરમ્યાન હાજીપીર મુકામે હાજીપીરનો(ઉર્ષ)મેળો તથા તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૫/૦૩/૨૦૨૨ સુધી કરોળપીર ગામનો મેળો ( ઉર્ષ ) યોજવામાં આવનાર છે. આ પર્વ દરમ્યાન જીલ્લાના તથા જીલ્લા બહારથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પગે ચાલીને હાજીપીરનાં દર્શનાર્થે જાય છે. આ પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જીલ્લામાં સામખીયાળીથી હાજીપીર સુધી સેવા માટેના કેમ્પો રોડની બન્ને બાજુએ નાખવામાં આવે છે અને હજારોની સંખ્યામાં પદયાત્રીઓ માટે નાની નાની રીક્ષાઓ, ટેક્ષીઓ, મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્તા પરથી સતત અવર જવર કરતા હોય છે. જેથી પદયાત્રીઓના માર્ગમાં અડચણ કે મુશ્કેલીઓ ઉભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી બને છે. પ્રવિણા ડી.કે., જીલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ-ભુજ દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ વિગતો તા. ૧૫/૦૩/૨૦૨૨ સુધી સંબંધિત કેમ્પ સંચાલકોએ અમલ કરવી. સામખીયાળી થી હાજીપીર સુધી પદયાત્રીઓ માટે જીલ્લા તથા જીલ્લા બહારના જે સંસ્થાઓ તરફથી રસ્તાની સાઈડે કેમ્પ રાખવામાં આવે છે તેઓએ સુચિત વિગતો કેમ્પના સ્થળે રાખવાની રહેશે. તેમજ સંબંધિત નજીકના પોલીસ સ્ટેશને તેની જાણ કરવાની રહેશે સેવાભાવી સંસ્થાનું નામ, સરનામું ટેલીફોન નં/મોબાઈલનં કેમ્પનું સ્થળ અને કેમ્પનો હેતુ, કેમ્પના મુખ્ય સંચાલકો આયોજકોના નામ, સરનામા ટેલીફોન નં./મોબાઈલ નં. કેમ્પના સેવા આપનાર સ્વયં સેવકોના નામ, સરનામા, ટેલીફોન નં./મોબાઈલ નં. કેમ્પમાં કોઈ ચીજ વસ્તુ ખાધ પદાર્થ વિતરણ કરવાના છે કે કેમ ? જો હા તો તેની સંપૂર્ણ વિગત, પ્રતિબંધિત ખાદ્યપદાર્થનું વિતરણ કરી શકાશે નહી. કેમ્પ કેટલા દિવસ માટે લગાડવાનો છે તેની વિગત જે જગ્યાએ કેમ્પ લગાડવાના હોય તે જગ્યાએ લાઈટ રીફ્લેક્ટર રાખવા કેમ્પ આયોજકોએ સફાઈ માટે સ્વીપરોની વ્યવસ્થા, કચરાપેટી માટેની જરૂરી વ્યવસ્થા કરવી યાત્રાળુઓ માટે શુદ્ધ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. રસ્તા પર વધારાના સ્પીડબ્રેકર કે બમ્પ બનાવવાના રહેશે નહી. લાઉડ સ્પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે. પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરવો નહીં. કેમ્પના સંચાલકોએ જમીન માલિકની પરવાનગી મેળવી મંડપ વગેરે બાંધવાના રહેશે, કેમ્પના સંચાલકોએ જાહેર રસ્તા કે મુખ્ય માર્ગ પર કોઈ અવરોધ ઉભા કરવાના રહેશે નહીં સેવા કેમ્પ પસાર થતાં માર્ગથી અંદરના ભાગે વાહનવ્યવહારને તેમજ રાહદારીઓ પદયાત્રીઓને અડચણ ન થાય તે રીતે બાંધવાનું રહેશે આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment