બોટાદ ખાતે જિલ્લા કલેકટર બીજલ શાહના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયતી અને સર્વેલન્સ કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

આજ રોજ બોટાદ ખાતે જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સંચારી રોગ અટકાયતી અને સર્વેલન્સ કમિટિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગની ગત વર્ષ – ૨૦૨૧ અંતિત અને ચાલુ વર્ષ-૨૦૨૨ ની રોગચાળાની પરિસ્થિતિની સમીક્ષા અને કરેલ રોગ અટકાયતી કામગીરી અને કરવાની થતી કામગીરી વિશે સમીક્ષા કરવામાં આવી હતી. મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન અંતર્ગત મચ્છર ઉત્પત્તિ રોકવા માટે સોર્સ રીડકશનની કામગીરી માટે સરકારના જુદા જુદા વિભાગો જેવા કે, પંચાયત વિભાગ,પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, શહેરી વિભાગ, ઉદ્યોગ વિભાગ, માહિતી વિભાગ, કૃષિ વિભાગ, સિંચાઈ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સોર્સ રીડકશનની કામગીરી કરાવી ને આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને નિયમિત આરોગ્ય વિભાગને દર અઠવાડીએ રિપોર્ટીંગ થાય તે અત્યંત જરૂરી હોવાનું કલેકટર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાણી જન્ય રોગચાળો ન ફેલાય તે માટે પાણી પુરવઠા વિભાગ અને નગરપાલિકા ચીફ ઓફીસર દ્વારા તમામ શહેરી વિસ્તારમાં નિયમિત ક્લોરીનેશન, પાણીની પાઈપ લાઈ લીકેજીસ રીપેરીંગ અથવા પાઈપ લાઈન બદલવાની જરૂર જણાય તો સત્વરે પાણીની પાઈપ લાઈન બદલવાની કાર્યવાહી કરવી અને વિસ્તારના છેવાડાના ઘર સુધી ક્લોરીનેશનયુક્ત શુદ્ધ પીવાનું પાણી નાગરીકોને મળી રહે અને પાણીજન્ય રોગચાળાની ગંભીર પરિસ્થિતિને રોકી શકાય તે માટે તંત્ર દ્વારા સમયસર પગલા લેવા જણાવ્યું હતું. એપીડેમિક મેડીકલ ઓફીસર દ્વારા વિશેષમાં બાળકોમાં થતા ગુલિયન બારી સિન્ડ્રોમની બિમારી ની માર્ગદર્શિકા મુજબ માહિતીનું ઓરીયન્ટેશન આપવામાં આવેલ અને કોઈપણ વિસ્તારમાં શંકાસ્પદ કેસ નોંધાય તો સત્વરે મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં રીફર કરવાની વ્યવસ્થા કરવી જેથી નિદાન અને સારવાર માટે યોગ્ય પગલા લઈ શકાય. આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકારી‌-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment