બોટાદ ખાતે મહિલા દિવસ નિમિત્તે અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત “કિચન ગાર્ડન અને કેનિંગ” અંતે તાલીમ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ નાયબ બાગાયત નિયામકની કચેરી અને વી.એમ. મહિલા કોલેજ, બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદ નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળાના અધ્યક્ષસ્થાને આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમીત્તે અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત “કિચન ગાર્ડન અને કેનિંગ” વિષય પર સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફળ-શાકભાજીના પરિક્ષણ અંગે બાગાયત અધિકારી સી.એન.પટેલ અને કિચન ગાર્ડન વીશે બાગાયત મદદનીશ પી.એચ.શિયાળીયા દ્વારા માહિતી આપવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં બાળ સુરક્ષાને લગતી યોજનાઓ વિશે ગોરધનભાઇ મેર -બાળ સુરક્ષા અધિકારી દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ મહિલાઓ સ્વરોજગાર થકી આત્મનિર્ભર બને એવા ઉમદા આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.  કાર્યક્રમના અંતે જે. ડી.વાળાએ અને ઉપસ્થિત અધિકારીઓના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યુ તેમજ કોલેજના આચાર્ય ડો. કાંતીભાઇ મુંજપરા દ્વારા કાર્યક્રમાં સામેલ સરકારના બંન્ને વિભાગનો આભાર વ્યકત કરી કાર્યક્રમને સફળ બનાવાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંપુર્ણ સંચાલન મહિલા કોલેજની NSS ની વિધાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના સાથે જોડાયેલી મહિલા કોલેજની વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment