કલેક્ટરની અધ્યક્ષતામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ,

ચાલુ માસે તા.૧૪ના રવિવારે, ૨૧ના રવિવારે, ૨૭ના શનિવારે અને ૨૮ના રવિવારે ઝુંબેશરૂપે મતદારયાદી સુધારણા કાર્યક્રમો યોજાશે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ સમગ્ર નવેમ્બર માસ દરમિયાન યોજનાર મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવવા તાકીદ કરી હતી. આ અંગે જરૂરી સૂચનો આપી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.વી. વિઠલાણી, પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ, ચૂંટણી મામલતદાર આરજૂ ગજ્જર અને ચૂંટણીની કામગીરી માટે ખાસ નિમણુંક પામેલા વર્ગ ૨ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના દરેક તાલુકા મથકોએથી વેબકાસ્ટના માધ્યમથી ચૂંટણી તંત્રના અધિકારીકર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચાલુ નવેમ્બર માસની ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બીએલઓ જે તે વિસ્તારના મતદાન મથક ખાતે તા. ૧૪ના રવિવારે, તા.૨૧ના રવિવારે, તા.૨૭ના શનિવારે અને તા.૨૮ના રવિવારે રોજ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નાગરીક ઓનલાઈન માધ્યમથી www.nvsp.in અથવા Voter Helpline Application (Android-ios) પણ ફોર્મ નં.૬ ભરી શકે છે. આ ખાસ ઝુંબેશના દિવસોમાં વધુમાં વધુ યુવાઓ, મહિલાઓ અને દિવ્યાંગજનો ભાગ લે તેવી વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment