હિન્દ ન્યૂઝ, સુઈગામ
તા.10/04/021 ના રોજ સાંજના 6:00pm કલાકે સરહદી સુઈગામ તાલુકાના સરહદી પાડણ ગામે કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન પાડણ ગામની દુધ ઉત્પાદક સેવા સહકારી મંડળીના (દુધ ડેરી ના મકાન મા/દુધ ડેરી મા) દૂધ ભરવા આવતા 45 વરસથી ઉપરની વયના ગ્રામજનો /લાભાર્થીઓને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન આપવામાં આવી.
પાડણ ગામે કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન આરોગ્ય વિભાગના કર્મચારી મલ્ટી પરપ્જ(M.P.H.W.) હેલ્થ વર્કર ભરતભાઈ બી.ચૌધરી ની રાહબરી હેઠળ ફિમેલ હેલ્થ વર્કર શ્રીમતિ જયશ્રીબેન વી.વણસોલા દ્વારા 45 વર્ષે તેમજ ઉપરની ઉંમરના લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવી હતી.
આ કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન આરોગ્ય વિભાગની ટીમ અને ગામની આશાવર્કર બહેનો,અમરીબહેન, હાવીબહેન તથા જીજ્ઞાબહેનના સહિયારા પ્રયાસથી પાડણ ગામે કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન આપવામાં આવી હતી.
રિપોર્ટર : વેરસી રાઠોડ, સુઈગામ