દિયોદરમાં માસ્ક વગર અને સોસિંયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતાં નાના મોટા વેપારીઓ જોવા મળ્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર

     ઉતર ગુજરાતમાં કોરોના રૉકેટ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામા પણ કોરોના પોઝિટિવ કેશના વિસ્ફોટથી તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે પાલનપુર ડીસા, ભાભર નગરપાલિકા મા આવતા વેપારીઓ દ્વારા શનિ રવિ સ્વેચ્છાએ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો ત્યારે દિયોદરના વેપારીઓ દ્વારા પણ પ્રાંત અધિકારી સાથે બેઠક યોજી શનિ રવિ દિયોદર બંધ રાખવા માંગ કરી હતી ત્યારે દિયોદર વેપારીઓ દ્વારા જાણવ્યું હતું કે દિયોદર બજાર શનિ રવિ રાબેતા મુજબ ચાલુ રહેશે ત્યારે ગતરોજ દિયોદર સરપંચ રાજવી ગિરિરાજ સિંહ વાઘેલા દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે વેપારીઓ સોસીયલ ડિસ્ટન સાથે અને માસ્ક ફરજિયાત પહેરવું કોરોનાની ગાઈડ લાઇન મુજબ ચાલુ રાખવા આહવાન કરાયું હતું ત્યારે એકબાજું બનાસકાંઠા મા કોરોના જેવા વિનાશક રોગે ચારેબાજુ ફફડાટ ફેલાવ્યો છે ત્યારે વેપારીઓ માસ્ક વગર અને સોસીયલ ડિસ્ટન વગર જોવા મળ્યા.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર યથાવત હોય ત્યારે દિયોદર વેપારીઓ દ્વારા દિયોદર શનિ રવિ દિયોદર બજાર ચાલુ રાખવા દિયોદર સરપંચ દ્વારા અપીલ કરી હતી ત્યારે દિયોદર બજારમાં વેપારીઓ ક્યાંક માસ્ક પહેર્યાં વગર જોવા મળ્યા હતા તો ક્યાંક વેપારીઓ સોસિંયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતાં નજરે જોવા મળ્યા છે.. દિયોદર પંથકમાં કોરોના પોઝિટિવ કેશ આવ્યા છે ત્યાં માસ્ક વગર અને સોસિંયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો ત્યારે સરકારની કોવિડ ગાઈડ લાઈનનો અમલવારી કરવી તો ક્યાંય રહી પરંતુ વેપારીઓ દ્વારા પાલનના મજાક ઉડાડતાં જોવા મળ્યા મેડીકલ સ્ટોર વાળા પણ માસ્ક વગર બિંદાસત જોવા મળ્યા.

મહત્વનું છે કે રાજયમાં અને બનાસકાંઠા જિલ્લામા કોરોના પોઝિટિવ કેશનો રાફડો ફાટયો છે. ત્યારે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે ભાભર તાલુકામાં પણ કોરોનાના એક સાથે ૧૮ કેશ સાંમેં આવતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે ત્યારે હવે દિયોદર પંથકમાં પણ પ્રજામા ફફડાટ ફેલાયો છે કે ક્યાંક દિયોદર પણ કોરોના ઝપેટમાં આવશે તો નવાઈ નહીં ત્યારે માસ્ક વગર ફરતા લોકો સાથે દંડાત્મક કાર્યવાહી થશે કે કેમ તેતો જોવાનું રહ્યું છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment