માંગરોળનાં અતિસંવેદનશીલ ગણાતાં ઝંખવાવ ખાતે ચૂંટણીને ધ્યાનમાં લઈ પોલીસે યોજેલી ફ્લેગ માર્ચ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

            આગામી તારીખ 28 મી ફેબ્રુઆરીનાં રોજ માંગરોળ તાલુકાનું 5 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે મતદાન થનાર છે. મતદાન શાંતિભર્યા માહોલમાં સપન્ન થાય એ માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. માંગરોળ તાલુકાનું ઝંખવાવ અતિ સંવેદનશીલ વિસ્તારમાં ગણાય છે. સાથે જ ઝંખવાવ જિલ્લા પંચાયત અને ઝંખવાવ તાલુકા પંચાયત બેઠક ઉપર મતદાન થનાર છે. જેને ધ્યાનમાં લઈ આજે સુરતનાં DYSP જાડેજા અને માંગરોળનાં PSI પરેશ એચ.નાયીનાં નેતૃત્વમાં સમગ્ર ઝંખવાવ ગામનાં વિસ્તારોમાં પોલીસ ની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.  મતદાન શાંતિભર્યા માહોલમાં સપન્ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એને ધ્યાનમાં લઈ પોલીસે આ ફ્લેગ માર્ચ યોજી છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment