મહુવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર સંગઠન ની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યૂઝ, મહુવા

                 મહુવા તાલુકા મા કેટલાય સમય થી તંત્ર, નેતા, રાજકીય આગેવાનો, મોટા અધિકારીઓ દ્વારા પત્રકાર ને અવગણવા મા આવે છે. જેને લઈ ને મહુવા પત્રકાર સંગઠન એસોસીએશન પ્રમુખ દિનેશભાઈ રાવળિયા ની અધ્યક્ષ મા મિટિંગ યોજાય હતી. જેમાં આ બધા નેતાઓ ને કોઈ પણ સવાલ પૂછવામાં આવે તો તે કોઈ પણ સવાલ ના જવાબ ના આપે તથા પત્રકાર ને ઈગ્નનોર કરવા મા આવે છે. જયારે પત્રકાર નું કામ હોય ત્યારે પત્રકાર ભાઈ કરી મૂકે અને કામ પત્યા પછી સામું પણ ના જુવે. જેના કારણે આજે મિટિંગ મા નિર્ણય લેવાયો છે કે પત્રકાર શું છે હવે એ બતાવવાનું રહ્યું અને અમે પત્રકાર દેશ ની ચોથી જાગીર છીએ, તો અમે શું શું કરી શકીએ તે હવે આગામી દિવસોમાં બતાવવાનું છે.

રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા 

Related posts

Leave a Comment