ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી સેવાલીયા પોલીસ

હિન્દ ન્યૂઝ, ગળતેશ્વર

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓ દ્વારા તા.૧૦/૦૧/૨૦૨૧ થી તા.૨૮/૦૨૨૦૨ ૧ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હતું. આ ડ્રાઇવ દરમ્યાન પોલીસ અધિક્ષક ખેડા નડિયાદ નાઓ તરફથી નાસતા-ફરતા આરોપીઓ પકડવા અંગે આપેલ સુચના તેમજ પો.અધિ. નડિયાદ-વિભાગ નાઓના માર્ગદર્શન તથા સર્કલ પો.ઈન્સ.સી, ડાકોર નાઓની મળેલ સુચનાઓ અન્વયે આજરોજ એમ.એસ.અસારી, પોલીસ સબ ઇન્સ. સેવાલીયા પો.સ્ટે. તથા હેડ.કો જશવીરસિંહ રણમલસિંહ, પો.કો. ભરતભાઇ વિનોદભાઇ, પો.કો. કિરીટભાઇ જેસિંગભાઇ એ રીતેના પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન હેડ.કો જશવીરસિંહ રણમલસિંહ નાઓને મળેલ બાતમી આધારે સેવાલીયા પો.સ્ટે. ના ફ.ગુ.ર.નં. ૪૬/૨૦૧૯ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબનો કામના નાસતા ફરતા આરોપી શંકરસિંહ મલસિંહ દહમાંનાઓ દાહોથી સેવાલીયા થઈને ડાકોર તરફની બસમાં જનાર છે. તેવી બાતમી આધારે વોચમાં રહી આરોપી શંકરસિંહ મલસિંહ દહમાં રહે, કલીયાવાડ, કોબ્રા ફળિયુ તા.ધાનપુર જી.દાહોદ નાઓને સેવાલીયા બસ સ્ટેશનમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર : રાકેશ મકવાણા, ખેડા

Related posts

Leave a Comment