નર્મદા અને વડોદરા જીલ્લા ને જોડતાં રંગ સેતુ (પોઈચા) બ્રિજ ને સમારકામ અર્થે એક માસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો

નાયબ કાર્યપાલક ઈજનેર વડોદરા દ્વારા જારી કરાયેલો પત્ર સોશિયલ મિડીયા મા વાયરલ થતાં લોકો માં ફરી થી ઉચાટ

તા.17/2/2021 થી 17/3/2021 સુધી સંપુર્ણ વાહન વ્યવહાર બંધ નો ઉલ્લેખ

હિન્દ ન્યૂઝ, નર્મદા

નર્મદા નદી ઉપર આવેલા પોઈચા બ્રિજ વડોદરા અને નર્મદા જીલ્લા ને જોડતો એક મહત્વ પુર્ણ માર્ગ છે. નર્મદા જીલ્લા ની પ્રજા નો વડોદરા શાથે નો ધંધાકીય અને સામાજીક સંબંધો જોડાયેલાં છે. નાના મોટા વેપારીઓ અને નોકરીયાતો માટે આ બ્રીજ જીવાદોરી સમાન છે. આ બ્રીજ બન્યા બાદ વારંવાર પોતાના નબળા બાંધકામ ને કારણે ખોડંગાતો રહ્યો છે.

અગાઉ પણ 2014 મા બે માસ કરતાં વધુ સમય માટે આ બ્રીજ સમારકામ ને નામે બંધ કરવામા આવ્યું ત્યાર બાદ સમયાંતરે સર્વિસ કે રીપેરીંગ ના કારણોસર ભારદારી વાહનો માટે કે આશિંક રીતે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.

ત્યારે વધુ એક વાર પોઈચા બ્રિજ ને 7/11/2020 ને આવેલા ભુકંપ ને કારણે થયેલા સેટલમેન્ટ ના નુકશાન ને રીપેર કરવાને નામે એક માસ માટે સંપુર્ણ રીતે બંધ કરવાની ફરજ પડતાં વડોદરા શાથે ધંધા વેપાર શાથે વધુ સઘન સારવાર માટે વડોદરા ની હોસ્પીટલો ના ચક્કર કાપતા દર્દીઓ અને ઈમરજન્સી સારવાર માટે વડોદરા ની એસ.એસ.જી અને અન્ય હોસ્પીટલો ઉપર આધાર રાખતાં દર્દીઓ કફોડી હાલત મા મુકાઈ જશે તે નક્કી છે. તેથી વહીવટી તંત્ર મેડીકલ ઈમરજન્સી અને માનવ જીવન ને બચાવવા માટે ગ્રીન ચેનલ ચાલુ રાખી એમ્બ્યુલન્સ ને આવવા જવા ની મંજુરી આપે એ જરુરી છે.

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપળા

Related posts

Leave a Comment