હિંમતનગર તાલુકા ખાતે ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, હિંમતનગર

સાબરકાંઠા જીલ્લા નાં હિંમતનગર તાલુકા ખાતે આજ તા. 14/02/2021ને રવિવારના રોજ ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું. આ ફ્રી નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહેલ ડૉ. એમ.એમ.સુરતી, ડૉ.મોહસીન મેમન, ડૉ. સદ્દામ મેમન તથા ડૉ. રૈયાન મેમન અને બીજા અન્ય ડોક્ટરો પણ હાજર રહ્યા હતા.

સાથે આ ફ્રી ચેકઅપમાં 11 ડોક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આવું સરસ આયોજન 6 મહિનામાં બે વખત કરવામાં આવે તો પછાતવર્ગના માણસો માટે ખુબ જ લાભદાય નીવડે. સમાજ દ્વારા કરવામાં આવેલ આયોજન ખુબ જ સારુ અને સફળ રહ્યું. આ ફ્રી મેડિકલ ચેકઅપ આયોજનમાં નિદાન ફ્રી કેમ્પના ડોક્ટરો ને બધા આગેવાનો તેમજ સમાજ તરફથી ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યું.

  આ ફ્રી મેગા ચેકઅપનું આયોજન કરનાર મેમન વાહીદભાઈ, મેમન ફારૂકભાઈ તથા તેમની ટીમએ ખુબ સરસ આયોજન કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યું હતું.

રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા, હિંમતનગર

Related posts

Leave a Comment