હિન્દ ન્યૂઝ, જૂનાગઢ
પ.પૂ.સંત શ્રી સેવાદાસ બાપા આશ્રમ નકલંક ધામ ખાતે મહાબીજમહોત્સવ-૨૧ ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ભક્તોએ રામદેવપીરના દર્શન કર્યા હતા તેમજ પ.પૂ.શ્રી.ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રબાપુના ભક્તોએ આશીર્વાદ લીધા હતા. રાત્રી આરતીનો લાભ લીધો હતો. રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના ખ્યાત નામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
રામદાસ ગોંડલીયા, લક્ષ્મણ બારોટ, બિરજુ બારોટ, કિર્તીદાન ગઢવીએ ભજનોની રમઝમાટ બોલાવી હતી. રાજેન્દ્રબાપુ અન્ય સાધુ-સંતો-મહંતો, મહેમાનો, ભક્તો, સેવકો તેમજ આજુબાજુ ના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારો દ્વારા રામદેવપીર, સતદેવીદાસ, અમરદેવીદાસના ભજનો ગાઈને શ્રોતાઓને મોજ કરવી હતી.
“ધન્ય ધરતી સોરઠ તણી ધન્ય તોરણીયા ધામ, જ્યાં નકલંક ધણી બિરાજતા રામદેવજી નામ.”
અહેવાલ : હાજાભાઈ ઢોલા, માણાવદર