અંબાજી પોલીસ ની સુંદર કામગીરી છેતરપિંડી કરનાર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડતી અંબાજી પોલીસ

હિન્દ ન્યુઝ, અંબાજી

આનંદશ્રી મલ્ટી પર્પજ કો-ઓપરેટીવ સોસાયટી ઉભી કરી ગ્રાહકો પાસેથી જુદી જુદી સ્કિમમાં-૬૩,૧૫,૮૯૮/- રૂપિયાનુ રોકાણ કરાવી પાકતી મુદતે કુલ -૧,૧૨,૧૯,૭૫૭/- રૂપિયા પરત નહી આપી ગુનાહીત કાવતરૂ રચી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરનાર આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો.ક ૪૦૬,૪૨૦,૪૦૯,૧૨૦(બી),૩૪ તથા GPID Act 3 મુજબનો ગુનો નોધી મદદનીશ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ પાલનપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ગુનાના તમામ આરોપીઓને તાત્કાલીક પકડી પાડતી અંબાજી પોલીસ.

પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ બનાસકાંઠા, પાલનપુર નાઓ તરફથી ગુનાહીત વિશ્વાસઘાત અને છેતરપીંડી આંચરનારા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આરોપીઓને તાત્કાલીક પકડવા સુચનો કરેલ હોઇ તા ૦૬/૦૨/૨૦૨૧ ના રોજ ફરીયાદી પ્રતાપજી કુબેરજી જાતે.દાવડા (ઠાકોર) ઉ.વ.૪૩ ધંધો-ખેતમજુરી રહે.ગોધણી (દાવડાપુરા) તા.દાંતા જી.બનાસકાંઠા વાળાઓ દાંતા પો.સ્ટે.માં આવી ફરીયાદ જાહેર કરેલ કે, આરોપી (૧) કનકસીંગ એલ રાઠોડ આનંદશ્રી મલ્ટી પર્પજ કો ઓપરેટીવ સોસાયટીના સી.ઇ.ઓ રહે.મોયદ તા.પ્રાંતિજ જી.મહેસાણા (૨) કિરણભાઈ નરસીંહભાઈ પટેલ ડાયરેક્ટર રહે.બાદરપુરા તા.પાલનપુર જી.બનાસકાંઠા તથા (૩) અમરતભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ડાયરેક્ટર રહે.છઠીયારડા તા.જી.મહેસાણા (૪) ગોવિંદભાઇ અભેરાજભાઇ ચૌધરી બ્રાન્ચ મેનેજર રહેસોસા તા.વડગામ તથા (૫) ગોપાલસિંહ ભગવતસિંહ સોલંકી આનંદશ્રી મલ્ટી પર્પજ કો ઓપરેટીવ સોસાયટીન સ્ટેટમેન્ટ સીગ્નેટરી રહે.સોનલપાર્ક સોસાયટી હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠા વાળાઓ ભેગા મળી આનંદશ્રી મલ્ટી પર્પજ કો ઓપરેટીવ સોસાયટી ઉભી કરી સને.૨૦૧૪ થી માર્ચ-૨૦૧૮ ના સમયગાળા દરમ્યાન ફરીયાદીને મીટીંગમાં ઓળખાણ કરાવી અલગ અલગ લોભામણી સ્કિમોની જાહેરાતો કરી ગુનાહીત કાવતરૂ રચી આનંદશ્રી મલ્ટી પર્પજ કો ઓપરેટીવ સોસાયટી સાથે જોડાયેલ વ્યક્તિઓ પાસેથી કરોડો રૂપિયાનુ જુદી જુદી સ્કિમો હેઠળ રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચો આપી પાકતી મુદતે ગ્રાહકોને નાણા પરત નહી કરી બેંકરની હેસીયતથી ગ્રાહકો અને એજન્ટો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી તેમજ ફરીયાદી અને ફરીની પત્નિ તથા એજન્ટો તથા ગ્રાહકો અને સાહેદો પાસેથી જુદી જુદી સ્કિમમાં-૬૩,૧૫,૮૯૮/- રૂપિયાનુ રોકાણ કરાવી પાકતી મુદતે કુલ -૧,૧૨,૧૯,૭૫૭/- રૂપિયા પાકતા હતા તે પરત નહી કરી ગુનાહીત કાવતરૂ રચી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનો કર્યા બાબતેની ફરીયાદ આપતા એચ.એલ.જોષી પો.સબ.ઇન્સ દાંતા પો.સ્ટે.નાઓએ તેઓના રૂબરૂની ફરીયાદ લઇ દાંતા પો.સ્ટે. ભાગ એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૧૦૦૮૫/૨૦૨૧ ઇ.પી.કો.ક.૪૦૬,૪૨૦,૪૦૯, ૧૨૦(બી),૩૪ તથા ધી ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટની ૨૦૦૩ એકટ ( ઇન ફાઇનાશીયલએસ્ટાબ્લીસમેન્ટ ) કલમ ૩ મુજબનો ગુનો રજી કરી મદદનીશ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સા.પાલનપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ જે.બી.આચાર્ય પો.ઇન્સ અંબાજી પો.સ્ટે.નાઓ તરફ કરવામાં આવેલ અને અંબાજી પોલીસે ઉપરોકત ગુનાના તમામ આરોપીઓને ગુનો રજી થયા બાદ તાત્કાલિક પકડી પાડેલ છે.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment