છોટાઉદેપુરનગરના સ્ટેશન વિસ્તારમાં રેલ્વે ફાટક ઉપર ફ્લાયઓવર બ્રિજ રહેણાક વિસ્તારના મકાનો ઉપર બનાવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળ્યો

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર

                                                 છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તારમાં છોટાઉદેપુર-દેવગઢ બારીયા રાજ્ય ધોરીમાર્ગ ઉપર રેલ્વે ફાટક આવેલ હોય રેલ્વેની હદમાં આવતી ફાટક ઉપરના ઓવરબ્રિજની કામગીરી રેલ્વે ડિપાર્ટમેન્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવેલ છે. જ્યારે સ્ટેટ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ દ્વારા બાકીની ઓવરબ્રિજની કામગીરી ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૧ થી શરૂ કરવામાં આવતા સ્થાનિકોને ખબર પડી કે રહેણાક વિસ્તારોના મકાનો ઉપર થઈને બ્રિજ જતો હોય અને બ્રિજ ઉપર કોઈ એક્સીડન્ટ થાય કરે તો સીધા મકાન ઉપર અકસ્માત થઈ ગાડી પડવાની શક્યતાને લઈને મોટી દુર્ઘટના સર્જવવાનો ભય રહેલો હોય તેમજ ઓવરબ્રિજની કામગીરી રોડના મધ્યમાં નહિ બનાવતા સાઈડ ઉપર આવેલ રહેણાંક મકાનો ઉપરથી બનાવવાની શરૂઆત કરતા સ્થાનિક લોકોએ સ્ટેટ આર એન્ડ બી ના કાર્યપાલક ઇજનેર અમરસિંહ રાઠવા સાહેબને આવેદન આપી રજૂઆત કરી છે. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે તેઓને સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા બ્રિજ બનાવે તેમા સંપૂર્ણ સાથ સહકાર આપીશું, પરંતુ વર્ષોથી સ્થાયી થઈ રહેતા સ્થાનિક લોકોના ઘરને નુકશાન ન થાય એ રીતે રોડના મધ્યમાં બ્રિજ બનાવે એવી રજૂઆત કરી છે. જે બાબતે કાર્યપાલક ઇજનેર રાઠવા એ સ્થાનિકોને રજૂઆતોને ધ્યાનમાં રાખી સરકાર સમક્ષ રજૂઆત કરી અમારી કચેરી દ્વારા સ્થાનિકોને પૂરતો સાથ સહકાર આપીશું એમ જણાવ્યું હતું.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

 

 

Related posts

Leave a Comment