છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને તા.ભિલોડા મુકામે થી જડપી પડતી અરવલ્લી મોડાસા પોલીસ………

હિન્દ ન્યૂઝ, અરવલ્લી 

                                                 છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને સુનોખ તા.ભિલોડા મુકામે થી જડપી લેવામાં આંબલીયારા પોલીસ ને મળેલ સફળતા સંજય ખરાત પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા તથા બી.બી.બસિયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓએ તરફથી છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવામાં આવેલ સૂચના હેઠળ આર.એમ.ડામોર, પોલીસ સબ ઇન્સ્પેકટર આંબલીયારા પોલીસ સ્ટેશન નાઓને મળેલ આધારભૂત માહિતી અન્વયે આંબલીયારા પોલીસ સ્ટેશન થર્ડ ગુ.ર.ન.૫૦૨૯/૨૦૧૯ પ્રોહી એકટ.ક.૬૫ એઈ.૧૧૬બી.૮૧.૯૮(૨)મુજબ ગુન્હાના કામે નાસ્તા ફરતા આરોપી હરેશભાઈ સરતાનભાઈ પગી રહે.સૂનોખ તા.ભિલોડા જી.અરવલ્લી વાળા ને તેના ઘરે સુનોખ ગામેથી જડપી લઈ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને જડપી લેવામાં આંબલીયારા પોલીસ ને સફડતા મળેલ છે. કામગીરી કરનાર અધિકારી/કર્મચારી. (૧) આર.એમ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર. (૨) એ.એસ.આઇ સબુર ભાઈ અમરા ભાઈ બ.નં.૯૫ (૩) હે.કો ઇલ્ફાન હુસેન યાસીન મિયા બ.નં.૧૬૬.

રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

 

 

Related posts

Leave a Comment