હિન્દ ન્યૂઝ, ચરોતર
ડાકોર,
તા.૧૬/૧/૨૧, હાલનું ડાકોર ડંકઋષિ કરતા પણ શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત શ્રી વિજયસિંહ બોડાણા ને વધારે આભારી છે. બોડાણા તેના પૂર્વ જન્મમાં ગોકુળમાં વિદ્યાનંદ ગોવાળ તરીકે રહેતો હતો. એક હોળીના દિવસે વિદ્યાનંદ સિવાય તમામ ગોવાળો શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરતા હતા પરંતુ વિદ્યાનંદ ગોવાળ નિમિત હોવાને કારણે પોતાને ઘરે રહ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાન તેના મિત્રના સ્વરૂપે ઘરે ગયા અને તેને હોળી પુજા કરવા મોકલ્યો. પુજા કરી પાછા વળતા તેને ખાતરી થઈ કે તેના મિત્ર બીજા કોઈ નહીં પણ શ્રીકૃષ્ણ ભગવાન પોતે હતા. બીજા દિવસે તેઓ રંગની હોળી ખેલ્યા શ્રી કૃષ્ણ ભગવાન નદી માં પડી અંતર્ધ્યાન થયા વિદ્યાનંદ તેમની પાછળ ગયા. જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને તેમના ખરા સ્વરૂપના દર્શન કરાવ્યા વિદ્યાનંદે ક્ષમાયાચના કરી. શ્રીકૃષ્ણ ભગવાને દયા બતાવી આશ્વાસન આપી આશીર્વાદ આપ્યા કે કલિયુગમાં 4200 વર્ષ પછી તેનો જન્મ ગુજરાતના ક્ષત્રિય કુળમાં વિજયાનંદ બોડાણા તરીકે થશે તેની પૂર્વ જન્મ ની હાલ ની પત્ની સુધા ફરીથી તેની પત્ની ગંગાબાઈ થશે અને ત્યારે તેમને દર્શન આપી તેમનો મોક્ષ કરશે. આ રીતની ઉપરની દંતકથા અનુસાર ડાકોરનો રાજપુત વિજયાનંદ બોડાણા શ્રી કૃષ્ણ ભગવાનનો પરમ મિત્ર અને ભક્ત બન્યો તે તેના હાથમાં માટીના કુંડા માં તુલસી ઉગાડી દર છ મહિને શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા માટે દ્વારિકા જતા હતા. તે ૭૨ વર્ષની ઉપરના થયા ત્યાં સુધી તેઓ સતત અખંડિત રીતે કંટાળો લાવ્યા સિવાય આ પ્રમાણે જતા હતા અને જ્યારે તેઓને આવી સેવા કરવાનું વધુ પડતું મુશ્કેલ જણાયુ ત્યારે તે પરિસ્થિતિને શ્રીકૃષ્ણ ભગવાન પારખી ગયા અને ભક્ત બોડાણા ને કહ્યું કે બોડાણા ફરીથી જ્યારે દ્વારિકા આવે ત્યારે ગાડા સાથે આવજો. કારણ કે હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. જેથી તેઓ પોતે ડાકોર આવશે. તેથી બીજી વખત ભગવાનના કહ્યા મુજબ બોડાણા ગાડા સાથે દ્વારિકા ગયા. દ્વારિકાના વંશ પરંપરાગત પૂજારી ગૂગળી બ્રાહ્મણો હોય તેને બોડાણાની ગાડુ શા માટે લાવ્યા છો ? એમ પૂછ્યું જેથી બોડાણાએ જણાવ્યું કે તેઓ શ્રી કૃષ્ણ ભગવાનની લઈ જવા ગાડુ લાવ્યા છે. ગાડાની ખખડધજ પરિસ્થિતિ જોઈને તેઓના માનવામાં ના આવ્યું. છતાં પણ જેમણે દ્વારિકા મંદિર ના નિજ મંદિરને રાત્રે તાળું મારી દિધું. મધરાત્રીએ શ્રીકૃષ્ણ ભગવાને મંદિરના બધા બારણાં ખોલી નાખ્યા અને બોડાણા ને જગાડ્યા અને તેમની ડાકોર લઈ જવા માટે કહ્યું થોડા સમય બાદ શ્રીકૃષ્ણ ભગવાને બોડાણાને ગાડામાં આરામ કરવા જણાવ્યું અને જ્યાં સુધી ડાકોર નજીક આવ્યા ત્યાં સુધી ગાડુ હાકયું. અહીં નડિયાદ ડાકોર ના રસ્તા ઉપર બિલેશ્વર મહાદેવ ની પાસે તેઓએ લીમડાના ઝાડની ડાળ પકડી થોડો આરામ કર્યો. પછી તેમણે બોડાણા ને જગાડ્યા અને તેમની જગ્યાએ બેસવા કહ્યું તે દિવસથી આ લીમડાની બીજી ડાળો કડવી હોય છતાં આ એક ડાળ મીઠી છે. આ દ્રષ્ટાંત ને વર્ણવતું એક ગુજરાતી ભજન પણ છે, ‘આખા લીમડામાં એક ડાળ મીઠી રે રણછોડ રંગીલા….’ પાણી આશાર ઉપર ભગવાન ના પગલા જોવામાં આવે છે
ડાકોર જતા તેમના ગાડાની આગળ ઉભા રહી શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરતા એક બ્રાહ્મણને તેમણે જોયો આ બ્રાહ્મણ બીજું કોઈ નહીં પરંતુ ગાડુ એ ઝાડના લાકડામાંથી બન્યું હતું તે હતો શ્રી કૃષ્ણ ભગવાન દીન-દયાળ હોય તેને મોક્ષ આપ્યો.
દ્વારિકાના ગુગળી બ્રાહ્મણ ને દ્વારકાધીશ ની પ્રતિમા ખોવાણી જણાતા બોડાણા નો પીછો પકડી ડાકોર આવ્યા બોડાણા ભયભીત બન્યા. પરંતુ શ્રીકૃષ્ણ ભગવાને પ્રભુની પ્રતિમાની ગોમતી તળાવમાં સંતાડવા જણાવી ગૂગળી બ્રાહ્મણોને મળવા કહ્યું. જેથી બોડાણા ભગવાન ને સંતાડી દહી નો કુંભ લઈ ગૂગળી બ્રાહ્મણોને સાંતળવા આપવા તેઓને મળવા ગયા તેઓ ગૂગળી બ્રાહ્મણો ગુસ્સે થયા અને તેમના એક બોડાણા તરફ ભાલો ફેંક્યો. બોડાણા ઢળી પડ્યા અને દેવલોક પામ્યા. બોડાણાને ભાલાથી ઈજા પહોંચતા વખતે ભગવાનના સ્વરૂપને જે ગોમતી તળાવમાં સંતાડેલો હતું. તેને પણ તેમને ઈજા પહોંચાડી અને આથી ગોમતી તળાવનું પાણી શ્રીકૃષ્ણના શ્રી રણછોડરાયજીના લોહીથી લાલ બની ગયું, એમ કહેવાય છે કે હજુ પણ જમીન ઉપર આ સ્વરૂપ હતું કે જમીન હજુ પણ લાલ છે. ગોમતી તળાવની મધ્યમાં જ્યાં કૃષ્ણ ભગવાનની સંતાડવામાં આવેલા તેની ઉપર શ્રી ભગવાન ના પગલા સાથે નું નાનું મંદિર બાંધવામાં આવેલું છે. આ મંદિર તળાવના કિનારા સાથે ભૂલથી સંકળાય છે. પગલાની નીચે આરસપહાણના પથ્થર ઉપર નીચે મુજબનું લખાણ કોતરાયેલ છે.
દેવ દિવાળી દેખો સંવત બારા બાર પુરી દ્વારકા જાય કે ગ્રહી લાયો મોરાર ગ્રહી લાયો મોરાર ડંકપુર ડંકા દીના ધન્ય બોડાણા
બોડાણા ના મરણ થી પણ ગૂગળી બ્રાહ્મણો નો સંતોષ થયો નહીં. શ્રીકૃષ્ણની દ્વારિકા પરત લાવવાની વિનંતી કરતા તેઓ ગોમતીના કિનારે ભૂખ હડતાળ ઉપર બેઠા આ દ્રશ્ય જોઈ ગંગાબા દ્રવી ઉઠ્યા તેમણે શ્રીકૃષ્ણની શ્રી રણછોડરાયજીની દયાભાવ રાખી તેમનું મન સંપાદન કરવા જણાવ્યું શ્રીકૃષ્ણ ગંગાબા ની ગૂગળી બ્રાહ્મણોની પરીક્ષા કરવા સૂચવ્યું અને જણાવ્યું કે તેઓ ગૂગળી બ્રાહ્મણો મારી ભક્તિ પ્રત્યે અસક્ત છે કે દ્રવ્ય પાછળ..? એ જાણી અને મને જણાવો શ્રી ગંગાબાઈએ ચકાસણી કર્યા બાદ શ્રી રણછોડરાયજી શ્રીકૃષ્ણએ બોડાણા ના અને તેમના શ્રી કૃષ્ણના ભારોભાર સોનુ આપવા કહ્યું અને તેઓને ગૂગળી બ્રાહ્મણોને દ્વારિકા પાછા જણાવ્યું બોડાણાની ગરીબ ગંગાસ્વરુપ ગંગાબેન પાસે સાધન-સંપન્ન ન હતી અને તે મુજબ આપી શકે તેમ ન હતા આશ્ચર્યજનક રીતે શ્રીકૃષ્ણ બોડાણાના પત્ની શ્રી ગંગા બાઈ કે જેની પાસે સોનાની લાખણી સિવાય કાંઈ હતું નહીં, ત્યાંના વજન બરાબર સવા એટલે કે અડધો ગ્રામ હલકા થયા ગૂગળી બ્રાહ્મણો નિરાશ થયા. પરંતુ ભક્ત વત્સલ ભગવાને દયા લાવી તેઓને જણાવ્યું કે દ્વારિકાની સેવર્ધન વાવમાં બરાબર છ માસ બાદ ગામના જેવી મૂર્તિ તેઓને મળશે અધીરા બનેલા ગુગળી બ્રાહ્મણ હોય તેમણે શ્રીકૃષ્ણએ કહ્યા મુજબના સમય પહેલા તપાસ કરી અને તે કારણે તેમની નેમ ના શ્રી કૃષ્ણ જેવી પ્રતિમા મળી, પરંતુ પદ્મા નહીં મળી, ડાકોર આવતા યાત્રાળુઓ હજુ પણ કથા સાથે સંકળાયેલા લીમડાના ઝાડની ડાળ કે એને ડાકોર આવતા શ્રીકૃષ્ણ ભગવાને વિસામો લેતી વખતે સ્પર્શ કર્યો હતો અને જે પાછળથી મધુર બન્યું હતું. એ ગોમતી તળાવ માં શ્રીકૃષ્ણ ભગવાનને શણગાર કરવામાં આવેલા અને ભક્ત બોડાણાએ કરેલા આ જ પ્રતિમા ધ્યાન નો કાંટો રસ્તા બંધ કરેલો છે. તેની મુલાકાત લે છે. કળિયુગમાં બોલતો પુરાવો ભગવાન હાજરા હજુર છે. જેના પરચાઓ ડાકોર ગામની ગલીઓમાં વડીલો ના મુખે સાંભળવા મળે છે. આશરે ૬૦ વર્ષથી નંદકિશોર વિઠ્ઠલભાઈ પરમાર ભક્ત બોડાણાની ૧૪મી જાન્યુઆરીના દિવસે તેમના જન્મદિવસે આરતી ઉતારી ને જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. તેમના પુત્ર પ્રયાગ ભાઈ નંદ કિશોર ભાઈ પરમાર ૧૪મી જાન્યુઆરીએ વિજયસિંહ બોડાણાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં ભાવિક ભકતો દૂરદૂરથી આ આરતીનો લાભ લેવા આવે છે.
શણગાર, આરતી થયા પછી રણછોડ બાવની ના સ્વરૂપમાં ભગત બોડાણા જીવન ચરિત્ર અંદર વર્ણવી લેવામાં આવ્યું છે અને ભાવિક ભક્તો આ ગાવા માટે દૂર-દૂરથી શણગાર આરતી થાય એની રાહ જોતા હોય છે.:અને આજ પણ એમના વંશજો હયાતમાં છે અલગ અલગ ગામોમાં હાલ પણ વસવાટ કરીને રહે છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ