ડભોઇમાં ચાર હજાર જેટલા ફૂડપેકેટ્સનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, ડભોઇ ડભોઇ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે મુશ્કેલી અનુભવી રહેલા પરિવારોને વ્હારે તાલુકા તંત્ર આવ્યું છે અને આવી સ્થિતિમાં જરૂરતમંદોને પડખે ઉભું રહ્યું છે. તાલુકા તંત્રએ આવી સ્થિતિમાં ૪ હજાર કરતા પણ વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું છે.  વરસાદની સ્થિતિ સામાન્ય પડતા અધિક કલેક્ટર હિમાંશુ પરીખ, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર સહિત મામલતદાર અને પ્રાંત કચેરીના કર્મયોગીઓ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવા માટે ગામોમાં પહોંચી ગયા હતા. જે ગામોમાં વધારે પાણી ભરાયા હોય એવા ગામોને અગ્રતા આપવામાં આવી હતી.  કલેક્ટરની સૂચના મુજબ કરવામાં આવેલી પૂર્વ તૈયારી પણ અહીં કામે આવી…

Read More

વિશ્વ સ્તનપાન સપ્તાહ : તા.૧ થી ૭ ઑગસ્ટ, ૨૦૨૬

હિન્દ ન્યુઝ, ડાંગ      હોસ્પિટલમાં પ્રસૂતિ અને જન્મ પછીના “ગોલ્ડન અવર” દરમિયાન સ્તનપાન, માતા અને બાળક બન્ને માટે જીવનદાયી સાબિત થાય છે.  સ્તનપાનને વિશ્વભરમાં શિશુના જીવન, પોષણ, અને વિકાસનો આધારસ્તંભ માનવામાં આવે છે. માતાનું દૂધ કુદરતી રસી છે, જે અનેક રોગોથી બાળકને સુરક્ષિત રાખે છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૬ ના ઉદ્દેશ્યો • શિશુ અને નાનાં બાળકોના પોષણ માટે ટકાઉ માર્ગ તરીકે પરિવારો અને સમાજને સ્તનપાન વિશે માહિતગાર કરવું, • સ્તનપાનને સુરક્ષિત, પ્રોત્સાહિત અને સહાયરૂપ બનાવવા માટે મજબૂત નીતિ ઘડતર, • સરકારો, વ્યાવસાયિક સંસ્થાઓ, સમાજ અને વ્યક્તિઓ વચ્ચે સહકાર વધારીને…

Read More

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૫૬ (દાહોદ-ગરબાડા-એમ.પી. બોર્ડર) પરથી વરસાદી પાણીનો યુદ્ધના ધોરણે નિકાલ કરાયો

હિન્દ ન્યુઝ, દાહોદ      રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, વડોદરા (માર્ગ અને મકાન વિભાગ) હેઠળ આવતી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ, દાહોદની કચેરી દ્વારા પ્રજાહિતમાં અને વાહનચાલકોની સુવિધા માટે તાત્કાલિક ધોરણે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ દરમિયાન દાહોદથી ગરબાડા થઈ મધ્યપ્રદેશ બોર્ડરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૫૬ પર કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહારમાં અડચણ ઊભી થવાની શક્યતા હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પેટા વિભાગીય કચેરી દ્વારા યુદ્ધના ધોરણે ડામર સપાટી પરથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  રસ્તા પર ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ કરવામાં આવતા, ડામર…

Read More

ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની અગમચેતી: હવામાન વિભાગ

હિન્દ ન્યુઝ, ડાંગ      ભારત મોસમ વિજ્ઞાન વિભાગ, અમદાવાદ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના હવામાન બુલેટિન મુજબ ડાંગ જિલ્લામાં વરસાદ અને આબોહવા અંગેની વિગતો નીચે મુજબ છે. *૧)* ડાંગ જિલ્લાની છેલ્લા ૨૪ કલાકની પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો, જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ તેમજ થોડા સ્થળોએ અતિ ભારે વરસાદ નોંધાયો છે.   *૨)* આગામી ૭ દિવસ માટે વરસાદની આગાહીની વાત કરીએ તો, – દિવસ ૧ (૧/૮/૨૦૨૬ થી ૨/૮/૨૦૨૬) ડાંગ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.   – દિવસ ૨ (૨/૮/૨૦૨૬ થી ૩/૮/૨૦૨૬):…

Read More

નર્મદા જિલ્લામાં ભારે વરસાદની રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’

હિન્દ ન્યુઝ, નર્મદા 72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યાં, 25 સગર્ભાઓની સફળ ડિલિવરી નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના 6, નાંદોદ તાલુકાના 6, ચિકદા તાલુકાના 5, સાગબારા તાલુકાના 4, તિલકવાડા તાલુકાના 3 અને દેડીયાપાડા તાલુકાના 1 એમ કુલ મળી 25 પ્રસૂતાઓની સફળ ડિલિવરી કરવામાં આવી; હાલમાં તમામ 25 નવજાત શિશુઓ અને તેમની માતાઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે : જિલ્લા આર.સી.એચ. અધિકારી

Read More

દક્ષિણ ગુજરાતના આદિવાસી હાલરડાં પર સંશોધન બદલ ડૉ. જીતેન્દ્ર ગવળીને પીએચ.ડી.ની ડિગ્રી અને સર્વશ્રેષ્ઠ રિસર્ચ એવોર્ડ એનાયત

હિન્દ ન્યુઝ, ડાંગ      પાટનગર ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના ૧૭મા સ્થાપના દિવસ તથા છઠ્ઠા પદવીદાન સમારોહની તાજેતરમાં સ્વર્ણિમ સંકુલ-૧ સ્થિત સાબરમતી હોલ (વિધાનસભા) ખાતે ભવ્ય અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ તથા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય શ્રી દેવવ્રતજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોશી, ગાંધીનગરના મેયર સુશ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય સુ રીટાબેન પટેલ તેમજ રજિસ્ટ્રાર ડૉ. સંજય ગુપ્તા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ડૉ. જીતેન્દ્ર ગુલાબભાઈ ગવળીને ગુજરાતી વિષયમાં “દક્ષિણ ગુજરાતનાં આદિવાસીઓના હાલરડાં…

Read More

વડોદરા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સઘન આરોગ્ય તપાસ અને રોગ અટકાયતી કામગીરી

હિન્દ ન્યુઝ, વડોદરા     હાલની ચોમાસાની અને ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન આરોગ્ય તપાસણી અને રોગ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ૩૬૧ જેટલી મેડિકલ અને પેરામેડિકલ ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત આરોગ્ય ટીમો દ્વારા ૩૭૨ જેટલી સગર્ભા બહેનોની રૂબરૂ મુલાકાત લઈ તેમની આરોગ્ય તપાસ અને જરૂરી કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું હતું. વરસાદી પરિસ્થિતિ અને પૂરના જોખમને ધ્યાને રાખીને, નદીકાંઠાના વિસ્તારોમાંથી ૧૨૦ જેટલી સગર્ભા બહેનોને…

Read More

નિર્માણાધિન બ્રિજનું ડાયવર્ઝન ધોવાઈ જતાં જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે જાતે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, નર્મદા      નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે કેવડિયા-તણખલા રોડ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. નિર્માણાધિન બ્રિજનું ડાયવર્ઝન ધોવાઈ જતાં જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે જાતે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.  માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમણે સૂચના આપી છે કે, વરસાદ વિરામ લેતાં જ તાત્કાલિક ધોરણે રસ્તો ફરી શરૂ કરવામાં આવે. નાગરિકોને સુરક્ષિત રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

Read More

નવસારી જિલ્લામાં રેડ એલર્ટ : ઉભરાટ અને દાંડી બીચ આગામી સૂચના સુધી જાહેર જનતા માટે બંધ

હિન્દ ન્યુઝ, નવસારી    ભારત હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અતિભારે વરસાદ તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિકૂળ હવામાનની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર જનતાની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જલાલપોર તાલુકાનું ઉભરાટ બીચ , દાંડી બીચ અને ઓંજલનું ચાંગલી ફળીયા બીચ આગામી સૂચના સુધી જાહેર જનતા માટે બંધ કરેલ છે.                  નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓ, સ્થાનિક નાગરિકો તેમજ વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ઉભરાટ બીચ ,…

Read More

સ્થળાંતરિત નાગરિકોની સુરક્ષા માટે તંત્ર સજ્જ: આશ્રયસ્થાનોની મુલાકાત લઈ સુવિધાઓની સમીક્ષા

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી જિલ્લામાં વાવાઝોડા સહિત ભારે વરસાદની આગાહી અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ પૂર્વ તૈયારીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.       આ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શ્રીમતી ખ્યાતિ પટેલ તથા ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા ગણદેવી તાલુકાના અમલસાડ અને સરીખુર્દ ગામ ખાતે સ્થળાંતરિત કરવામાં આવેલા નાગરિકો માટે ઉભા કરાયેલા આશ્રયસ્થાનોની મુલાકાત લેવામાં આવી હતી.       મુલાકાત દરમિયાન આશ્રયસ્થાનોમાં રહેતા લોકો માટે ઉપલબ્ધ રહેઠાણ, પીવાનું પાણી, સ્વચ્છતા, આરોગ્ય, વીજળી તેમજ અન્ય જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થળ પર…

Read More