હિન્દ ન્યુઝ, ડાંગ ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના પશુપાલકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં પશુપાલકોને સંભવિત કુદરતી આપત્તિ દરમિયાન પશુધનની સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ જાગૃતિ પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ખાંભલા સહિતના વિવિધ ગામોમાં પશુપાલકોને ભારે વરસાદ દરમિયાન પશુઓને સલામત સ્થળે રાખવા, પાણી ભરાતા વિસ્તારો અને નદી-નાળાઓ નજીક પશુઓને ન લઈ જવા, પૂરતા ઘાસચારો અને પીવાના પાણીનો સંગ્રહ રાખવા તેમજ પશુઓમાં કોઈપણ પ્રકારની બીમારી…
Read MoreDay: July 30, 2026
વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે ગુજરાત સરકાર
હિન્દ ન્યુઝ, ડાંગ અતિ ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વલસાડ અને નવસારી જિલ્લાના વેપારીઓ, લારી-ગલ્લાધારકો અને અન્ય અસરગ્રસ્તોને સુરત અને અમદાવાદની તરાહ પર જ આર્થિક સહાય ચૂકવવામાં આવશે, તેમ પ્રવક્તામંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે, વલસાડ અને નવસારી જિલ્લામાં નોધાયેલા અસાધારણ વરસાદને ધ્યાનમાં રાખી બંને જિલ્લાઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. વલસાડ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેતી અને બાગાયતી પાકોના નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારના ધોરણો મુજબ સહાય આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે,…
Read Moreસરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વઘઈ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો આવકાર સમારંભ યોજાયો
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વઘઈ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના આવકાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજયભાઈ પટેલે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે સતત પરિશ્રમ કરીને પોતાના જીવનના લક્ષ્યો હાંસલ કરવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ્ય આયોજન, સમયનું મૂલ્ય અને દૃઢ મનોબળ દ્વારા કોઈપણ વ્યક્તિ સફળતાના શિખરો સર કરી શકે છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, “નિષ્ફળતા મળે તો નિરાશ…
Read Moreજિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સંકલન હોય ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસને સ્પર્શતા અન્ય મહત્વના વિષયો જેવા કે જળ સંચય અભિયાન, આરોગ્ય સુવિધાઓની સ્થિતિ, કેન્દ્રીય વિદ્યાલય સ્થાપના,બોર્ડર વિલેજના રસ્તા, અંતરીયાળ વિસ્તારમાં વીજ પુરવઠા,શાળાઓના ઓરડા તથા કંપાઉન્ડ વોલ સહીત જન સુખાકારીની સુવિધાઓની વિવિધ બાબતોને સ્પર્શતા પ્રશ્નો ધારાસભ્યો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને પરસ્પર સંકલન કરીને પદાધિકારીઓના પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ બેઠક સાથે ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ, કાયદો અને વ્યવસ્થા, એનકોડ, જિલ્લા…
Read Moreભારે વરસાદ બાદ નવસારી જિલ્લામાં માર્ગ વ્યવસ્થા પૂર્વવત્ કરવા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની ઝડપી કામગીરી
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિના કારણે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હેઠળના અનેક રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. વરસાદની અસર ઓછી થતાં જ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નુકસાનગ્રસ્ત માર્ગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી કે. એમ. પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લામાં અંદાજે 250 જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે સલામતીના હેતુસર બંધ કરવામાં આવ્યા હતા. હાલ વરસાદની સ્થિતિ સામાન્ય બનતાં…
Read Moreનર્મદા જિલ્લામાં રેડ એલર્ટના અનુસંધાને પ્રાંત અધિકારી દ્વારા ડેમની રૂબરૂ મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, નર્મદા હવામાન વિભાગના તા.૩૧/૦૭/૨૦૨૬ના રોજ નર્મદા જિલ્લામાં રેડ એલર્ટના અનુસંધાને પ્રાંત અધિકારી દેડિયાપાડા દ્વારા મામલતદાર સાગબારા, નોડલ અધિકારી સાગબારા અને જીલ્લા ખેતીવાડી અધિકારી તથા પોલીસ ઇન્સ્પેકટર સાગબારા સાથે ચોપડવાવ ડેમ, નાના કાકડીઆંબા ડેમની રૂબરૂ મુલાકાત લીધી હતી. ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ભવરીસાવર ગામનાં ગ્રામજનો સાથે આવશ્યક સમયે સ્થળાંતર અંગેના આયોજનની ચર્ચા કરી હતી. સાગબારા તાલુકાના તમામ આપદા મીત્રો સાથે રૂબરૂ ચર્ચા કરી હતી.
Read Moreજનજીવન અને માલમિલકતની સુરક્ષા માટે આગોતરી તકેદારી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ અને અતિ પવનની આગાહીને પગલે તંત્ર સજ્જ; જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરી તકેદારી રૂપે ભયજનક હોર્ડિંગ્સ, વૃક્ષો અને નબળાં માળખાં દૂર કરાયા. નાગરિકોને ભારે વરસાદ અને અતિ પવનની આગાહી દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા તથા ભયજનક માળખાં કે વૃક્ષો નીચે ઉભા ન રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ.
Read Moreમાર્ગ અને મકાન વિભાગ દ્વારા જોડિયા તાલુકાના કેશિયા રોડ પરના કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ પૂર્ણ કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જોડિયા તાલુકાના કેશિયા ટુ એસ.એચ. રોડ પર આવેલા કોઝવેનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવ્યું છે, જેનાથી આ માર્ગ પરનો વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બન્યો છે. આ કોઝવે ૯૦૦ મી.મી. વ્યાસના ૧૦ રો ના પાઇપ ધરાવે છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે કોઝવેના ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં ધોવાણ થવા પામ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન દરમિયાન આ ધોવાણ ધ્યાને આવતાં જ સ્થળ પર તાત્કાલિક જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ત્વરિત પગલાં…
Read Moreતેજસ્વીની સંસ્કૃતિધામ વાસુર્ણ (ડાંગ) ખાતે વિશિષ્ટ રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી
હિન્દ ન્યુઝ, ડાંગ “જીવનમાં મોટામાં મોટો યોગ છે ‘સહયોગ’ અને મોટામાં મોટું આસન છે ‘આશ્વાસન’”. બ્રહ્મવાદિની હેતલ દીદીના આ સૂત્રને સાર્થક કરતા તેજસ્વીની સંસ્કૃતિ ધામ, વાસુર્ણ (ડાંગ) ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની અનોખી અને માનવતાવાદી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં ઉપરવાસમાં થયેલા મુશળધાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવતા લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા હતા. આ કપરી સ્થિતિને ધ્યાને રાખી પૂ. હેતલ દીદીએ ભક્તોને ધામ પર આવવાના બદલે, રેલ પીડિતોને યથાશક્તિ સહાય કરવાનું આહ્વાન કર્યું હતું, અને તેને જ સાચી ગુરુદક્ષિણા ગણાવી હતી. પૂજ્ય દીદીની આ હાકલને શિરોમાન્ય રાખી…
Read Moreદાહોદ ખાતે જિલ્લા સ્તરીય TEJAS ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ જિલ્લા સ્તરે ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે TEJAS (Transforming Entrepreneurial Journeys Across States & Districts) પહેલ અંતર્ગત દાહોદ શ્રીરંગ રિસોર્ટ નગરાળા ખાતે જિલ્લા સ્તરીય ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું સંયુક્ત આયોજન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), દાહોદ, સ્ટાર્ટઅપ એસોસિએશન, ગુજરાત સરકાર તથા સ્ટાર્ટઅપ ઇન્ડિયા (DPIIT), ભારત સરકારના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા અંગે જાગૃતિ લાવવાનો, નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો તેમજ વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને સરકારી…
Read More