માર્ગ અને મકાન વિભાગ દ્વારા જોડિયા તાલુકાના કેશિયા રોડ પરના કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ પૂર્ણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

   જોડિયા તાલુકાના કેશિયા ટુ એસ.એચ. રોડ પર આવેલા કોઝવેનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવ્યું છે, જેનાથી આ માર્ગ પરનો વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બન્યો છે.

આ કોઝવે ૯૦૦ મી.મી. વ્યાસના ૧૦ રો ના પાઇપ ધરાવે છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે કોઝવેના ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં ધોવાણ થવા પામ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન દરમિયાન આ ધોવાણ ધ્યાને આવતાં જ સ્થળ પર તાત્કાલિક જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરીને કોંક્રીટની મજબૂત કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કોઝવેનું રિપેરિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું. આ કામગીરીના પરિણામે કોઝવેની સલામતી અને ટકાવપણામાં નોંધપાત્ર વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોને અવરજવરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગોની નિયમિત દેખરેખ અને સમયસર જાળવણીની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment