હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ અને અતિ પવનની આગાહીને પગલે તંત્ર સજ્જ; જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરી તકેદારી રૂપે ભયજનક હોર્ડિંગ્સ, વૃક્ષો અને નબળાં માળખાં દૂર કરાયા.
નાગરિકોને ભારે વરસાદ અને અતિ પવનની આગાહી દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા તથા ભયજનક માળખાં કે વૃક્ષો નીચે ઉભા ન રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ.
