હિન્દ ન્યુઝ, નર્મદા
હવામાન વિભાગના તા.૩૧/૦૭/૨૦૨૬ના રોજ નર્મદા જિલ્લામાં રેડ એલર્ટના અનુસંધાને પ્રાંત અધિકારી દેડિયાપાડા દ્વારા મામલતદાર સાગબારા, નોડલ અધિકારી સાગબારા અને જીલ્લા ખેતીવાડી અધિકારી તથા પોલીસ ઇન્સ્પેકટર સાગબારા સાથે ચોપડવાવ ડેમ, નાના કાકડીઆંબા ડેમની રૂબરૂ મુલાકાત લીધી હતી.
ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ભવરીસાવર ગામનાં ગ્રામજનો સાથે આવશ્યક સમયે સ્થળાંતર અંગેના આયોજનની ચર્ચા કરી હતી.
સાગબારા તાલુકાના તમામ આપદા મીત્રો સાથે રૂબરૂ ચર્ચા કરી હતી.
