હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સંકલન હોય ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસને સ્પર્શતા અન્ય મહત્વના વિષયો જેવા કે જળ સંચય અભિયાન, આરોગ્ય સુવિધાઓની સ્થિતિ, કેન્દ્રીય વિદ્યાલય સ્થાપના,બોર્ડર વિલેજના રસ્તા, અંતરીયાળ વિસ્તારમાં વીજ પુરવઠા,શાળાઓના ઓરડા તથા કંપાઉન્ડ વોલ સહીત જન સુખાકારીની સુવિધાઓની વિવિધ બાબતોને સ્પર્શતા પ્રશ્નો ધારાસભ્યો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને પરસ્પર સંકલન કરીને પદાધિકારીઓના પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ બેઠક સાથે ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ, કાયદો અને વ્યવસ્થા, એનકોડ, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક, માય ભારત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટી, કલા મહાકુંભ, બસ મોનીટરીંગ કમિટી, વકીલ સહાય યોજના કમિટી, ડિસ્ટ્રીક્ટ લેવલ ફેસોલાઈઝેશન, છોટાઉદેપુર જિલ્લા તકેદારી સમિતિ સહીતની બેઠકો યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા તેમની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર ઓમકાર સિંદે, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, ડીસીએફ રૂપક સોલંકી તેમજ નિવાસી અધિક કલેક્ટર શૈલેશ ગોકલાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
