હિન્દ ન્યુઝ, ડાંગ
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના પશુપાલકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં પશુપાલકોને સંભવિત કુદરતી આપત્તિ દરમિયાન પશુધનની સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ જાગૃતિ પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત ખાંભલા સહિતના વિવિધ ગામોમાં પશુપાલકોને ભારે વરસાદ દરમિયાન પશુઓને સલામત સ્થળે રાખવા, પાણી ભરાતા વિસ્તારો અને નદી-નાળાઓ નજીક પશુઓને ન લઈ જવા, પૂરતા ઘાસચારો અને પીવાના પાણીનો સંગ્રહ રાખવા તેમજ પશુઓમાં કોઈપણ પ્રકારની બીમારી કે ઈજા જણાય તો તાત્કાલિક પશુચિકિત્સકનો સંપર્ક કરવા સમજાવવામાં આવ્યું હતું.
પશુપાલન વિભાગે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના નિયંત્રણ કક્ષાના સંપર્ક નંબરો પર તાત્કાલિક સંપર્ક કરવો.
પશુપાલકો માટે મહત્વના સંપર્ક નંબરો :
જિલ્લા કંટ્રોલ રૂમ: ડો. એચ. એ. ઠાકરે – નાયબ પશુપાલન નિયામક, નંબર સંપર્ક
9265800139 / 9427383861
આહવા તાલુકા પશુચિકિત્સા અધિકારી : ડો. વી. જે.પટેલ, સંપર્ક નંબર
9724986604 / 9408806149
સુબીર તાલુકા પશુચિકિત્સા અધિકારી : ડો. એ. આર.ચૌધરી, સંપર્ક નંબર, 9426895088
વઘઈ તાલુકા પશુચિકિત્સા અધિકારી : ડો. વી. આર. પાલવા, સંપર્ક નંબર, 7265084515
પશુપાલન વિભાગે જિલ્લાના તમામ પશુપાલકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન સાવચેતીના તમામ સૂચનોનું પાલન કરીને પોતાના પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરે અને કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરે.
