હિન્દ ન્યુઝ, જામનગર દેશની સરહદોની સુરક્ષા તેમજ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સમયે રાષ્ટ્રસેવામાં સતત તત્પર રહેતા સશસ્ત્ર દળોના જવાનો તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે પંડિત દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ‘સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ’માં રૂ.40 લાખનું આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટીના અધિકારી દ્વારા આ રૂ. 40 લાખનો ચેક નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી તથા જિલ્લા સૈનિક બોર્ડ, જામનગરના હેડ ક્લાર્ક મનુભાઈ પરમારને વિધિવત રીતે સુપ્રત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સશસ્ત્ર દળોના જવાનો અને તેમના પરિવારજનોના કલ્યાણ અર્થે દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા આ સહયોગની…
Read MoreDay: July 29, 2026
માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા વેરાવળ-તાલાલાના રસ્તા પર પેચવર્કનું કામ કરાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા માર્ગોની મરામત કામગીરી પ્રગતિમાં છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા જિલ્લાના રસ્તાઓ પર યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જે કડીમાં વિભાગ દ્વારા વેરાવળ-તાલાલાના રસ્તા પર પેચવર્કનું કામ કરવામાં આવ્યું છે. ઉલ્લેખની છે કે, વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા જિલ્લામાં પેચવર્ક, ક્ષતિગ્રસ્ત માર્ગ સપાટીની મરામત તથા જરૂરી સ્થળોએ માર્ગને વાહનવ્યવહારલાયક બનાવવા માટે સતત કામગીરી ચાલી રહી છે.
Read More30 જુલાઈએ દાહોદ ખાતે જિલ્લા સ્તરીય TEJAS ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપ યોજાશે
હિન્દ ન્યુઝ, દાહોદ જિલ્લા સ્તરે ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે TEJAS (Transforming Entrepreneurial Journeys Across States & Districts) પહેલ અંતર્ગત તા. 30 જુલાઈ, 2026ના રોજ દાહોદ ખાતે જિલ્લા સ્તરીય ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શ્રીવન રિસોર્ટ, પી.એચ.સી. સેન્ટર નજીક, નગરાળા, દાહોદ ખાતે યોજાશે. આ વર્કશોપનું સંયુક્ત આયોજન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), દાહોદ, સ્ટાર્ટઅપ એસોસિએશન, ગુજરાત સરકાર તથા સ્ટાર્ટઅપ ઇન્ડિયા (DPIIT), ભારત સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા અંગે જાગૃતિ લાવવાનો, નવીન વિચારોને પ્રોત્સાહન…
Read Moreબગલિયા ગ્રામ પંચાયતમાં ‘પ્રોજેક્ટ હૃદય’ અંતર્ગત જળ સંરક્ષણને અગ્રતા આપતા રૂ.૧.૨૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતા જળ કુંડનું નિર્માણ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા હેઠળ આવતી બગલિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જળ સંરક્ષણને વેગ આપવા અને ખેતી ક્ષેત્રે ટકાઉ વિકાસ સાધવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એલ.આઈ.સી. હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) ના સીએસઆર (CSR) ઉપક્રમે અમલમાં મુકાયેલા ‘પ્રોજેક્ટ હૃદય’ અંતર્ગત દીપક ફાઉન્ડેશન દ્વારા બગલિયા ગ્રામ પંચાયતમાં તબક્કાવાર ૧,૨૫,૦૦૦ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતા જળ કુંડનું નિર્માણ કરવામાં આવ્યુ છે. દીપક ફાઉન્ડેશનના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન પડતા વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય માટે જળ કુંડ અત્યંત ઉપયોગી સાબિત થશે. જળ સંચય થવાથી સ્થાનિક ખેડૂતોને…
Read Moreતા.૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન ડાંગ જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી
હિન્દ ન્યુઝ, ડાંગ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા રાજ્યભરમાં તા. ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર તથા વિવિધ સરકારી વિભાગોના સંયુક્ત ઉપક્રમે દરરોજ અલગ અલગ થીમ આધારિત જનજાગૃતિ અને લોકભાગીદારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઉત્સવ દરમિયાન મહિલાઓ અને બાળિકાઓની સુરક્ષા, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, નેતૃત્વ વિકાસ, રોજગાર, કૌશલ્ય વિકાસ અને કાનૂની જાગૃતિ જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. કાર્યક્રમની દિવસવાર…
Read Moreસુરત જિલ્લાના વાંસવા ગામે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો: બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેત પદ્ધતિને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંસવા ગામે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઇ આધુનિક અને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું. વાંસવા ગામ અને આસપાસના વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં પધારેલા ખેડૂતોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગેનું મૂલ્યવાન માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી સી.જી.પટેલ દ્વારા સરકારની વિવિધ સહાયલક્ષી બાગાયતી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે ખેડૂતોને ચાલુ વર્ષ દરમિયાન…
Read Moreડાંગના સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ ખાતે ‘ગુરુપૂર્ણિમા’ની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત ‘સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર’, માલેગામ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય પી. પી. સ્વામીજીએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, શિક્ષણ દ્વારા જીવનનું ઘડતર કરનાર ગુરુજનો પ્રત્યેનો આદર અને પૂજ્યભાવ હૃદયપૂર્વક સદાય જળવાઈ રહેવો જોઈએ. કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓએ ભાવસભર નૃત્ય રજૂ કરીને ગુરુ વંદના કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૫મા અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પથરાઈ ગઈ હતી. આ ઉજવણી અંતર્ગત ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ માતા-પિતા,…
Read Moreરાજ્ય ધોરી માર્ગ-૬૨ કવાંટ – છોટાઉદેપુર – ઝોઝ – કેવડી પર સ્થિત વસવા અને સુકેત બ્રિજનું સુદ્રઢ મરામત કાર્ય પૂર્ણ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્રારા જાહેર જનતાની સલામતી અને સુવિધાઓ માટે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ – છોટાઉદેપુર – ઝોઝ – કેવડી માર્ગ પર આવેલા રાજ્ય ધોરી માર્ગ નં. ૬૨ પર સ્થિત વસવા અને સુકેત બ્રિજનું મરામત કામ ઈમરજન્સી વર્ક હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. સુકેત બ્રિજના નીચેના માળખામાં તથા સ્લેબ/બીમ ક્ષેત્રે દુરસ્તીની જરૂરિયાત જણાતાં વાહનવ્યવહારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે ઈમરજન્સી ગ્રાન્ટ હેઠળ મરામત કામગીરી મંજૂર કરવામાં આવી હતી. આ મરામતની કામગીરી દરમિયાન જેસીબી, ટ્રેક્ટર ટ્રોલિ, એર પ્રેસર વેક્યુમ પમ્પ,…
Read Moreઉમરગામના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં માનવસેવાનો અનોખો યજ્ઞ
હિન્દ ન્યુઝ, ઉમરગામ 1500થી વધુ જરૂરિયાતમંદો સુધી પહોંચાડી રાહત સામગ્રી વલસાડના ઉમરગામ તાલુકાના પૂરગ્રસ્ત અંકલાસ, નગવાસ અને ઝરોલી ગામોમાં જિલ્લા માહિતી કચેરીની ટીમ, સ્થાનિક તંત્ર અને સેવાભાવી લોકોના પ્રયાસોથી 13 જેટલા ફળિયાઓમાં રહેતા 1500થી વધુ પૂર પીડિતોને અનાજની કિટ, વસ્ત્રો, નાસ્તો, શુદ્ધ પીવાનું પાણી અને 850થી વધુ નવા સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું સહાય બદલ પૂર અસરગ્રસ્તોએ ગુજરાત સરકાર અને સેવાભાવી સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
Read Moreસરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે ‘ગુરુપૂર્ણિમા-ગુરુવંદના કાર્યક્રમ’ની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા-ડાંગ ખાતે આજરોજ ભારતીય સંસ્કૃતિ તથા જ્ઞાન પરંપરાના પાવન પર્વ ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની શરૂઆત સામુહિક પ્રાર્થના અને પર્વને અનુરૂપ ગુરુ મહાત્મ્ય પ્રગટ કરતા મંત્રગાનથી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે ડો.પી.કે.માહલાએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણીના હેતુઓ સ્પષ્ટ કર્યાં હતાં અને ઉદાહરણ સહ ગુરુ મહાત્મ્યનું નિરૂપણ કરી કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે કોલેજના હિન્દી વિભાગના અધ્યક્ષ ડો.ડી.એમ.ગાવિત ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ વૈદિકકાળની પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરાને યાદ કરીને આ ગુરુ-શિષ્ય પરંપરાને અવિરત જાળવી રાખવાં સૌને…
Read More