સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે ‘ગુરુપૂર્ણિમા-ગુરુવંદના કાર્યક્રમ’ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ

 સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા-ડાંગ ખાતે આજરોજ ભારતીય સંસ્કૃતિ તથા જ્ઞાન પરંપરાના પાવન પર્વ ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. 

આ કાર્યક્રમની શરૂઆત સામુહિક પ્રાર્થના અને પર્વને અનુરૂપ ગુરુ મહાત્મ્ય પ્રગટ કરતા મંત્રગાનથી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે ડો.પી.કે.માહલાએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણીના હેતુઓ સ્પષ્ટ કર્યાં હતાં અને ઉદાહરણ સહ ગુરુ મહાત્મ્યનું નિરૂપણ કરી કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.   

આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે કોલેજના હિન્દી વિભાગના અધ્યક્ષ ડો.ડી.એમ.ગાવિત ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ વૈદિકકાળની પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરાને યાદ કરીને આ ગુરુ-શિષ્ય પરંપરાને અવિરત જાળવી રાખવાં સૌને આહ્વાન કર્યું હતું. સાથે ઉપસ્થિત તમામ શિષ્ય-વિદ્યાર્થીઓને આશીર્વચનો પાઠવ્યાં હતાં. 

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ IQAC સમિતિના સંકલનમાં રહીને સંસ્કૃત વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment