હિન્દ ન્યુઝ, ડાંગ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી. પૂજ્ય પી.પી. સ્વામીજીએ વિદ્યાર્થીઓને ગુરુના મહિમા અને જીવનમાં શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીનીઓએ સુંદર ગુરુ વંદના નૃત્ય રજૂ કર્યું તેમજ વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૫મા અધ્યાયનું સામૂહિક પઠન કરી સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક બનાવ્યું. વિદ્યાર્થીઓએ માતા-પિતા, ગુરુજનો અને રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી પંચાંગ પ્રણામ કર્યા તેમજ શિક્ષકોનું પૂજન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ગુરુનો આદર, સંસ્કાર અને જ્ઞાન પ્રત્યેની શ્રદ્ધા જ જીવનને ઉજ્જવળ બનાવે છે.
Read MoreMonth: July 2026
ગુજરાત રાજ્યમાં આગામી ૩ કલાક દરમિયાન મધ્યમથી હળવા વરસાદ અને ગાજવીજની સંભાવના
હિન્દ ન્યુઝ, ડાંગ આજ તારીખ ૨૯ મી જુલાઈ, ૨૦૨૬ ના રોજ સાંજે હવામાન વિજ્ઞાન કેન્દ્ર, ભારત હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા જારી કરવામાં આવેલા આગાહી (Nowcast) બુલેટિન અનુસાર, આગામી ૩ કલાક દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ વરસાદની આગાહી અંગેની મુખ્ય વિગતો: ૧) મધ્યમ વરસાદ અને હળવી ગાજવીજ (Orange Alert / Alert Zone): આગાહી: ૫ થી ૧૫ મીમી/કલાકની ઝડપે મધ્યમ વરસાદ, વીજળીના હળવા ચમકારા (૩૦% થી ઓછી સંભાવના) અને પવનની ઝડપ ૪૦ કિમી/કલાક સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અસરગ્રસ્ત જિલ્લાઓ…
Read Moreજામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવનિર્મિત ‘સહકાર ભવન’નું કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ અભિયાનથી પ્રેરણા લઈ ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લી. ની મુખ્ય કચેરીના નવનિર્મિત ‘સહકાર ભવન’નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે લેવાયેલા વિવિધ ક્રાંતિકારી ઇનિશિયેટિવ્સ ગ્રામીણ સહકારી સેક્ટરને વધુ સક્ષમ અને સમૃદ્ધ કરવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયા છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના દ્રષ્ટિબિંદુને સાકાર કરવામાં જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકનું આ નવનિર્મિત ‘સહકાર…
Read Moreપંડિત દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળામાં રૂ. 40 લાખનો ચેક અર્પણ
હિન્દ ન્યુઝ, જામનગર દેશની સરહદોની સુરક્ષા તેમજ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સમયે રાષ્ટ્રસેવામાં સતત તત્પર રહેતા સશસ્ત્ર દળોના જવાનો તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે પંડિત દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ‘સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ’માં રૂ.40 લાખનું આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટીના અધિકારી દ્વારા આ રૂ. 40 લાખનો ચેક નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી તથા જિલ્લા સૈનિક બોર્ડ, જામનગરના હેડ ક્લાર્ક મનુભાઈ પરમારને વિધિવત રીતે સુપ્રત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સશસ્ત્ર દળોના જવાનો અને તેમના પરિવારજનોના કલ્યાણ અર્થે દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા આ સહયોગની…
Read Moreમાર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા વેરાવળ-તાલાલાના રસ્તા પર પેચવર્કનું કામ કરાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા માર્ગોની મરામત કામગીરી પ્રગતિમાં છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા જિલ્લાના રસ્તાઓ પર યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જે કડીમાં વિભાગ દ્વારા વેરાવળ-તાલાલાના રસ્તા પર પેચવર્કનું કામ કરવામાં આવ્યું છે. ઉલ્લેખની છે કે, વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા જિલ્લામાં પેચવર્ક, ક્ષતિગ્રસ્ત માર્ગ સપાટીની મરામત તથા જરૂરી સ્થળોએ માર્ગને વાહનવ્યવહારલાયક બનાવવા માટે સતત કામગીરી ચાલી રહી છે.
Read More30 જુલાઈએ દાહોદ ખાતે જિલ્લા સ્તરીય TEJAS ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપ યોજાશે
હિન્દ ન્યુઝ, દાહોદ જિલ્લા સ્તરે ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે TEJAS (Transforming Entrepreneurial Journeys Across States & Districts) પહેલ અંતર્ગત તા. 30 જુલાઈ, 2026ના રોજ દાહોદ ખાતે જિલ્લા સ્તરીય ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શ્રીવન રિસોર્ટ, પી.એચ.સી. સેન્ટર નજીક, નગરાળા, દાહોદ ખાતે યોજાશે. આ વર્કશોપનું સંયુક્ત આયોજન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), દાહોદ, સ્ટાર્ટઅપ એસોસિએશન, ગુજરાત સરકાર તથા સ્ટાર્ટઅપ ઇન્ડિયા (DPIIT), ભારત સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા અંગે જાગૃતિ લાવવાનો, નવીન વિચારોને પ્રોત્સાહન…
Read Moreબગલિયા ગ્રામ પંચાયતમાં ‘પ્રોજેક્ટ હૃદય’ અંતર્ગત જળ સંરક્ષણને અગ્રતા આપતા રૂ.૧.૨૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતા જળ કુંડનું નિર્માણ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા હેઠળ આવતી બગલિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જળ સંરક્ષણને વેગ આપવા અને ખેતી ક્ષેત્રે ટકાઉ વિકાસ સાધવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એલ.આઈ.સી. હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) ના સીએસઆર (CSR) ઉપક્રમે અમલમાં મુકાયેલા ‘પ્રોજેક્ટ હૃદય’ અંતર્ગત દીપક ફાઉન્ડેશન દ્વારા બગલિયા ગ્રામ પંચાયતમાં તબક્કાવાર ૧,૨૫,૦૦૦ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતા જળ કુંડનું નિર્માણ કરવામાં આવ્યુ છે. દીપક ફાઉન્ડેશનના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન પડતા વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય માટે જળ કુંડ અત્યંત ઉપયોગી સાબિત થશે. જળ સંચય થવાથી સ્થાનિક ખેડૂતોને…
Read Moreતા.૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન ડાંગ જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી
હિન્દ ન્યુઝ, ડાંગ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા રાજ્યભરમાં તા. ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર તથા વિવિધ સરકારી વિભાગોના સંયુક્ત ઉપક્રમે દરરોજ અલગ અલગ થીમ આધારિત જનજાગૃતિ અને લોકભાગીદારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઉત્સવ દરમિયાન મહિલાઓ અને બાળિકાઓની સુરક્ષા, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, નેતૃત્વ વિકાસ, રોજગાર, કૌશલ્ય વિકાસ અને કાનૂની જાગૃતિ જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. કાર્યક્રમની દિવસવાર…
Read Moreસુરત જિલ્લાના વાંસવા ગામે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો: બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેત પદ્ધતિને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંસવા ગામે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઇ આધુનિક અને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું. વાંસવા ગામ અને આસપાસના વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં પધારેલા ખેડૂતોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગેનું મૂલ્યવાન માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી સી.જી.પટેલ દ્વારા સરકારની વિવિધ સહાયલક્ષી બાગાયતી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે ખેડૂતોને ચાલુ વર્ષ દરમિયાન…
Read Moreડાંગના સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ ખાતે ‘ગુરુપૂર્ણિમા’ની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત ‘સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર’, માલેગામ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય પી. પી. સ્વામીજીએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, શિક્ષણ દ્વારા જીવનનું ઘડતર કરનાર ગુરુજનો પ્રત્યેનો આદર અને પૂજ્યભાવ હૃદયપૂર્વક સદાય જળવાઈ રહેવો જોઈએ. કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓએ ભાવસભર નૃત્ય રજૂ કરીને ગુરુ વંદના કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૫મા અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પથરાઈ ગઈ હતી. આ ઉજવણી અંતર્ગત ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ માતા-પિતા,…
Read More