સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા પીપલોદના રાત્રી બજારમાંથી ત્રણ બાળમજૂરોનું કરાયું રેસ્ક્યૂ

હિન્દ ન્યુઝ, સુરત    બાળમજૂરીના દૂષણને નાબૂદ કરવા અને બાળકોના અધિકારોના રક્ષણ અર્થે સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા મહત્વપૂર્ણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.૨૮મીએ પીપલોદ સ્થિત રાત્રીબજારની હોટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બાળમજૂરો મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.                આ સંયુક્ત તપાસ ઝુંબેશમાં શ્રમ અધિક્ષક, સહાયક શ્રમ અધિકારી, સુરત મનપાના કર્મચારીઓ, ફેક્ટરી નિરીક્ષકો, જિ.બાળ સુરક્ષા વિભાગ, ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન, ‘પ્રયાસ’ સંગઠનની ટીમ જોડાઈ હતી.                 તપાસ દરમિયાન પીપલોદ રાત્રી બજારની…

Read More

આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે પૂર્વ તૈયારીઓના

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે ખેડા જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ. જિલ્લા અને તાલુકાના તમામ સંબધિત અધિકારીઓને વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તૈયારીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું; પૂર સંભવિત વિસ્તારોમાં મેનપાવર, જરૂરી સાધનો સહિતના તમામ રિસોર્સ તૈયાર રાખવા સૂચના. ખેડા જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની સંભવિત આપદા માટે સજ્જ છે: કલેક્ટર એન.વી.ઉપાધ્યાય

Read More

પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દાહોદ વન વિભાગના કર્મચારીઓ માટે ફાળવેલ બાઈકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યુઝ, દાહોદ રાજ્ય સરકાર દ્વારા વન સંરક્ષણ અને વન્યજીવ સુરક્ષાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે દાહોદ જિલ્લાના વન વિભાગના કર્મચારીઓને ફાળવવામાં આવેલ બાઈકનું આજે દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ઝડપી ગતિએ કામગીરી કરી શકાય તેમજ જંગલ વિસ્તારની નિયમિત પેટ્રોલિંગ, વન્યજીવોના સંરક્ષણ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ આપવા માટે વાહન સુવિધા મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકાર વન સંપદાના સંરક્ષણ અને આધુનિક સુવિધાઓના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ…

Read More

વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વલસાડ- ડાંગમાં ૧૩ દુકાન-હોટલમાંથી હલકી કક્ષાની ખાદ્ય સામગ્રી મળી આવી

હિન્દ ન્યુઝ, વલસાડ    વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વલસાડ-ડાંગમાં આવેલી હોટલો તથા રેસ્ટોરેન્ટ, ખાણી પીણી દુકાનો, તથા ડેરીઓની તપાસણી કરી ખાદ્ય સામગ્રીના નમુના લેવામાં આવ્યા હતા. જેમાંથી ૧૩ નમુના નાપાસ થતા હવે તમામને નોટિસ ફટકારી તેઓ સામે એડ્જ્યુડીકેટીંગ કેસ (નિવાસી અધિક કલેકટરશ્રીની કોર્ટમાં કેસ) દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી આશિષ આર. વળવીના જણાવ્યા અનુસાર, વલસાડ અને ડાંગ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ કામગીરી દરમિયાન (૧) વલસાડના ગુંદલાવ જીઆઈડીસી ખાતે આવેલી હોટલ ફલાહમાં લુઝ પનીર,…

Read More

ફરજ સાથે સેવાકાર્યની મહેક

વલસાડ માહિતી કચેરી બની સરકાર અને પ્રજા વચ્ચે મજબૂત સેતુરૂપ, ઉમરગામના અંદાજે ૧૫૦૦થી વધુ પૂર અસરગ્રસ્તો સુધી પહોંચાડી રાહત સામગ્રી હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં વર્ષ ૧૯૬૮ બાદ તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ પડેલા અભૂતપૂર્વ વરસાદ અને વિનાશક પૂરના કારણે ઉમરગામ તાલુકાના અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હતા, જ્યારે કેટલાક પરિવારો આજે પણ કાદવ-કીચડ વચ્ચે મુશ્કેલીભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે. અસરગ્રસ્તોની કરૂણ સ્થિતિ જોઈ કોઈનું પણ હૃદય દ્રવી ઊઠે તેવી પરિસ્થિતિ વચ્ચે અનેક સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ માનવસેવા માટે આગળ…

Read More

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન: વહીવટી તંત્ર દ્વારા રાહત અને સહાયની કામગીરી વેગવંતી

હિન્દ ન્યુઝ, વલસાડ    વલસાડ જિલ્લામાં પ્રવર્તમાન ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે નોંધપાત્ર નુકસાન થયું છે. આ કુદરતી આપત્તિને પહોંચી વળવા અને અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ, રાહત અને સહાય વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.               પ્રાથમિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેશ ડોલ્સ અને ઘરવખરી સહાય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વલસાડ પુર નિયત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તા. 28-07-26 સુધી કેશ ડોલ્સ અંતર્ગત જિલ્લામાં 19613 પરિવારોનો સર્વે કરી તેમાંથી 15505 પરિવારોને રૂપિયા 2.88 કરોડની…

Read More

ડાંગના વાઘમાળ ગામે પશુપાલનથી સમૃદ્ધિનું મોડેલ 

હિન્દ ન્યુઝ, ડાંગ વઘઈ તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ વાઘમાળ ગામ આજે પશુપાલન ક્ષેત્રે પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. વર્ષ 2006થી કાર્યરત મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં હાલમાં 77 પશુપાલકો જોડાયેલા છે અને ગામના 80થી 90 ટકા પરિવારો પશુપાલન સાથે સંકળાયેલા છે. ✅ વર્ષ 2025-26 દરમિયાન 3.51 લાખ લિટર દૂધનું સંપાદન 💰 કુલ આવક ₹1.32 કરોડથી વધુ 📈 દર મહિને સરેરાશ ₹10 લાખથી વધુની આવક પશુપાલક શ્રીમતી લલિતાબેન ભોયે જણાવે છે કે ખેતી સાથે પશુપાલનથી ઘરઆંગણે રોજગારી મળી રહે છે, નિયમિત આવક થાય છે અને બહારગામ મજૂરી માટે જવું પડતું નથી.…

Read More

તા. ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન ડાંગ જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી

નારી વંદન ઉત્સવ – ૨૦૨૬  હિન્દ ન્યુઝ, ડાંગ મહિલાઓના સુરક્ષિત, સ્વાવલંબી, સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણ માટે ડાંગ જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત વિવિધ જનજાગૃતિ અને લોકભાગીદારીના કાર્યક્રમો યોજાશે. ✨ મુખ્ય વિષયો: 🔹 મહિલા સુરક્ષા 🔹 બેટી બચાવો – બેટી પઢાવો 🔹 મહિલા સ્વાવલંબન 🔹 મહિલા નેતૃત્વ વિકાસ 🔹 મહિલા કર્મયોગી 🔹 મહિલા કલ્યાણ 🔹 મહિલા અને બાળ આરોગ્ય 📚 ઉત્સવ દરમિયાન સેમિનાર, આરોગ્ય કેમ્પ, કૌશલ્ય વિકાસ તાલીમ, મહિલા સન્માન, કાનૂની જાગૃતિ, સ્વરોજગાર માર્ગદર્શન તેમજ વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે.   🤝 તમામ મહિલાઓ, કિશોરીઓ, વિદ્યાર્થીઓ, મહિલા મંડળો…

Read More

ડાંગના યુવા પર્વતારોહકને શુભકામનાઓ!

હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના સાહસિક યુવા પર્વતારોહક ભોવાન રાઠોડ હિમાચલ પ્રદેશના ‘માઉન્ટ યુનમ’ શિખર સર કરવાના અભિયાન માટે રવાના થયા. આ અવસરે જિલ્લા કલેક્ટર કચેરી, આહવા ખાતે નિવાસી અધિક કલેક્ટર એચ. એમ. જણકાટે દ્વારા ફ્લેગ-ઓફ આપી તેમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત, સરકારી વિનયન કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી યુવા પર્વતારોહકનું ઉત્સાહવર્ધન કર્યું. 💐 ડાંગની ધરતીના આ સાહસિક યુવાનને અભિયાન માટે હાર્દિક શુભેચ્છાઓ. તેઓ સફળતાપૂર્વક માઉન્ટ યુનમ શિખર સર કરી સમગ્ર ડાંગ અને ગુજરાતનું ગૌરવ…

Read More

ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા વઘઈ-ડુંગરડા-ભેંસકાત્રી માર્ગ પર ‘ઇકોફિક્સ’ પદ્ધતિથી પેચવર્ક કામગીરી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લામાં વરસાદે વિરામ લેતાં જ નાગરિકો અને મુસાફરોની વાહનવ્યવહાર ક્ષેત્રે સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વઘઈ-ડુંગરડા-ભેંસકાત્રી રોડ પર ‘ઇકોફિક્સ’ (કોલ્ડ મિક્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડનું રિપેરિંગ અને પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિભાગ દ્વારા જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર અવિરતપણે રિસ્ટોરેશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

Read More