હિન્દ ન્યુઝ, ગાંધીનગર
આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે ખેડા જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ.
જિલ્લા અને તાલુકાના તમામ સંબધિત અધિકારીઓને વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તૈયારીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું; પૂર સંભવિત વિસ્તારોમાં મેનપાવર, જરૂરી સાધનો સહિતના તમામ રિસોર્સ તૈયાર રાખવા સૂચના.
ખેડા જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની સંભવિત આપદા માટે સજ્જ છે: કલેક્ટર એન.વી.ઉપાધ્યાય
