હિન્દ ન્યુઝ, નવસારી ➡️ NDRFની 06 બટાલિયન અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા 120 નાગરિકોનું પૂરના પાણીમાંથી સફળ રેસ્ક્યૂ; 45 મહિલાઓ, 35 પુરુષો અને 40 બાળકોને સુરક્ષિત બહાર કઢાયા. ➡️ જોખમી વિસ્તારમાં રહેતા 43 નાગરિકોને સલામત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા. ➡️ નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરાઈ.
Read MoreMonth: July 2026
પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓની કરાઈ મરામત
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રોડ-રસ્તાઓને રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે પુરજોશમાં ચાલી રહી છે. પાણી ભરાવાના કારણે, રસ્તાઓને નુકશાન થતા લોકોને અગવડતા ન પડે તે માટે દાહોદ જિલ્લામાં અસર પામેલ માર્ગોની પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સિંગવડ તાલુકાના સિંગાપુર મુનાવણી કાળિયારઈ કિ.મી. ૦/૦ ટુ ૩/૨૦૦ રોડ રસ્તા પર સાઈડ શોલ્ડર માં માટી પુરાણ ની કામગીરી કરવામાં આવી હતી.
Read Moreભારતીય સેનાની સરાહનીય કામગીરી
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના રિંગ રોડ, ટાટા હાઈસ્કૂલ તથા આસપાસના વિસ્તારોમાં પૂરના પાણીમાં ફસાયેલા 63 જેટલાં લોકોનું ભારતીય સેના દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા વિકટ પરિસ્થિતિમાં સેનાના જવાનો દ્વારા રાહત સામગ્રી ઉપરાંત પીવાના શુદ્ધ પાણી અને જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું
Read Moreદાહોદમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની પેચ વર્ક અને રસ્તા ઉપર ભરાયેલ પાણીના નિકાલની કામગીરી કરાઇ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત દાહોદ સંજેલી,પીછોડા,કદવાલ રોડ અને ભાટીવાડા નવાગામ ખાતે રસ્તા ઉપર ભરાયેલ પાણી નિકાળની કામગીરી અને પેચ વર્કની કામગીરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દાહોદ કામગીરી શરૂ કરવામાં આવી છે. જાહેર જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુસર તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની તકનિકી ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરી માર્ગોની નુકસાનગ્રસ્ત સપાટીના મરામતની કામગીરી માટે વેટ મિક્સ વડે પેચવર્કનો આરંભ કરવામાં આવ્યો છે. મશીનરી અને માનવ શક્તિના સંકલિત ઉપયોગ થકી આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ રીતે યુધ્ધના…
Read Moreજામનગર જિલ્લામાં વરસાદના પરિણામે વૃક્ષો ધરાશાયી થતાં માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી માર્ગો વાહનવ્યવહાર માટે ખુલ્લા કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર ચોમાસાની ઋતુ દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાની પરિસ્થિતિમાં વાહનવ્યવહારને અસર ન થાય તે માટે જામનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધ્રોલ-લતીપુર-ટંકારા સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થતાં ધ્રોલ માર્ગ અને મકાન પેટા વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી હતી. માર્ગ પર પડેલા વૃક્ષને ઝડપથી દૂર કરી માર્ગને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. તે જ રીતે, જામનગર-લાલપુર-પોરબંદર સ્ટેટ હાઈવે પર પણ વૃક્ષો ધરાશાયી થતાં જામજોધપુર માર્ગ અને મકાન પેટા…
Read Moreનવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર રાહત સર્વેની કામગીરી શરૂ
હિન્દ ન્યુઝ, નવસારી ➡️ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાનનું સ્થળ પર મૂલ્યાંકન. ➡️ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને વિવિધ વિભાગોની સંયુક્ત ટીમો ગામે-ગામે સર્વેમાં જોડાઈ. ➡️ રહેણાંક મકાનો, ખેતી પાક, પશુધન, દુકાનો અને અન્ય મિલકતોના નુકસાનની વિગતવાર નોંધણી. ➡️ અસરગ્રસ્ત પરિવારોને સરકારના નિયમો મુજબ ઝડપથી સહાય પહોંચાડવા સર્વે હાથ ધરાયો. ➡️ પારદર્શક અને સચોટ મૂલ્યાંકનના આધારે રાહત સહાયનું વિતરણ કરવામાં આવશે. ➡️ સર્વે પૂર્ણ થતાં જ પાત્ર લાભાર્થીઓને નિયમો અનુસાર સહાય ચૂકવવાની પ્રક્રિયાને ગતિ અપાશે
Read Moreવડોદરા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીની સ્થિતિની ધ્યાને લેતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઇ.ઓ. અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને ભારે વરસાદની આગાહીની પૂર્વતૈયારીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઇ.ઓ. અમિત અરોરાએ આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત રાહત અને બચાવ કામગીરી અસરકારક રીતે અમલમાં મૂકવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સરકારશ્રીના “ઝીરો કેઝ્યુલિટી” અભિગમને સાકાર કરવા તાલુકા તથા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ સતત કાર્યરત રાખવા, ડિઝાસ્ટર ચેકલિસ્ટ મુજબ જરૂરી સાધન-સામગ્રીની ચકાસણી કરવા તેમજ ગ્રામ્ય કક્ષાએ તરવૈયાઓ, આપદા મિત્રો અને સરપંચશ્રીઓના સંપર્ક નંબરોની યાદી અદ્યતન રાખવા સૂચના આપી હતી. વધુમાં…
Read Moreડાંગ જિલ્લામાં છેલ્લાં ૧૦ કલાક દરમિયાન સરેરાશ ૩૩.૩૩ મી.મી વરસાદ નોંધાયો
હિન્દ ન્યુઝ, ડાંગ વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે આજરોજ વરસાદનું જોર ધીમું પડ્યું છે. છેલ્લાં ૧૦ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૩૩.૩૩ મી.મી વરસાદ નોંધાયો છે. વરસાદની આ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો અને માર્ગો પર તાત્કાલિક રાહત તથા મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાની સમગ્ર પરિસ્થિત ઉપર કલેક્ટર તેમજ તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ, આજે તા. ૨૪ મી જુલાઈના રોજ સવારે ૬:૦૦…
Read Moreત્વરિત કામગીરી, માર્ગ વાહનવ્યવહાર પૂર્વવત્
હિન્દ ન્યુઝ, પાટણ સરસ્વતી તાલુકાના પાટણ-ડીસા હાઈવે કોઈટા થી ભાટસણ રોડ વચ્ચે પડેલા વૃક્ષ અંગે માહિતી મળતા જ વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી GCBની મદદથી વૃક્ષ દૂર કરવામાં આવ્યું. થોડા જ સમયમાં માર્ગ વાહનવ્યવહાર માટે પુનઃ ખુલ્લો કરવામાં આવ્યો અને મુસાફરોને અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરાયું.
Read Moreઅમદાવાદના ભારે વરસાદથી અસરગ્રસ્ત બોપલ, આંબલી અને ઘુમા સહિતના વિસ્તારોની મુલાકાત લેતા મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રીએ જાતે વરસાદી પાણીમાં ઊતરીને નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને સમગ્ર પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ભારે વરસાદથી અસરગ્રસ્ત બોપલ, આંબલી અને ઘુમા સહિતના વિસ્તારોની મુલાકાત લીધા બાદ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ સહિતના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. મુખ્યમંત્રીએ વરસાદના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ નિવારવા અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા અને રાહત કામગીરી ઝડપી બનાવવા જરૂરી સૂચનાઓ આપી; વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્ય વિષયક…
Read More