દાહોદમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની પેચ વર્ક અને રસ્તા ઉપર ભરાયેલ પાણીના નિકાલની કામગીરી કરાઇ

હિન્દ ન્યુઝ, દાહોદ

    દાહોદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત દાહોદ સંજેલી,પીછોડા,કદવાલ રોડ અને ભાટીવાડા નવાગામ ખાતે રસ્તા ઉપર ભરાયેલ પાણી નિકાળની કામગીરી અને પેચ વર્કની કામગીરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દાહોદ કામગીરી શરૂ કરવામાં આવી છે. 

જાહેર જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુસર તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની તકનિકી ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરી માર્ગોની નુકસાનગ્રસ્ત સપાટીના મરામતની કામગીરી માટે વેટ મિક્સ વડે પેચવર્કનો આરંભ કરવામાં આવ્યો છે. 

મશીનરી અને માનવ શક્તિના સંકલિત ઉપયોગ થકી આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ રીતે યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

Related posts

Leave a Comment