અરેઠ તાલુકાના ચંદનપુર ગામે પાણી પૂરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રૂ.૩૬૦ કરોડના ખર્ચે કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, સુરત      જળસંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ હસ્તે અરેઠ તાલુકાના ચંદનપુર ગામે રૂ.૩૬૦ કરોડના ખર્ચે સાકાર થનાર સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકામાં કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું. યોજનાથી માંગરોળ તાલુકાના ૫ ગામોની ૨૧૮૩.૪૬ હેક્ટર અને માંડવી તાલુકાના ૯ ગામોની ૩૮૮૫.૧૯ હેક્ટર જમીન સહિત કુલ ૬૦૬૮.૬૫ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે કુલ ૧૪ ગામોને સિંચાઈના પાણીનો સીધો લાભ મળશે.            માંગરોળ તાલુકાના નાની નરોલી, ડુંગરી, બોરસદ- દેગડીયા અને ઉમેલાવ…

Read More

જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ બે દિવસીય મિલેટ મહોત્સવ’ અને ‘પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આજે બે દિવસીય મિલેટ મહોત્સવ’ અને ‘પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો.  જૂનાગઢમાં સરદારબાગ ખાતે ઝાંસીની રાણી સર્કલ સામે હવેલી વાડી ખાતે બે દિવસીય મિલેટ મેળામાં ૪૯ જેટલા સ્ટોલ્સના માધ્યમથી વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને આ સ્ટોલ્સના માધ્યમથી જુદા જુદા પરંપરાગત મિલેટ્સમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ – વાનગીઓ ઉપરાંત મિલેટ્સ થતા આરોગ્યના ફાયદાઓને ઉજાગર કરવામાં આવશે. મિલેટ્સ બેઇઝ્ડ રેડી…

Read More

મિલેટ મહોત્સવ : “ધરતીનું સોનું મિલેટ અપનાવો, સ્વસ્થ જીવન મેળવો”

હિન્દ ન્યુઝ, નવસારી       નવસારી મહાનગરપાલિકા આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવા અને વિસરાતા જતાં પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ તેમજ રસાયણમુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે નવસારી મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો છે . નવસારીના ઇટાવાળા રોડ સ્તિથ બી.આર.પાર્ટી પ્લોટ ખાતે આયોજિત વિશેષ પ્રદર્શનને રાજયના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે તથા અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.          …

Read More

છોટાઉદેપુરની નારીએ રચ્યો જળ-ક્રાંતિનો ઈતિહાસ “જ્યાં નારી બને છે જળની રક્ષક, ત્યાં સુરક્ષિત બને છે રાષ્ટ્રનું ભવિષ્ય.”

૨૨ માર્ચ – વિશ્વ જળ દિવસ છોટાઉદેપુર      સમગ્ર વિશ્વમાં ૨૨ માર્ચના રોજ ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૨માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ૨૨ માર્ચને ‘વિશ્વ જળ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેની સૌપ્રથમ ઉજવણી ૧૯૯૩માં થઈ હતી. ત્યારથી આ દિવસ જળ સંરક્ષણ માટેના વૈશ્વિક આંદોલનનું જીવંત પ્રતીક બની ગયો છે. યુનાઈટેડ નેશન્સના નિર્ધારિત લક્ષ્યાંક મુજબ, વર્ષ ૨૦૩૦ સુધીમાં પ્રત્યેક માનવીને ‘સ્વચ્છ પાણી અને સેનિટેશન’ની સુવિધા ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને આ દિવસ વેગ આપે છે.      “જે ગામના પાણીનું સુકાન બહેનોના હાથમાં છે, તે…

Read More

જામનગર ખાતે ‘મિલેટ્સ મહોત્સવ-૨૦૨૬’ નો શુભારંભ કરાવતા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી

હિન્દ ન્યુઝ, જામનગર  હાલના સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા વધારવા અને વિસરાતા જતા પૌષ્ટિક આહાર ‘શ્રી અન્ન’ના મહત્વને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી જામનગર શહેરમાં ૨૧ અને ૨૨ માર્ચના રોજ બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.  મહાનગરપાલિકા ગ્રાઉન્ડ, ઓસવાળ-૩, શ્રીજી હોલ પાછળ યોજાયેલા આ મહોત્સવનો પ્રારંભ ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા મહાનગરપાલિકા કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત કરી મહોત્સવની રૂપરેખા આપવામાં આવી હતી અને પ્રાકૃતિક ખેતી…

Read More

નવસારી જિલ્લાના પ્રભારી સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસ કામો અંગે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, નવસારી       નવસારી જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસ કામો અંગે આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. સચિવ આર્દ્રા અગ્રવાલએ જિલ્લામાં અગાઉ કરેલી મુલાકાત અને નિરીક્ષણ દરમિયાન નોંધાયેલ મુદ્દાઓના અનુસંધાને વિવિધ કામોની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને કામગીરીઓમાં ગુણવત્તાસભર અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.        જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામો, મહત્વના સ્થળોના વિકાસ, આરોગ્ય અને સ્વચ્છતા સંલગ્ન સેવાઓ, ગ્રામ્ય તથા શહેરી આજીવિકા, તેમજ જળ વ્યવસ્થાપન જેવા મહત્વપૂર્ણ…

Read More

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગના આમથવા ગામમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ     ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્લસ્ટર બેઇઝ તાલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સુબીર તાલુકાના ખાંભલા ક્લસ્ટરમાં સમાવિષ્ટ આમથવા ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઇ હતી.  જેમાં પ્રગતિશીલ ખેડુત દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને હાલની પરિસ્થિતિમાં તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત તમામ ખેડુતોને જીવામૃત બનાવવાની પ્રાયોગિક રીતનું નિદર્શન પણ કરાવ્યૂ હતું. જે ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.  આ સાથે જ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની…

Read More

અંજાર તાલુકાના મોડસર ગામે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભુજ     અંજાર તાલુકાના મોડસર ગામ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.    કાર્યક્રમ પ્રસંગે આયોજીત સમારંભમાં સંબોધન કરતાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાગરિકોને ઘર આંગણે પારદર્શી વહીવટ મળે તે માટે કટિબદ્ધ છે. જે અનુસંધાને ગામે ગામ સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેથી લોકોના સમય અને ખર્ચની બચત સાથે તમામ પ્રકારની યોજનાના લાભ લોકોને ઘર બેઠા મળી રહ્યા છે. સરકાર ખુદ લોકો પાસે જઈને સામેથી વિવિધ યોજનાની માહિતી સાથે તેમને…

Read More

ઝાલોદ નગરપાલિકામાં APMC ઝાલોદ અને ગ્રામ્ય કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ઝાલોદ      ઝાલોદ નગરપાલિકામાં APMC ઝાલોદ અને ગ્રામ્ય કક્ષાએ ગરાળું સેજામાં ગરાડુ પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચી શકે તેમજ આંગણવાડીમાંથી આપવામાં આવતા માતૃશક્તિની કીટ ની વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન કિશોરીઓને પૂર્ણા શક્તિ અને ધાત્રી માતાઓને બાલ શક્તિના પેકેટ વિતરણ પણ કરવામાં આવ્યા હતા. icds ની આધાર કીટ ઉપર ૦ થી ૫ વર્ષના બાળકોના નવા આધાર કાર્ડ તેમજ updation ની કામગીરી કરવામાં આવી હતી.

Read More

ચકલી બચાવો અભિયાન

૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ હિન્દ ન્યુઝ, ડાંગ    નાનપણથી આપણે એક વાર્તા જે “એક હતો ચકો અને એક હતી ચકી” સાંભળતા આવ્યા છીએ, ત્યારે ખરેખર આ વાત સાચી ન થઈ જાય, આપણી આવનારી પેઢીઓ માટે ચકલીનો ચીં ચીં અવાજ સાંભળવું દુર્લભ ન બની જાય તે આપણી જવાબદારી છે. એક સમય હતો કે, જ્યારે ચકલી ની ચીં ચીં ના અવાજ થી લોકોની સવાર પડતી હતી. નાનકડી અને વ્હાલી ચકલીનો અવાજ આપણને સવાર થયા નો અહેસાસ કરાવતો.પરંતુ આજે આપણે ચકલીઓના આશિયાનાને વેરવિખેર કરી દીધા છે, અથવા એમ કહીએ કે માનવ જાત…

Read More