ખેડૂતથી સફળ વ્યવસાયી સુધી: નવસારી મિલેટ મહોત્સવે અંબિકા ફાર્મ આઉટલેટને આપી નવી ઓળખ”

હિન્દ ન્યુઝ, નવસારી     ડાંગ જિલ્લાના જામનાપાડા ગામના અંબિકા હળદર ફાર્મ આઉટલેટના બ્રિજેશભાઈ બિરારી માટે ખેતી માત્ર રોજીંદું કામ નહીં, પરંતુ સંસ્કાર અને સંઘર્ષની કહાની છે. કુદરતી પદ્ધતિથી ઉગાડેલા દેશી કઠોળ, ચોખા ,હળદર અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદનોમાં તેમણે હંમેશા ગુણવત્તા જાળવી. ગામની હદોમાં જ સીમિત રહેલી આ મહેનત હવે ધીમે ધીમે નવી દિશા પકડતી જોવા મળી રહી છે.           નવસારી મિલેટ મહોત્સવ જેવા સશક્ત પ્લેટફોર્મના કારણે બ્રિજેશભાઈએ માત્ર ખેતી સુધી મર્યાદિત ન રહી, પરંતુ “અંબિકા પ્રાકૃતિક ફાર્મ આઉટલેટ” દ્વારા પોતાનો વ્યવસાય વિકસાવ્યો છે. આજે તેઓ…

Read More

મિલેટ મહોત્સવ : “ધરતીનું સોનું મિલેટ અપનાવો, સ્વસ્થ જીવન મેળવો”

હિન્દ ન્યુઝ, નવસારી      નવસારી મહાનગરપાલિકા આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવા અને વિસરાતા જતાં પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ તેમજ રસાયણમુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે નવસારી મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો છે . નવસારીના ઇટાવાળા રોડ સ્તિથ બી.આર.પાર્ટી પ્લોટ ખાતે આયોજિત વિશેષ પ્રદર્શનને રાજયના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે તથા અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.            …

Read More

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આંગણવાડી તેડાગર બહેનો માટે ૨ દિવસીય રસોઈ તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ઘટક ૧, ૨ અને ૩માં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આશરે ૧૦૦ આંગણવાડી કેન્દ્રોની તેડાગર બહેનો માટે ૨ દિવસીય રસોઈ શો તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સી.ડી.પી.ઓ. ના માર્ગદર્શન હેઠળ બ્લોક ન્યુટ્રિશન મેનેજર તરીકે ઘટક ૧ માં પારગી રોશનીબેન, ઘટક ૨ માં મોરી વિભૂતિબેન અને ઘટક ૩ માં શેખવા એકતાબેન દ્વારા નોડલ તરીકે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન પોષણ યુક્ત અને સ્વચ્છ ભોજન બનાવવાની પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. ૩ થી ૬ વર્ષના બાળકો તેમજ પોષણ…

Read More

કાલાવડ ભાજપમાં મોટું ગાબડું: દિગ્ગજ પાટીદાર નેતા નાનજીભાઈ ચોવટીયા ‘આપ’માં જોડાયા

હિન્દ ન્યુઝ, કાલાવડ        જામનગર જિલ્લાના કાલાવડ રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. કાલાવડ ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિખવાદના અંતે ભારતીય જનતા પાર્ટીએ પોતાના એક મજબૂત અને દિગ્ગજ પાટીદાર નેતા ગુમાવ્યા છે. કાલાવડ ભાજપના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન નાનજીભાઈ ચોવટીયાએ આજે સત્તાવાર રીતે કેસરિયો ત્યાગી ‘ઝાડુ’ પકડ્યું છે.         કાલાવડ ખાતે આયોજિત આમ આદમી પાર્ટીની ‘પરિવર્તન યાત્રા’ અને વિસાવદર નાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જનસભા દરમિયાન નાનજીભાઈ ચોવટીયાએ આપનો ખેસ ધારણ કર્યો હતો. બહોળી કાર્યકરોની હાજરીમાં ગોપાલ ઇટાલિયાએ તેમનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. ભાજપ…

Read More

ગુજરાત શૈક્ષણિક સંસ્કૃતિક મંચ શિક્ષણ સંસ્કૃતિ નિસબત નું ફોરમ

હિન્દ ન્યુઝ, ધરમપુર      છેલ્લાં પાંચ વર્ષથી યોજાતી શૈક્ષણિક સંગોષ્ઠિ યાત્રા ગુર્જર પ્રદેશના વિવિધ ખૂણાઓને સ્પર્શવા મથામણ કરે છે. પોતાની જાતને જોડીને આપણી સમૃદ્ધિથી આપણા જિજ્ઞાસુઓને રળિયાત કરવાનો મનોરથ હંમેશા સફળ થતો રહ્યો છે.       આવા જ એક પવિત્ર ઉદ્દેશ સાથે,સૌ એક સાથે એક નવું પગલું આદિજાતિ વિસ્તાર વલસાડ જિલ્લા, ધરમપુર તાલુકાના ચાસ માંડવા ગામે સનાતન નિસર્ગધામ ખાતે તેની સંવેદના સ્પર્શવા બે દિવસ સંગોષ્ઠિ -૯ યોજાય હતી.        પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર અને ફોરમ ઍવોર્ડ સમારોહમાં પૂજ્ય શ્રી પંકજભાઈ વ્યાસ( દાદા), શાસ્ત્રી પૂ. શ્રી દિવ્ય…

Read More

સુરત, વલસાડ અને તાપી જિલ્લામાં રૂ.૬૬ કરોડના ખર્ચે વિવિધ નવનિર્મિત પોલીસ સ્ટેશનો અને પોલીસ લાઈનનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યુઝ, સુરત      કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતેથી કુલ રૂ.૬૬ કરોડના ખર્ચે સાકારિત સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી જિલ્લા તેમજ રેલ્વે પોલીસના વિવિધ પ્રકલ્પોનું નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ઇ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કરાયું હતું.    નાયબ મુખ્યમંત્રીએ નવનિર્મિત માંડવી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અનાવલ, તડકેશ્વર અને પાલોદ પોલીસ સ્ટેશન, તાપી જિલ્લામાં નવનિર્મિત સોનગઢ પોલીસ સ્ટેશન, વલસાડ જિલ્લામાં નવનિર્મિત વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન તેમજ પોલીસ લાઈન, વાપી રેલવે પોલીસ સ્ટેશન અને ડુંગરા પોલીસ લાઈનનું ઈ-લોકાર્પણ તથા વ્યારા પોલીસ મુખ્ય મથકમાં નવી…

Read More

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ‘જનજાતીય શોધ પદ્ધતિ અને અભ્યાસક્રમ વિકાસ’ પર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ

હિન્દ ન્યુઝ, નર્મદા     વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગ દ્વારા ‘જનજાતીય અધ્યયનની શોધ પદ્ધતિ અને અભ્યાસક્રમ વિકાસ’ વિષય પર બે દિવસીય નેશનલ વર્કશોપ યોજાયો હતો. કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાના માર્ગદર્શનમાં આયોજિત આ કાર્યશાળામાં દેશભરના નામાંકિત વિદ્વાનોએ જનજાતીય અસ્મિતા, અસ્તિત્વ અને વિકાસના મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી હતી.

Read More

સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટે રાજ્યના કૃષિ, પીવાના પાણી, ઊર્જા અને પર્યટન જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસની નવી દિશા આપી

તા. 22 માર્ચ, વિશ્વ જળ દિવસ હિન્દ ન્યુઝ, નર્મદા      સરદાર સરોવર નર્મદા ડેમનો સૌથી મહત્ત્વપૂર્ણ લાભ પીવાના પાણીની ઉપલબ્ધતા છે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતના લગભગ 10453 ગામ અને 190 શહેરને પીવાનું પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે. ઉપરાંત, રાજસ્થાનના 1,336 ગામ અને 3 શહેરને પણ નર્મદાનું પાણી મળે છે. સરદાર સરોવર ડેમ વીજ ઉત્પાદન માટે પણ મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે તેમજ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે; નર્મદા નદી, ડેમ અને આસપાસનું કુદરતી સૌંદર્ય મળીને આ વિસ્તારને આકર્ષક પર્યટન સ્થળ બનાવે છે. ‘પાણી બચાવવું એટલે ભવિષ્ય…

Read More

राष्ट्रीय मानवाधिकार आयोग का 2 सप्ताह का ऑनलाइन अल्‍पकालिक इंटर्नशिप (ओएसटीआई) कार्यक्रम, मार्च 2026 आज समाप्त हो रहा है

हिन्द न्यूज़, दिल्ली     राष्ट्रीय मानवाधिकार आयोग (एनएचआरसी) द्वारा वर्ष 2026 में आयोजित दूसरा दो सप्ताह का ऑनलाइन अल्पकालिक इंटर्नशिप कार्यक्रम (ओएसटीआई) आज सफलतापूर्वक संपन्न हुआ। विभिन्न शैक्षणिक पृष्ठभूमि से आए विश्वविद्यालय-स्तर के 71 छात्रों ने इसे सफलतापूर्वक पूरा किया। दूरस्थ क्षेत्रों सहित 17 राज्यों और केंद्र शासित प्रदेशों के 1,147 आवेदकों में से इनका चयन किया गया था। चयनित छात्रों में 54 लड़कियां और 17 लड़के थे। राष्ट्रीय मानवाधिकार आयोग के अध्यक्ष न्यायमूर्ति वी. रामासुब्रमणियन ने अपने समापन भाषण में कहा कि इंटर्नशिप कार्यक्रम का उद्देश्य मानवाधिकारों के…

Read More

“વેચાણથી વિશ્વાસ સુધીની સફર: નવસારી મિલેટ મહોત્સવ

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી મહાનગરપાલિકા આંગણે યોજાયેલ બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ ગ્રામ્ય જીવનમાં આશા, આત્મવિશ્વાસ અને નવી ઓળખનું પ્રતિક બની રહ્યું છે. આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારનું મહત્વ ફરીથી સ્થાપિત કરવા અને વિસરાતા જતા પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ને ફરી લોકો સુધી પહોંચાડવા સાથે, આ મહોત્સવે ખેડૂતોને એક એવું વેચાણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જ્યાં તેમની મહેનતને યોગ્ય કિંમત અને ઓળખ બંને મળી રહી છે. ઇટાવાળા રોડ સ્થિત બી.આર. પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો શુભારંભ રાજ્યના મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે થયો…

Read More