તા. 22 માર્ચ, વિશ્વ જળ દિવસ
હિન્દ ન્યુઝ, નર્મદા
સરદાર સરોવર નર્મદા ડેમનો સૌથી મહત્ત્વપૂર્ણ લાભ પીવાના પાણીની ઉપલબ્ધતા છે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતના લગભગ 10453 ગામ અને 190 શહેરને પીવાનું પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે. ઉપરાંત, રાજસ્થાનના 1,336 ગામ અને 3 શહેરને પણ નર્મદાનું પાણી મળે છે.
સરદાર સરોવર ડેમ વીજ ઉત્પાદન માટે પણ મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે તેમજ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે; નર્મદા નદી, ડેમ અને આસપાસનું કુદરતી સૌંદર્ય મળીને આ વિસ્તારને આકર્ષક પર્યટન સ્થળ બનાવે છે.
‘પાણી બચાવવું એટલે ભવિષ્ય બચાવવું’ સરદાર સરોવર ડેમ આ સંદેશનું જીવંત પ્રતિક બનીને ગુજરાતના વિકાસને સતત નવી શક્તિ પૂરી પાડે છે.
