હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાની ભાતિગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાના આગમન સાથે જ, ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તથા તેના સૂચારુ આયોજન-વ્યવસ્થા બાબતે તૈયારીઓ આરંભી દીધી છે. આ મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે ત્યારે, મેળાના આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના વડપણ હેઠળ જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લા વહીવટી તંત્રની સફાઇ અને સેનિટેશન વ્યવસ્થા અંગેની સમિતિ દ્વારા મેળામાં સ્વચ્છતાં જળવાઇ રહે તે માટે ગ્રામ પંચાયતના સહયોગથી વિવિધ ટીમો બનાવી દેવામાં…
Read MoreDay: February 24, 2026
આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવિટીને વધુ સુદૃઢ બનાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા જિલ્લાના 11 જેટલા ગામોના 18 હજારથી વધુ લોકોને જિલ્લા-તાલુકા મુખ્ય મથક સાથેની અવર-જવરની સગવડતા આપવા નર્મદા જિલ્લામાં 2 નવા પૂલોના નિર્માણ માટે ₹302.40 કરોડના કામોની મંજૂરી આપી. નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પૂલ માટે ₹123.13 કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પૂલ માટે ₹179.27 કરોડ મંજૂર. નર્મદા જિલ્લામાં આ બે પૂલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામજનોને પણ અવર-જવર માટે સુગમતા રહેશે તથા આ વિસ્તારમાંથી શાળા-કોલેજોમાં અભ્યાસ માટે…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવીટી વધુ સુદ્રઢ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય
હિન્દ ન્યુઝ, જૂનાગઢ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની સરળ કનેક્ટિવીટી માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર નર્મદા જિલ્લામાં ૨ નવા પૂલોના નિર્માણ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. તદનુસાર, નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પૂલ માટે ૧૨૩.૧૩ કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પૂલ માટે ૧૭૯.૨૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આદિજાતિ ક્ષેત્ર નર્મદા જિલ્લામાં આ બે પૂલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ…
Read More“એક ભારત શ્રેષ્ઠ ભારત” વિષય પર એક ભવ્ય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંલગ્ન જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી આર્ટ્સ કોલેજના IQAC વિભાગ દ્વારા તાજેતરમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત” વિષય પર એક ભવ્ય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) ના આર્થિક સહયોગથી તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ આયોજિત આ સેમિનારમાં વિવિધ કોલેજોના આચાર્યો, અધ્યાપકો અને આશરે ૩૦૦ જેટલા પ્રતિભાગીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રાષ્ટ્રીય એકતાના મંત્રને ગુંજતો કર્યો હતો. સેમિનારના મુખ્ય વક્તા તરીકે રાજસ્થાન વિદ્યાપીઠ, ઉદયપુરના કુલાધિપતિ પ્રો. ડૉ. બળવંત જાનીએ ભારતીય જ્ઞાન પરંપરા અને બંધારણીય પાસાઓ દ્વારા રાષ્ટ્રને એકસૂત્રે બાંધતા…
Read Moreનવસારીમાં ભક્તિ અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ :ઉનાઈ ઉત્સવ–૨૦૨૬ ભવ્ય રીતે ઉજવાયો
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિર ખાતે તા.૨૨/૦૨/૨૦૨૬થી તા.૨૩/૦૨/૨૦૨૬ દરમ્યાન “ઉનાઈ ઉત્સવ ૨૦૨૫-૨૬”નો ભવ્ય બે-દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ ભક્તિભાવ અને લોકસંસ્કૃતિના અનોખા સમન્વય સાથે ઉજવાયો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર નવસારીના સંયુક્ત આયોજનથી સમગ્ર પરિસર ભક્તિમય અને ઉત્સવમય બની ગયું હતું. પ્રથમ દિવસે સવારે માતાજીના પાટોત્સવ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં નાસિક ઢોલના ગર્જતા નાદ સાથે મણિયારો રાસ, ડાંગી નૃત્ય, ઘેરીયા , કાહળી, તારપા, માદળ ઢોડીયા સહિત વિવિધ લોકનૃત્યોની ઝળહળતી ઝાંખીએ…
Read Moreનગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે CIN સંસ્થા વડોદરા દ્વારા સગર્ભા માતાઓની તપાસ
હિન્દ ન્યુઝ, દાહોદ આજ રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડોદરાની CIN સંસ્થાના સહયોગથી નિષ્ણાત ગાયનોકોલોજિસ્ટ તબીબ દ્વારા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન 40થી વધુ સગર્ભા માતાઓની ગર્ભ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત કિશોરીઓની પણ તપાસ કરી તેમને જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન તમામ લાભાર્થીઓની હિમોગ્લોબિન તપાસ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાયનોકોલોજિસ્ટ તબીબ, નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આરોગ્ય સ્ટાફ, સગર્ભા માતાઓ તથા કિશોરીઓ ઉપસ્થિત…
Read More‘યુથ એસેમ્બલી કાર્યક્રમ ૨૦૨૫-૨૬’માં ભાગ લેવા ઈચ્છુકોએ તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ જમા કરાવવું
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫-૨૬ યોજાશે. રાજ્યના યુવક-યુવતીઓને લોકશાહી શાસન વ્યવસ્થાનું અને મતદાનનું મહત્વ સમજાવવા તેમજ ચૂંટણી વ્યવસ્થા વિષે માહિગાર કરવાના હેતુસર રાજ્યના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં ‘યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫-૨૬’ યોજાશે. પ્રથમ તબક્કામાં સુરત જિલ્લાની બેઠક દીઠ ચાર વિધાનસભામાં સ્પર્ધામાં યોજાશે. જેમાંથી વિજેતા થનાર ત્રણ સ્પર્ધકો જિલ્લાકક્ષાએ અને તેમાં પ્રથમ ક્રમ મેળવનાર સ્પર્ધક રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક…
Read Moreભારતીય સેનામાં અગ્નિવીરની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ કરવા અનુરોધ
હિન્દ ન્યુઝ, સુરત આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ, જામનગર દ્વારા અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે ફ્ક્ત અપરણિત પુરૂષ ઉમેદવારો માટે ભારતીય સેનામાં અગ્નીવીરની વિવિધ જગ્યાઓ માટે તા.૧/૪/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનીકલ, અગ્નિવીર (ઓફીસ ક્લાર્ક, સ્ટોર કીપર, ટેકનીકલ), અગ્નિવીર ટ્રેડસમેન જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા ૧૭.૫ થી ૨૨ વર્ષ વચ્ચે હોવી જોઈએ. વધુ વિગતો વેબસાઇટ www.joinindianarmy.nic.in પરથી મેળવી શકાશે.
Read Moreહોળી ધૂળેટી આઈ રે… આદિવાસી વેલા આવો…કેસુડાં મંગાવો રે.. ઢેબરા બનાવો રે…
હિન્દ ન્યુઝ, સુરત આગામી હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને સુરત એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારો થાય તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો આપતા સુરત એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને પંચમહાલ જિલ્લાના શ્રમિકો અને નાગરિકો જેઓ રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયા છે, તેઓ પોતાના વતનમાં હોળીનો તહેવાર ઉજવી શકે તે માટે નિગમ દ્વારા આગામી તા.૨૭ ફેબ્રુઆરી થી તા.૨જી માર્ચ દરમિયાન વિશેષ બસો દોડાવવામાં આવશે. આ વર્ષે સુરત ડિવિઝન દ્વારા કુલ ૫૭૦…
Read Moreમાંડવીના સરકુઈ ખાતે બે દિવસીય મહિલા પશુપાલકો માટે તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, માંડવી માંડવી તાલુકાના સરકુઈ ગામે પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “ સફળ પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ- એક જરૂરિયાત” વિષય પર બે દિવસીય મહિલા પશુપાલક તાલીમ યોજાઈ હતી. કામધેનુ યુનિવર્સિટી હેઠળ કાર્યરત પશુ વિજ્ઞાન કેન્દ્ર, માંડવી તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આયોજીત શિબિરના પ્રથમ દિવસે સુરતી બફેલો ફાર્મ, વ્યારાથી ઉપસ્થિત ડૉ. એમ.એ.કટારિયાએ પશુઓના નિભાવ, ગાભણ અવસ્થા, દૂધ ઉત્પાદન તેમજ નવજાત બચ્ચાઓમાં આહાર વ્યવસ્થાપન, નફાકારક પશુપાલન, નવજાત બચ્ચાઓની કાળજી અંગે વિસ્તૃત વિગતો આપી હતી. પશુ વિજ્ઞાન કેન્દ્ર,માંડવીના ડૉ. એસ. એમ. પ્રજાપતિએ ઉપસ્થિત…
Read More

