ભારતીય સેનામાં અગ્નિવીરની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, સુરત

     આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ, જામનગર દ્વારા અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે ફ્ક્ત અપરણિત પુરૂષ ઉમેદવારો માટે ભારતીય સેનામાં અગ્નીવીરની વિવિધ જગ્યાઓ માટે તા.૧/૪/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનીકલ, અગ્નિવીર (ઓફીસ ક્લાર્ક, સ્ટોર કીપર, ટેકનીકલ), અગ્નિવીર ટ્રેડસમેન જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા ૧૭.૫ થી ૨૨ વર્ષ વચ્ચે હોવી જોઈએ. વધુ વિગતો વેબસાઇટ www.joinindianarmy.nic.in પરથી મેળવી શકાશે.

Related posts

Leave a Comment