માંડવીના સરકુઈ ખાતે બે દિવસીય મહિલા પશુપાલકો માટે તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, માંડવી

    માંડવી તાલુકાના સરકુઈ ગામે પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “ સફળ પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ- એક જરૂરિયાત” વિષય પર બે દિવસીય મહિલા પશુપાલક તાલીમ યોજાઈ હતી. 

          કામધેનુ યુનિવર્સિટી હેઠળ કાર્યરત પશુ વિજ્ઞાન કેન્દ્ર, માંડવી તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આયોજીત શિબિરના પ્રથમ દિવસે સુરતી બફેલો ફાર્મ, વ્યારાથી ઉપસ્થિત ડૉ. એમ.એ.કટારિયાએ પશુઓના નિભાવ, ગાભણ અવસ્થા, દૂધ ઉત્પાદન તેમજ નવજાત બચ્ચાઓમાં આહાર વ્યવસ્થાપન, નફાકારક પશુપાલન, નવજાત બચ્ચાઓની કાળજી અંગે વિસ્તૃત વિગતો આપી હતી. પશુ વિજ્ઞાન કેન્દ્ર,માંડવીના ડૉ. એસ. એમ. પ્રજાપતિએ ઉપસ્થિત બહેનોને પશુઓમાં સારા સ્વાસ્થ્યની જાળવણી માટે કૃમિ નિવારણ, રસીકરણ અને વિવિધ ઘરગથ્થું ઉપચારો તથા સ્વચ્છ દુધ ઉત્પાદન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પશુ વિજ્ઞાન કેન્દ્ર, માંડવી દ્વારા પશુપાલકોના સર્વાંગી વિકાસ તથા પ્રાણી કલ્યાણ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Related posts

Leave a Comment