૨૫મીએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશે

હિન્દ ન્યુઝ, સુરત      લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ ફેબ્રુઆરી મહિનાનો ‘‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’’ ૨૫/૦૨/૨૦૨૬એ અને ‘‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’’ તા.૨૬/૦૨/૨૦૨૬ એ યોજાશે. તા.૨૫મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટર કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે.

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણની દૂરંદેશીતાએ છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક ઓળખ અપાવી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણની દૂરંદેશીતાના પરિણામે કચ્છના છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં (રામસર સાઇટ)સ્થાન મળ્યું છે. છારીઢાંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ (આંતરરાષ્ટ્રીય મહત્વનું ધરાવતો જળપ્લાવિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવ્યું અને એ સાથે જ ભારતની જળપ્લાવિત વિસ્તારોનાં સંરક્ષણની યાત્રામાં નવું છોગુ ઉમેરાયું.  આજરોજ વન વિભાગ તરફથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને છારીઢાંઢને મળેલા વૈશ્વિક રામસર સાઇટનાં પ્રમાણપત્રને વિધિવત રીતે અર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ…

Read More

સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત ઉપક્રમે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન, છોટાઉદેપુર ખાતે સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.   આ પ્રસંગે સાંસદશ્રી જશુભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિજાતિ સમાજના કારીગરો, નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આવી યોજનાઓનો લાભ લઈને આદિજાતિ યુવાઓ અને મહિલાઓ આત્મનિર્ભર બની શકે છે.  આ સેમિનારમાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના કાર્યપાલક નિયામક સી.બી. બલાત (IAS) દ્વારા…

Read More

આહવા તાલુકાના શામગહાન ગામે પ્રગતિશીલ ખેડુત દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજી કૃષિના પાંચ આયામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું

હિન્દ ન્યુઝ, આહવા       ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ શામગહાન ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રચાર-પ્રસાર અર્થે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના પ્રગતિશીલ ખેડૂતોને રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સમજાવી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન પ્રગતિશીલ ખેડુત યશંવતભાઇ સહારે દ્વારા પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો અને તેના પાંચ મુખ્ય આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને જીવાત નિયંત્રણ વિશે સવિસ્તાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વધુમાં ખેડૂતોને જમીનની…

Read More

वैशाली जिले के गोरौल प्रखंड अंतर्गत सोंधोगाछी पंचायत में घटित एक संवेदनशील घटना के संबंध में राज्य महादलित आयोग अध्यक्ष मनोज कुमार

हिन्द न्यूज़, बिहार       एवं आयोग के अन्य चार सदस्यों द्वारा घटनास्थल का दौरा किया गया। यह दौरा गत 29 जनवरी 2026 को झपसी देवी की मृत्यु के उपरांत चौराहे पर दाह-संस्कार किए जाने की घटना की वास्तविक स्थिति की जानकारी लेने तथा पीड़ित परिवार एवं स्थानीय लोगों से संवाद के उद्देश्य से किया गया। दौरे के दौरान अध्यक्ष मनोज कुमार ने बताया कि घटना के प्रकाश में आने के बाद राज्य सरकार द्वारा इसे गंभीरता से संज्ञान में लिया गया है। इसके जांच हेतु राज्य महादलित आयोग को…

Read More

લીમખેડા તાલુકાની ઘટક ૨ ની મોટા હાથીધરા-૨ આંગણવાડી કેન્દ્રનો ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ અંતર્ગત કાયાકલ્પ

હિન્દ ન્યુઝ, લીમખેડા     રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની મોટાહાથીધરા ૨ આંગણવાડી કેન્દ્ર ખાતે નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ બનાવવાનો છે.આંગણવાડી કેન્દ્રમાં અંદાજે રૂ. ૮,૫૦૦/- ના ખર્ચે આંગણવાડીનું રંગરોગાન (કલરકામ) તેમજ જરૂરી નાના-મોટા સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ નવીનીકરણ દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે વધુ સુદ્રઢ માળખાકીય સુવિધાઓ અને પ્રોત્સાહક વાતાવરણ મળી રહેશે.

Read More

દાહોદ જિલ્લામાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ-૨૬’નો પ્રારંભ: ૧૯૬૩ કેન્દ્રોનો થશે કાયાકલ્પ

હિન્દ ન્યુઝ, દાહોદ      રાજ્ય સરકાર દ્વારા આઇ.સી.ડી.એસ યોજના અંતર્ગત કાર્યરત આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત અને આકર્ષક બનાવવા સમગ્ર રાજ્યમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ-૨૬” હાથ ધરવામાં આવેલ છે. આ ઝુંબેશનો હેતુ આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધામાં સુધારા દ્વારા સર્વાંગી મજબૂતી તથા સોંદર્યકરણ સુનિશ્ચિત કરવાનો છે, જેથી બાળકોને સ્વચ્છ, સુરક્ષિત અને બાળ મૈત્રીપૂર્ણ કલરફુલ વાતાવરણમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફીસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ ૨૧ ઘટકોના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીઓના કેન્દ્ર દીઠ રાજયકક્ષાએથી…

Read More

આંગણવાડી કેન્દ્રો એ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) નો આધારસ્તંભ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ         જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં કાર્યરત કુલ-૧૪૦ આંગણવાડી કેન્દ્રો પૈકી પોતાના મકાન ધરાવતા કુલ-૯૪ આંગણવાડી કેન્દ્રોમાં આ ઝુંબેશ અંતર્ગત રંગકામ, નાના-મોટા સમારકામ, અંદર-બહાર સ્વચ્છતા અને સૌંદર્ષીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી આંગણવાડી કેન્દ્રોના ભૌતિક માળખાને મજબૂત બને અને બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું થાય. આંગણવાડી કેન્દ્રો એ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) નો આધારસ્તંભ છે. બાળકોને પોષણ, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને માતૃત્વ સહાય જેવી સેવાઓ વધુ અસરકારક રીતે મળી રહે તે માટે આ કેન્દ્રોની ભૌતિક માળખાકીય સુવિધાઓ મજબૂત કરવી અનિવાર્ય છે. આ ઝુંબેશમાં સરકારી ગ્રાન્ટ…

Read More

દેવગઢ બારીયાના રામા ગામે પ્રાકૃતિક કરતા ખેડૂતશ્રી બુધાભાઈ બારીયાના ખેતરની મુલાકાતે આવ્યા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

હિન્દ ન્યુઝ, દાહોદ દેવગઢ બારિયા તાલુકાના રામા ગામના ખેડૂત શ્રી બુધાભાઈ બારીયા ૨૦૧૬માં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ વિવિધ જગ્યાએ તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરી હતી. આજે તેમનું ખેતર એક મોડલ ફાર્મ તરીકે ઓળખાય છે ત્યારે આસપાસના ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ લેવા આવે છે સાથે તેઓને તેમની પત્ની નીતાબેન બારીયા કૃષિ સખી તરીકે આસપાસના ત્રણ ગામોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમો આપી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળી રહ્યા છે. જાસુડા ફળિયા પ્રાથમિક શાળાના બાળકોએ ખેડૂત શ્રી બુધાભાઈ બારીયા અને તેમની પત્ની નીતાબેન બારીયાના પ્રયત્નોથી પ્રાકૃતિક ખેતીનો…

Read More

દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને ભારત સરકારનું સાહસ ભારતીય કુત્રિમ અંગ નિમાર્ણ નિગમ (એલીમ્કો) દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓ માટે ચકાસણી કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારત સરકારનું સાહસ ભારતીય કુત્રિમ અંગ નિમાર્ણ નિગમ (એલીમ્કો) દ્વારા IOCL GSOની CSR યોજના હેઠળ દિવ્યાંગજનોના લાભ હેતું દિવ્યાંગતાના અલગ-અલગ પ્રકારના દિવ્યાંગ લાભાર્થીઓ માટે ચકાસણી કેમ્પનું આયોજન તારીખ:-૧૧/૦૨/૨૦૨૬ના રોજ સમય સવારે-૦૮ કલાકે સ્થળ :- BLIND WELFARE COUNCIL, પંચમુખી હનુમાન મંદિર સામે, મંડાવાવ રોડ દાહોદ ખાતે રાખવામાં આવેલ છે.  દાહોદ જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓ કે જે રાજ્ય સરકારની યોજનામાં અગાઉ ૫ વર્ષ પહેલા લાભ લીધેલ હોય અથવા નાણાંકીય વર્ષ-૨૦૨૦-૨૧ થી વર્ષ-૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર કે ભારત સરકારની દિવ્યાંગ સાધન સહાય યોજનામાં લાભ લિધેલ…

Read More