દાહોદ જિલ્લામાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ-૨૬’નો પ્રારંભ: ૧૯૬૩ કેન્દ્રોનો થશે કાયાકલ્પ

હિન્દ ન્યુઝ, દાહોદ

     રાજ્ય સરકાર દ્વારા આઇ.સી.ડી.એસ યોજના અંતર્ગત કાર્યરત આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત અને આકર્ષક બનાવવા સમગ્ર રાજ્યમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ-૨૬” હાથ ધરવામાં આવેલ છે. આ ઝુંબેશનો હેતુ આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધામાં સુધારા દ્વારા સર્વાંગી મજબૂતી તથા સોંદર્યકરણ સુનિશ્ચિત કરવાનો છે, જેથી બાળકોને સ્વચ્છ, સુરક્ષિત અને બાળ મૈત્રીપૂર્ણ કલરફુલ વાતાવરણમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફીસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ ૨૧ ઘટકોના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીઓના કેન્દ્ર દીઠ રાજયકક્ષાએથી ફાળવેલ મેન્ટેન્સ અને રીનોવેશન તથા નાના મોટા સમારકામ માટેની ગ્રાન્ટ અને જિલ્લા કક્ષાની વિવિધ યોજનાની ગ્રાન્ટમાંથી આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત અને આકર્ષક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

આ ઝુંબેશ હેઠળ બાળકોની સલામતી અને સુખાકારીને ધ્યાને લઇ આંગણવાડી કેન્દ્રોની સ્વચ્છતા, રંગરોગાન, નાનુ-મોટુ સમારકામ, આકર્ષક ચિત્રો, ચાઇના મોજેક, નવા શૌચાલય, આંગણવાડી ફરતે દિવાલ, બારી-બારણાની જાળી વિગેરે જેવી પાયાની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. સરકારનો માળખાકીય સુવિધામાં સુધારા દ્વારા સર્વાગી મજબુતી તથા સોંદર્યકરણના મુખ્ય હેતુ દ્વારા બાળકોને આંગણવાડી કેન્દ્ર ખાતે મૈત્રીપૂર્ણ કલરફુલ વાતાવરણમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ હસતા-રમતા પૂર્ણ કરે તે માટે દાહોદ આઇ.સી.ડી.એસ ટીમ સતત કાર્યરત છે. 

Related posts

Leave a Comment