હિન્દ ન્યુઝ, સુરત ‘અનેક જગ્યાએથી મળેલી નિષ્ફળતા બાદ સુરતનાં હિમોફિલિયા સેન્ટરે લાખોની સારવાર વિનામૂલ્યે કરી નવજીવન આપ્યું છે” આ શબ્દો છે મહારાષ્ટ્ર-મુંબઈના નાલાસોપારાના ૪૫ વર્ષીય સેમ્સન એડ્રુ રોડ્રિક્સના. ખાનગી હોસ્પિટલમાં થતી રૂ.૮૦ લાખથી વધુની સારવાર નવી સિવિલના હિમોફિલિયા કેર સેન્ટરે નિ:શુલ્ક કરી મુંબઈના આ સિવિયર હિમોફિલીયાના દર્દીને સ્વસ્થ કર્યા હતા. સિવિયર હિમોફિલિયા ટાઈપ-એ ની સાથે હાઈ ટાઈટર ઇનહિબિટરના દર્દી સેમસન એન્ડ્રુ રોડ્રિક્સ ઘણાં વર્ષોથી જમણા પગના ઘૂંટણનાં દુ:ખાવાથી પીડિત હતાં. લાંબા સમયથી તેમણે શારીરિક સમસ્યા માટે પૂણે અને મુંબઈના અનેક ડોકટરો અને હોસ્પિટલોમાં સારવાર…
Read MoreMonth: February 2026
ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધી’ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત ‘પત્રકારત્વની વિસ્તરતી ક્ષિતિજો. ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધી’ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું. આ સેમિનારમાં ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધીના પત્રકારત્વના બદલાતા પ્રવાહો વિશે વરિષ્ઠ તજ્જ્ઞોએ માર્ગદર્શન આપ્યું, સાથે જ પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે વિશેષ સંવાદનું આયોજન કરાયું. કન્ટેન્ટ ઈઝ કિંગ; તમારું કન્ટેન્ટ મજબૂત હશે તો જ તમે સ્પર્ધામાં ટકી શકશો – નરેશ દવે, વરિષ્ઠ પત્રકાર અને મીડિયા તજજ્ઞ માધ્યમ ભલે બદલાય પરંતુ, કન્ટેન્ટની ગુણવત્તા અને…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કેન્દ્રીય બજેટ અંગે પત્રકાર પરિષદ યોજાયો
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટ 2026ને ત્રણ મુખ્ય કર્તવ્યોના આધારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણ માટેની મજબૂત પીઠિકા તૈયાર કરનારું બજેટ ગણાવ્યું. આર્થિક વૃદ્ધિને વેગ આપીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, લોકોની અપેક્ષા પૂર્ણ કરીને કેપેસિટી બિલ્ડીંગથી દેશની સમૃદ્ધિમાં સક્રિય જનભાગીદારી અને સૌના સાથ સૌના વિકાસને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા આ બજેટમાં પ્રતિબિંબિત થઈ છે : મુખ્યમંત્રી ગુજરાત આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા સજ્જ થયું છે તેને બજેટમાં જાહેર થયેલા ખેલો ઇન્ડિયા મિશન કાર્યક્રમથી વધુ પ્રેરણા અને બળ મળશે એમ પણ મુખ્યમંત્રી ઉમેર્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, નાણા…
Read Moreવેસ્ટમાંથી બેસ્ટના સર્જક અને રાજ્યશ્રમભૂષણ પ્રકાશભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર કહેવાય છે કે ‘અનુભવ એ સૌથી મોટી પાઠશાળા છે.’ આ વાક્યને ગાંધીનગરના ખાત્રજ સ્થિત અરવિંદ લિમિટેડ કંપનીના કર્મનિષ્ઠ શ્રમયોગી પ્રકાશભાઈ પરષોત્તમભાઈ પટેલે સાર્થક કરી બતાવ્યું છે. ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં ૨૦ વર્ષના લાંબા અનુભવના ભાથા સાથે તેમણે કંપનીને માત્ર આર્થિક નફો જ નથી કરાવ્યો, પરંતુ પર્યાવરણના જતનમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. સામાન્ય રીતે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં કાચા માલનો બગાડ એક મોટી સમસ્યા ગણાય છે. પ્રકાશભાઈએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી આ વેસ્ટેજને અટકાવવા માટે ‘રાઈટ એંગલ સિસ્ટમ’ વિકસાવી. તેમણે આખી પ્રક્રિયાને તેમના સ્ટાફ અને કંપનીના સહયોગ થકી ડિજિટલ…
Read Moreકપડવંજના નાગરિકોને મળ્યું સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યનું મજબૂત વચન
હિન્દ ન્યુઝ, ખેડા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કપડવંજ શહેરને આરોગ્ય ક્ષેત્રે સ્વસ્થ અને સુરક્ષિત જીવનની ભેટ આપી. આજે કપડવંજમાં રૂ. ૬.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા રૂ. ૧ કરોડના ખર્ચે નિર્મિત નવી આયુર્વેદિક હોસ્પિટલનું મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આધુનિક મેડિકલ સુવિધાઓ અને આયુર્વેદિક ઉપચારનો અહીં અનોખો સંગમ સર્જાયો છે. આ નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રથી કપડવંજ અર્બન તેમજ આસપાસના અંતિસર, આંત્રોલી, મોટી ઝેર, નિરમાલી, સોરણા, તોરણા, ભુગળીયા, વઘાસ સહિતના ૨.૭ લાખથી વધુ નાગરિકોને ૨૪×૭ ઈમરજન્સી સારવાર, ડાયાલિસિસ, ગાયનેક, ડીલીવરી, લેબોરેટરી, એક્સ-રે, ફિઝીયોથેરાપી સહિતની…
Read Moreખમીરવંતા ખેડા જિલ્લાના વિકાસના પથ પર નવું સોપાન ઉમેરાયું
હિન્દ ન્યુઝ, ખેડા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે સર્વાંગી વિકાસ માટે ₹૩૪૮ કરોડથી વધુ રકમના 31 વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી નવરચિત ફાગવેલ તાલુકાનો શુભારંભ કરાવ્યો વહીવટી કાર્યક્ષેત્રને વેગ આપવા માટે તાલુકા સેવા સદન હેતુ જમીન ફાળવણીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી; આગામી એક વર્ષના ટૂંકા ગાળામાં જ સ્થાનિક નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ છત નીચે પૂરી પાડતી અત્યાધુનિક કચેરીની સુવિધા ઉપલબ્ધ થશે નવરચિત ફાગવેલ તાલુકામાં સિંચાઈ, પાણી પુરવઠા અને ગ્રામીણ માળખાગત સુવિધા અંતર્ગત કરવામાં આવેલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી ખેડા…
Read Moreકપડવંજના નાગરિકોને સ્વસ્થ ભવિષ્યની ભેટ
હિન્દ ન્યુઝ, ખેડા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ₹6.5 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અને ₹1 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઈનડોર મેડિકલ ઓપીડી, ગાયનેક ઓપીડી, ફિઝીયોથેરાપી, ડાયાલિસીસ, લેબોરેટરી, એક્સ-રે, એચ.આઈ.વી સહિતના જાતીય રોગની તપાસ અને 24*7 કલાક ઈમરજન્સી સારવાર મળી રહેશે. આ સુવિધાઓથી કપડવંજ શહેર સહિત આસપાસના 2.7 લાખથી વધુ નાગરિકોને હવે નિષ્ણાત તબીબોની સેવાઓની સાથે-સાથે પંચકર્મ જેવી પરંપરાગત સારવાર ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે; રાજ્ય સરકારની આ પહેલ અંતરિયાળ વિસ્તારોમાં ‘સ્વસ્થ ગુજરાત’ના સંકલ્પને વધુ સુદ્રઢ…
Read Moreમહાશિવરાત્રીના પ્રથમ દિવસે સાંજના ૭ કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શ્રી ભવનાથ મંદિર સુધીની ડમરૂ યાત્રા યોજાશે
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રીના મેળાનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ જળવાઈ રહે તે રીતે અને આ મહામેળાની શાનમાં વધારો કરવા પ્રથમ વાર ભવ્ય ડમરૂ યાત્રા યોજાશે, આ ડમરૂ યાત્રામાં દૂરસુદૂરથી પધારેલા સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોના આગમનના વધામણા અને સ્વાગત કરવા માટે જૂનાગઢના સર્વ સમાજના લોકો જોડાશે, સાથે જ સર્વ સમાજની દીકરીઓ માથે કળશ લઇ સાધુ-સંતોનું વિશેષ સ્વાગત કરશે. આ ડમરૂ યાત્રામાં સર્વ સમાજના લોકો સહભાગી બને તે માટે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, આ…
Read Moreડભોડા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન ના પતિ કિરણભાઈ સોલંકી ની પ્રશંશનીય કામગીરી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ડભોડા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગુડા) ના ફોર્મ ભરવામાં ભગીરથ કાર્યકર્તા કિરણભાઈ બી. સોલંકી ઉર્ફે લોગીભાઈ તાજેતરમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ના ગુડા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા. જેમાં ડભોડા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન ના પતિ કિરણભાઈ સોલંકી લોગીભાઈ ના નામથી ખૂબ જ જાણીતા છે. જેઓ એ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે કિરણભાઈ સોલંકી એ ગામના જાગૃત નાગરિક તરીકે તમામ ફોર્મ જાતે તપાસ કરી વધતા ખૂટતા ડોક્યુમેન્ટની ચકાસણી કરી ઓરજદારોને કોઈપણ જાતની કોઈપણ જાતની…
Read Moreદાહોદમાં મશરૂમ અને સ્ટ્રોબેરીની ખેતી કરી વાર્ષિક ૪ લાખથી વધુની આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત સુથાર ચંદ્રસિંહ
હિન્દ ન્યુઝ, દાહોદ લીમખેડા તાલુકાના માંડલી ગામના ખેડૂત સુથાર ચંદ્રસિંહભાઈ વર્ષ ૨૦૧૬ માં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી. ૨૦૧૬/૧૭ માં આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી તાલીમ સાથે જ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ તેઓએ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના ખેતર એટલે કે, હરિયાણાના પાણીપતમાં ૭ દિવસીય તાલીમ લીધી ત્યારબાદ તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. આજે તેઓ પ્રાકૃતિક ખેતીમાં ઋતુ પ્રમાણે અનાજ, શાકભાજી, કઠોળ, મશરૂમ, સ્ટ્રોબેરી સહિતની ખેતી કરે છે. આ ખેતીમાં તેઓ વાર્ષિક ૦૪ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે.…
Read More