મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કેન્દ્રીય બજેટ અંગે પત્રકાર પરિષદ યોજાયો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટ 2026ને ત્રણ મુખ્ય કર્તવ્યોના આધારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણ માટેની મજબૂત પીઠિકા તૈયાર કરનારું બજેટ ગણાવ્યું.

આર્થિક વૃદ્ધિને વેગ આપીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, લોકોની અપેક્ષા પૂર્ણ કરીને કેપેસિટી બિલ્ડીંગથી દેશની સમૃદ્ધિમાં સક્રિય જનભાગીદારી અને સૌના સાથ સૌના વિકાસને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા આ બજેટમાં પ્રતિબિંબિત થઈ છે : મુખ્યમંત્રી

ગુજરાત આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા સજ્જ થયું છે તેને બજેટમાં જાહેર થયેલા ખેલો ઇન્ડિયા મિશન કાર્યક્રમથી વધુ પ્રેરણા અને બળ મળશે એમ પણ મુખ્યમંત્રી ઉમેર્યું.

નાણામંત્રી કનુભાઈ દેસાઈ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા.

Related posts

Leave a Comment