ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધી’ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત ‘પત્રકારત્વની વિસ્તરતી ક્ષિતિજો. ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધી’ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું.

આ સેમિનારમાં ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધીના પત્રકારત્વના બદલાતા પ્રવાહો વિશે વરિષ્ઠ તજ્જ્ઞોએ માર્ગદર્શન આપ્યું, સાથે જ પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે વિશેષ સંવાદનું આયોજન કરાયું.

કન્ટેન્ટ ઈઝ કિંગ; તમારું કન્ટેન્ટ મજબૂત હશે તો જ તમે સ્પર્ધામાં ટકી શકશો – નરેશ દવે, વરિષ્ઠ પત્રકાર અને મીડિયા તજજ્ઞ

માધ્યમ ભલે બદલાય પરંતુ, કન્ટેન્ટની ગુણવત્તા અને વિશ્વસનીયતા સૌથી વધુ મહત્વની – અજય નાયક, વરિષ્ઠ સંપાદક અને પત્રકાર

સેમિનારમાં પત્રકારત્વના વર્તમાન પ્રવાહો અને ટેક્નોલોજીના કારણે માધ્યમોમાં આવેલા બદલાવ વિશે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી; આ અવસરે પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ સહિત માહિતી વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ, પત્રકારત્વ સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

Related posts

Leave a Comment