અમરેલી હનુમાનપરા શેરી ૩ માં જાહેરમાં ગેર કાયદેસર તીન પત્તીનો જુગાર રમતા પકડી પાડતી સુરત સીટી પોલીસ

અમરેલી,

પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ.રાણા સાહેબનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને અમરેલી જીલ્લામાં દારૂ ,જુગારની બદ્દીને ડામવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.  કે.ડી.જાડેજા સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અમરેલી હનુમાનપરા શેરી નં.૩ માં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને( 1 ) જગદિશભાઇ રમેશભાઇ (૨) વિજયભાઇ ઉર્ફે અજય અરવિંદભાઇ મકવાણા (3) ધીરૂભાઇ કડવાભાઇ મકવાણા, બધા રહેવાશી અમરેલી સુરત ના પાસે થી રોકડા રૂપીયા 1310/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરી રહી છે.

રિપોટૅર : રિયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment