ભાતીગળ લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ તંત્ર સજ્જ

‘ડાંગ દરબાર મેળો- ૨૦૨૬’ હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તા.૨૬/૨/૨૦૨૬ થી તા.૩/૩/૨૦૨૬ દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે, ભાતીગળ લોકમેળા ‘ડાંગ દરબાર-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવેલ છે.  ડાંગ દરબાર મેળા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ મેળાનું સુચારૂ સંચાલન થઇ શકે તે માટે ડાંગ જિલ્લા કલેક્ટર રાજ સુથારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રની વિવિધ સમિતિઓ બનાવવી અધિકારી અને વિભાગો ને જવાબદારીઓ સોંપવામાં આવેલ છે. જેમાં મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તેમજ ટ્રાફિક નિયમન સુવ્યવસ્થિત થાય…

Read More

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત: ફિટ રહેવા માટેની પંચશક્તિ

હિન્દ ન્યુઝ, પોરબંદર      આજના આધુનિક યુગમાં બદલાતી જતી જીવનશૈલી અને ખાનપાનની ખોટી આદતોને કારણે મેદસ્વિતા એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બનીને ઉભરી રહી છે. મેદસ્વિતા માત્ર શરીરનો દેખાવ નથી બગાડતી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી અનેક બીમારીઓનું મૂળ પણ છે. ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નાગરિકોને જાગૃત કરવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વસ્થ અને સ્ફૂર્તિલા જીવન તરફ પ્રેરિત કરવાનો છે. સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે મેદસ્વિતા ઘટાડવી અત્યંત આવશ્યક છે અને તે માટે કેટલીક પાયાની આદતોમાં…

Read More

પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામના સેજલ કેશવાલાએ રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં સંગીત ગાયનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

હિન્દ ન્યુઝ, પોરબંદર     સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિસાવાડામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી અને નાની ઉંમરે જ સંતવાણી ક્ષેત્રે પોતાની અથાગ મહેનતથી આગવી પ્રતિભા ઊભી કરનાર કેશવાલા સેજલ પ્રતાપભાઈએ રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં (સૌરાષ્ટ્ર ઝોન – 2 ઉચ્ચતર માધ્યમીક વિભાગમાંથી )ભાગ લઈને સંગીત (ગાયન) શ્રેણીમાં રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં દ્વિતીય સ્થાન મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ વડોદરા ખાતે યોજાયો હતો, જેમાં સેજલએ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો. તેમની આ સફળતાથી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા- વિસાવાડા તેમજ સમગ્ર પરિવારનું…

Read More

પોરબંદર તાલુકામાં મોઢવાડા ખાતે ૭ માર્ચે સેવાસેતુ કાર્યક્રમ અને મેડિકલ કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, પોરબંદર      કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય છે કે સરકારની તમામ વિકાસલક્ષી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે. આ હેતુસર વિવિધ કાર્યક્રમો અને લોકહિતકારી પગલાં સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. તે અન્વયે પોરબંદર તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ તા.૦૭/૦૩/૨૦૨૬ (શનિવાર) ના રોજ પ્રાથમિક શાળા, મોઢવાડા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં મોઢવાડા ઉપરાંત કેશવ, વડાળા, આંબારામા, કિંદરખેડા, બગવદર, વાછોડા, ભારવાડા, બેરણ અને સીમાણી ગામોના ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ પોતાના ઘરઆંગણે જ વિના મૂલ્યે પ્રાપ્ત થઈ શકે તે માટે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન…

Read More

પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળ ખાતે વિદેશ રોજગાર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, પોરબંદર     પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આર્ય કન્યા ગુરુકુળ, પોરબંદર ખાતે વિદેશ રોજગાર અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર તથા વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ સેમિનારમાં મોટિવેશનલ સ્પીકર ભાવનાબેન મોઢવાડિયાએ કોલેજની વિદ્યાર્થીનીઓને કારકિર્દી ઘડતર, પરીક્ષાનો ડર દૂર કરવાની રીતો, વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અને ટીમ વર્ક, મનની શક્તિ તથા કારકિર્દી માટે લક્ષ્ય નિર્ધારણ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદર જિલ્લા રોજગાર અધિકારી દિનેશભાઈ પરમારે ધોરણ ૧૦–૧૨ પછીના વિકલ્પો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી,…

Read More

राष्ट्रपति ने जैसलमेर वायुसेना स्टेशन पर स्वदेशी हल्के लड़ाकू हेलीकॉप्टर प्रचंड में उड़ान भरी

हिन्द न्यूज़, दिल्ली राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने आज (27 फरवरी, 2026) राजस्थान के जैसलमेर वायुसेना स्टेशन पर स्वदेशी हल्के लड़ाकू हेलीकॉप्टर प्रचंड में उड़ान भरी। इससे पहले, उन्होंने क्रमशः 2023 और 2025 में सुखोई 30 एमकेआई और राफेल में उड़ानें भरी थीं। यह मिशन दो विमानों के एलसीएच फॉर्मेशन के रूप में क्रियान्वित किया गया। राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने ग्रुप कैप्टन नयन शांतिलाल बहुआ के साथ पहले विमान में उड़ान भरी, जबकि वायुसेना प्रमुख, एयर चीफ मार्शल एपी सिंह और ग्रुप कैप्टन ए महेंद्र दूसरे विमान में नंबर…

Read More

બારડોલીના નગરજનોને ઘરઆંગણે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો લાભ: દર સોમવારે અને ગુરૂવારે ભરાય છે બજાર

હિન્દ ન્યુઝ, બારડોલી     રાજ્યભરમાં ઝેરમુક્ત કૃષિ પદ્ધતિને વેગ આપવા તેમજ ખેડૂતોને રસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશી ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા સુરત જિલ્લામાં યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમો, તાલીમની સાથે લોકોને ઘરઆંગણે જ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો ઉપલબ્ધ બન્યા છે.           તાલુકા વહીવટીતંત્રના સહયોગથી સુરત જિલ્લા પ્રાકૃતિક કૃષિ બોર્ડ દ્વારા બારડોલી તાલુકામાં સપ્તાહના બે દિવસ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર કાર્યરત કરાયું છે. જેમાં દર સોમ અને ગુરૂવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન નગરજનો ગૌ આધારિત ખેતીથી ઉત્પાદિત…

Read More

એમએસચુની પૂર્વ છાત્રાએ છ નવા આકાશગંગા (ગેલેક્સી) સમુહોને શોધી કાઢી ભારતીય નામોથી નવાજ્યા

હિન્દ ન્યુઝ, બરોડા      મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે સ્નાતક કક્ષાનો અભ્યાસ કરનારી યુવતીએ તેમની આર્થિક સંકડામણને હાર આપી સફળ ખગોળ વૈજ્ઞાનિક બની બતાવ્યું છે. આ યુવતીએ દેશની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં નાસા અનુદાનિત ફેલોશીપ મેળવી અંતરીક્ષમાં છ નવી આકાશગંગાઓના સમુહને શોધી કાઢ્યા છે. આટલું જ નહી, આ નવા સમુહને ભારતીય નામોથી નવાજ્યા છે. માત્ર ૩૨ વર્ષની ઉંમરે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. આણંદ નગર હવે માત્ર શ્વેતક્રાંતિના જનક માટે જાણીતી ભૂમિ રહી એવું નથી. અહીં વિસ્તરેલી શૈક્ષણિક પ્રવૃત્તિના પરિણામે…

Read More

ખેડુતો માટે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી શરૂ

હિન્દ ન્યુઝ, પોરબંદર     ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ (રવિ-૨૬) માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે ચણા અને રાયડા પાક માટે અનુક્રમે રૂ. ૫,૮૭૫ પ્રતિ ક્વિન્ટલ અને રૂ. ૬,૨૦૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ખરીદી જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ખેડુતોને ટેકાના ભાવે ચણા અને રાયડા પાકની ઓનલાઈન નોંધણી તા.૦૫/૦૩/૨૦૨૬ સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે આધાર ઓથેંન્ટીકેશન L1 POS based Biometric machine (થમ્બ ઇમ્પ્રેશન)/ફેસ ઓથેંન્ટીકેશન ઉપયોગ કરી વી.સી.ઈ (VCE) મારફતે વિના મૂલ્યે નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવનાર છે.

Read More

ગુજરાત વિધાનસભા ખાતે ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન’ના પ્રદર્શનનું ઉદ્ઘાટન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા ખાતે ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન’ના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન’ના પ્રદર્શન સ્ટોલના ઉદ્ઘાટન બાદ રાજ્યપાલ સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શિત કરવામાં આવેલી પ્રાકૃતિક ચીજવસ્તુઓનું નિરીક્ષણ કર્યું તેમજ ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરી તેઓને પ્રોત્સાહિત કર્યા. આ પ્રસંગે કામધેનુ નેચરલ અને પ્રાકૃતિક કૃષિ ફાર્મ, આડેસર વિસ્તાર ખેત ઉત્પાદન પ્રો. કંપની લી., રમીબા અને રમાબા પ્રાકૃતિક કૃષિ ફાર્મ, નીર પ્રાકૃતિક ફાર્મ, પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ, આણંદ, નવસારી, સરદાર કૃષિનગર…

Read More