ભાતીગળ લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ તંત્ર સજ્જ

‘ડાંગ દરબાર મેળો- ૨૦૨૬’

હિન્દ ન્યુઝ, ડાંગ

    ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તા.૨૬/૨/૨૦૨૬ થી તા.૩/૩/૨૦૨૬ દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે, ભાતીગળ લોકમેળા ‘ડાંગ દરબાર-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવેલ છે. 

ડાંગ દરબાર મેળા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ મેળાનું સુચારૂ સંચાલન થઇ શકે તે માટે ડાંગ જિલ્લા કલેક્ટર રાજ સુથારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રની વિવિધ સમિતિઓ બનાવવી અધિકારી અને વિભાગો ને જવાબદારીઓ સોંપવામાં આવેલ છે. જેમાં મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તેમજ ટ્રાફિક નિયમન સુવ્યવસ્થિત થાય તે માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા મહત્વની ભૂમિકા અદા કરવામાં આવી રહી છે. 

ડાંગ જિલ્લા પોલીસ અધીક્ષક શ્રીમતી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી જનેશ્વર નલવયા, જયદીપ સરવૈયા સહિતના અધિકારીશ્રીઓ તેઓની સમગ્ર ટીમ દ્વારા ડાંગ દરબારના મેળામાં સુચારૂ આયોજન માટે ટ્રાફિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલ છે. 

નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જનેશ્વર નલવયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મેળામાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ તંત્ર સજ્જ છે. મેળાના સુચારૂ આયોજન માટે પોલીસ વિભાગ દ્વારા ૧૭૦ થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે.

સાથે જ મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે. ત્યારે મોબાઇલ ચોરી, ચેન સ્નેચિંગ વિગેરે પ્રવૃતિઓ ઉપર નજર રાખવા સર્વેલન્સ ગોઠવવામાં આવેલ છે. જો આવી કોઇ ઘટના બને તે તાત્કાલિક જન રક્ષક ડાયલનંબર ૧૧૨ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. આ સાથે જ પોલીસ ની SHE ટીમ પણ તૈનાત કરવામાં આવેલ છે. તેમજ મેળામાં આવતા લોકોને સાયબર અવેરનેસની અંગેની જાગૃતતા ફેલાય તે માટે પ્રદર્શન પણ ગોઠવવામાં આવેલ છે. 

મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવાં મેળામાં ઇમરજ્નસી સેવાઓને તકલીફો ના પડે તેમજ લોકોને પણ મેળામાં ફરવા માટેની તકલીફો ના પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. 

મેળામાં આવતાં લોકોને વાહન પાર્કિંગની મુશ્કેશીઓ ના પડે તે માટે ૬ જેટલાં ટ્રાફિક પોઇન્ટ ઉભાં કરવામાં આવેલ છે. તેમજ આ સ્થળોએ રાત્રી દરમિયાન વીજળીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા કલેક્ટર સુ શાલિની દુહાન, જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવ, અધિક નિવાસી કલેક્ટર એસ.જી.તબીયાર, પ્રાંત અધિકારી સુ. કાજલ આંબલીયા સહિતના ઉચ્ચાધિકારીઓ અને વહીવટી તંત્રની સમગ્ર ટીમ દ્વારા મેળાની તમામ વ્યવસ્થાઓ માટે સતત આયોજન અને મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે. 

Related posts

Leave a Comment