ખેડુતો માટે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી શરૂ

હિન્દ ન્યુઝ, પોરબંદર

    ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ (રવિ-૨૬) માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે ચણા અને રાયડા પાક માટે અનુક્રમે રૂ. ૫,૮૭૫ પ્રતિ ક્વિન્ટલ અને રૂ. ૬,૨૦૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ખરીદી જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ખેડુતોને ટેકાના ભાવે ચણા અને રાયડા પાકની ઓનલાઈન નોંધણી તા.૦૫/૦૩/૨૦૨૬ સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે આધાર ઓથેંન્ટીકેશન L1 POS based Biometric machine (થમ્બ ઇમ્પ્રેશન)/ફેસ ઓથેંન્ટીકેશન ઉપયોગ કરી વી.સી.ઈ (VCE) મારફતે વિના મૂલ્યે નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવનાર છે.

Related posts

Leave a Comment