હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના નાણાં અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ આજે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થયા હતા, રાજ્યમંત્રી એક ગિરનાર દરવાજાથી મહાશિવરાત્રીના મેળામાં મહાલતા ભાવિકોની વચ્ચે પગપાળા ચાલીને ભવનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. રાજ્યમંત્રીની સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પણ પદયાત્રા કરીને ભવનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાજ્યમંત્રીએ આ પદયાત્રા દરમિયાન મહાશિવરાત્રીના મેળાને મહાલતા ભાવિકો સાથે વાતચીત કરી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા ઉપરાંત તેમનું અભિવાદન પણ કર્યું હતું. ઉપરાંત પદયાત્રા દરમિયાન મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે પીવાના પાણીના પરબ મુલાકાત લીધી હતી. અહીં પાણી પીવાની…
Read MoreMonth: February 2026
મોરબી જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનું સુચારૂ આયોજન; કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષપદે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, મોરબી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનાર ધોરણ-૧૦ અને ૧૨ની વાર્ષિક પરીક્ષાઓ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્વે યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં કેબિનેટ શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાઝા અને રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જિલ્લાના રિવ્યુ લઈ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે રીતે સુચારૂ સંચાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીએ વિશેષ સૂચના આપતા જણાવ્યું હતું કે, મોરબીમાં મચ્છુ નદી પરના…
Read Moreઅમદાવાદ પોલીસ કમિશ્નર ની કચેરી ખાતે રિજીઓનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ પોલીસ કમિશ્નર ની કચેરી ખાતે ડીજીપી ગુજરાત રાજ્ય કે.એલ.એન. રાવ નાઓની અધ્યક્ષતામાં રિજીઓનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેર, અમદાવાદ વિભાગ, ગાંધીનગર વિભાગ તથા અમદાવાદ જીલ્લા માં આવેલ વિવિધ SRPF ગ્રુપ અને સાબરમતી સેન્ટ્રલ જેલ ના તમામ ઊચ્ચ અધિકારી ઓ હાજર રહ્યા. પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનાઓએ, મે.ડીજીપીનાઓનું અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે સ્વાગત અભિવાદન કર્યુ ,તથા કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લીધી. પોલીસ કમિશ્નર કચેરી ખાતેના બાળકો માટેના “વાત્સલ્ય ઘર” ની પણ મુલાકાત લેવામાં આવી. મે.ડીજીપીશ્રીનાઓએ, ક્રાઇમ બ્રાન્ચ તથા જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટરની મુલાકાત લઈ કામગીરી નિહાળી.
Read Moreગરૂડેશ્વર ખાતે નારી સંમેલન યોજાયું
હિન્દ ન્યુઝ, રાજપીપલા મહિલા અને બાળ વિકાસ વિભાગ નર્મદા દ્વારા ગરૂડેશ્વર ખાતે નારી સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સંગીતાબેન તડવી, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી હંસાબેન, મહિલા અગેરણી શ્રીમતી શીતલબેન સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પોતાના ઉદબોધનમાં મહિલાઓને નારી શક્તિ, સ્ત્રી સશક્તિકરણ, પ્રાકૃતિક ખેતી, શિક્ષણનું મહત્વ, ગૃહ ઉદ્યોગ અને આત્મનિર્ભરતા વિષયક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલાઓને સ્વાવલંબન તરફ આગળ વધવા માટે પ્રેરણા પુરી પાડી હતી. કાર્યક્રમ દરમિયાન નારી અદાલત અંગે વિસ્તૃત માહિતી આપવામાં…
Read Moreછારી-ઢંઢ વેટલેન્ડ ખાતે આવતું આ પ્રવાસી પક્ષી દુનિયાભરનાં પક્ષીરસિકોને આકર્ષે છે
હિન્દ ન્યુઝ, કચ્છ કચ્છ જિલ્લાનાં છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વને તાજેતરમાં રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. આ વેટલેન્ડની આસપાસ 283 થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, પરંતુ અહીં જોવા મળતા કેટલાક દુર્લભ અને પ્રવાસી પક્ષીઓ દુનિયાભરનાં પ્રવાસીઓને આકર્ષે છે. આ પક્ષીઓમાં ગ્રે હાયપોકોલિયસ મુખ્ય આકર્ષનું કેન્દ્ર છે. ગુજરાતીમાં તેને ‘મશ્કતી લટોરો’ કહે છે. ગ્રે હાયપોકોલિયસ (Hypocolius ampelinus) સૌથી વિશિષ્ટ અને આકર્ષક પક્ષી છે. પાતળી કાયા ધરાવતું આ પક્ષી ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સુકા વિસ્તારોમાં પ્રજનન કરે છે અને 1990થી કચ્છનાં છારી-ઢંઢનાં જળપ્લાવિત વિસ્તારમાં શિયાળો ગાળવા આવે છે. વિશેષજ્ઞોના જણાવ્યા…
Read Moreમહાશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે ભગવાન શિવજીની ભક્તિમય પ્રસ્તુતિમાં શ્રોતાઓને ડોલાવ્યાં
હિન્દ ન્યુઝ, જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે ભક્તિ સંગીત માટે જાણીતા પાશ્વ ગાયક શ્રી પાર્થ ઓઝાએ ભગવાન શિવજીની ભક્તિમય પ્રસ્તુતિ આપીને શ્રોતાઓને ડોલાવ્યાં હતા. ઉપરાંત લોકગાયક રાજદાન ગઢવીએ શિવભક્તિ અને ગુજરાતના આગવા લોકગીતો રજૂ કરીને જમાવટ કરી હતી, આ પ્રસ્તુતિઓ સાંભળી હજારો શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ -ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર- જૂનાગઢ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમને મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં પધારેલા ભાવિકોએ માણ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ જજ પી. જી. દવે, કમિશનરતેજસ પરમાર, પ્રાંત અને મેળાધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના પદાધિકારી -અધિકારી…
Read Moreસિદ્ધો-તપસ્વીઓની ગિરનારી ભૂમિ પર અનેક ભાવિકો ભજન ભક્તિનું ભાથુ બાંધવા શ્રદ્ધા ભાવ સાથે આવે છે
હિન્દ ન્યુઝ, જૂનાગઢ સિદ્ધો-તપસ્વીઓની ગિરનારી ભૂમિ પર અનેક ભાવિકો ભજન ભક્તિનું ભાથુ બાંધવા શ્રદ્ધા ભાવ સાથે આવે છે, મહાશિવરાત્રીના મેળામાં પણ દૂરસુદૂરથી આવીને શ્રદ્ધાળુઓ અનેરા ભક્તિભાવ સાથે પધારે છે- ભવનાથ મહાદેવ અને ગિરનારી મહારાજના સાનિધ્યમાં ભજન કરીને પોતાને ભાગ્યવાન માને છે, તેવા જ એક ભજન પ્રેમી શ્રી અર્પણ ફટાણીયા છેલ્લા સોળેક વર્ષથી છેક લંડનથી મહાશિવરાત્રીના મેળામાં અચૂક પધારે છે અને ગિરનારી ભૂમિ પર ભજન ગાયને પોતાની વાણીને પવિત્ર કરે છે. મૂળ પોરબંદરના પણ વર્ષો પહેલાં બાપ દાદા વખતથી જ લંડન સ્થાયી થયેલા શ્રી અર્પણ ફટાણીયા સુપ્રસિદ્ધ ભજનીક સ્વ.…
Read Moreસાબરકાંઠામાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને આર્થિક સધ્ધરતા મેળવતા પ્રગતિશીલ ખેડૂત કરશનભાઇ પટેલ
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકા ચિત્રોડી ગામના ખેડૂત કરશનભાઇ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી સાબરકાંઠામાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી રહ્યા છે. તેઓ ૨૦૦૮ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ પોતે ગ્રામસેવકની નોકરીમાંથી નિવૃત થયા છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ આ ખેતીની શરૂઆત કરી હતી. ત્યારબાદ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઇ તેઓ આ ખેતીમાં નવીન પ્રયોગ કરી રહ્યા છે. જેમાં સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા બની રહ્યા છે. કરશનભાઇ જણાવે છે કે, તેઓ છેલ્લા ત્રણ વર્ષ થી આ સ્ટ્રોબેરીની ખેતી કરી…
Read Moreતા. 9થી 13 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ‘નાણાકીય સાક્ષરતા સપ્તાહ- 2026’નું આયોજન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા નાણાકીય જાગૃતિ અને સુરક્ષિત બેન્કિંગ પ્રથાઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યભરમાં તા. 9થી 13 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ‘નાણાકીય સાક્ષરતા સપ્તાહ- 2026’નું આયોજન. 🔷 ‘નાણાકીય સાક્ષરતા સપ્તાહ- 2026’ની આ વર્ષે ઉજવણી માટે ‘KYC-સુરક્ષિત બેન્કિંગ તરફ તમારું પહેલું પગલું’ થીમ નક્કી કરાઈ. જેનું RBIના ગવર્નર શ્રી સંજયભાઈ મલ્હોત્રા દ્વારા મુંબઈ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 🔷 આ સપ્તાહ દરમિયાન અભિયાનમાં કેવાયસીનું પાલન સરળ અને સુવિધાજનક હોવા પર વધુ ભાર મૂકાશે, સેન્ટ્રલ કેવાયસી-CKYC વિશે જાગૃતિ, ગ્રાહકોને કેવાયસી સંબંધિત છેતરપિંડી કોલ્સ અને સંદેશાઓથી સાવચેત કરવામાં આવશે…
Read Moreછોટાઉદેપુરના દિવ્યાંગ ખેલાડીઓએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું: નેશનલ ચેમ્પિયનશીપમાં મેળવ્યા ૫ મેડલ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના મનો દિવ્યાંગ ખેલાડીઓએ પોતાની મર્યાદાઓને માત આપી રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. હરિયાણાના રોહતક ખાતે યોજાયેલ ‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત નેશનલ ચેમ્પિયનશીપ એથ્લેટિક્સ’ માં છોટાઉદેપુરના બે ખેલાડીઓએ કુલ ૫ મેડલ જીતીને સમગ્ર ગુજરાત રાજ્ય અને છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર શિક્ષા સમાવેશી શિક્ષણ શાખા અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આ ખેલાડીઓ નેશનલ કક્ષા સુધી પહોંચ્યા હતા. જબુગામ ખાતે જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ હિંમતનગર ખાતે રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પ્રથમ નંબર મેળવ્યા બાદ તેમની…
Read More