હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગુજરાતના રમતગમત ક્ષેત્રના મહાકુંભ ગણાતા ‘ખેલ મહાકુંભ-૨૦૨૫’ અંતર્ગત રાજ્યકક્ષાની વેઇટલીફટીંગ સ્પર્ધા જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતેના સરદાર પટેલ રમત સંકુલમાં ઉત્સાહભેર યોજાઈ હતી. તા.૧૬/૦૨/૨૦૨૬ના રોજ યોજાયેલ અંડર-૧૭ ભાઈઓની આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી આવેલા યુવા ખેલાડીઓએ ૧૦ જેટલી અલગ-અલગ વજન કેટેગરીમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. આ સ્પર્ધાના અંતે વિજેતા થયેલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ખેલાડીઓનો ઉત્સાહ એસ.ટીના વિભાગીય નિયામક વી.પી.ડાંગર, ગુજરાત વેઇટલીફટીંગ એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી ડો. મનીષ કુમાર જીલડીયા, ગુજરાત વેઇટલીફટીંગ એસોસિએશનના સેક્રેટરી ગીરીશભાઈ…
Read MoreMonth: February 2026
ડાંગ જિલ્લા કલેક્ટર સુ શાલિની દુહાનના અધ્યક્ષતામાં ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ આગામી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્ય–વિજ્ઞાન પ્રવાહની નિયમિત/રિપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે. ત્યારે ડાંગ જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને આ પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેવા ઉમદા હેતુસર આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર સુ શાલિની દુહાનના અધ્યક્ષતામાં પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેમજ…
Read Moreખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ : SIR આખરી મતદારયાદી-૨૦૨૬
હિન્દ ન્યુઝ, સુરત ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષની જેમ તા.૧લી જાન્યુઆરીની લાયકાતની તારીખે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ પત્રકાર પરિષદ દ્વારા આખરી મતદારયાદી (ફાઈનલ રોલ) પ્રસિદ્ધ કરી હતી. આ તકે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અમિત ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સેવા સદનના સભાખંડમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરે કહ્યું કે, મતદારયાદીના મુસુદ્દાની યાદી તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હક્ક-દાવા રજુ કરવાનો સમયગાળો તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૩૦/૧/૨૦૨૬ નક્કી કરવામાં આવ્યો હતો. મતદાર યાદીની ખાસ…
Read Moreજૂનાગઢ જિલ્લામાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન–૨૦૨૬’ અંતર્ગત રક્તપિત્ત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન–૨૦૨૬’ અંતર્ગત જિલ્લાના ૯ તાલુકા અને ૪૯૫ ગામોમાં કુલ ૪૬૨ ગ્રામસભાઓ તથા ૪૪૭ શાળાઓમાં રક્તપિત્ત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. ઉપરાંત રક્તપિત્ત રોગની નાબૂદી સદર્ભે રેલી, પોસ્ટર, બેનર, શાળાકીય પ્રવૃત્તિઓ, ટોક શો, ગ્રામ આરોગ્ય સમિતિની બેઠકો, આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાતો તેમજ સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. આ સાથે PHC, પેટા કેન્દ્રો અને તાલુકા સ્તરે વિવિધ જનજાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનની થીમ “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને કોઈ પણ…
Read Moreગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે બે દિવસીય યોગ શિબિર યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેનશ્રી યોગ સેવક શિશપાલજી ના માર્ગ દર્શન હેઠળ ઝોન કો ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિ બેન પાંડેના અધ્યક્ષ સ્થાને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે બે દિવસીય તાલુકા યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને યોગ, મુદ્રા, આસન અને પ્રાણાયામ ધ્યાન કરાવવામાં આવ્યું હતું. સાથે જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફ થી કોલેજમાં યોગ અને રમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કુલ ૨૦ વિધાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે યોગ બોર્ડના લોગો વાળી ટી શર્ટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો…
Read Moreકરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક જાહેરાતનું સ્ટ્રક્ચર દૂર કરાયું
હિન્દ ન્યુઝ, આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સરદાર પટેલ રાજપથ માર્ગ પર ક્રિષ્ના કોર્નર સામે આવેલ ખાનગી પ્લૉટમાં જાહેરાતનું સ્ટ્રક્ચર ભયજનક જણાતા અને અકસ્માત થવાની શક્યતા હોય તેવી સંભાવના ને કારણે તથા કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય અને લોકોને તેનાથી તકલીફ ન પડે તે ધ્યાને લઈને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરીને ખાનગી પ્લોટમાં મૂકવામાં આવેલું જાહેરાત માટેનું સ્ટ્રક્ચર તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યુ છે.
Read Moreદાહોદમાં યોજાનારી ધો.૧૦ અને ૧૨ની કેન્દ્રિય માધ્યમિક શિક્ષા બોર્ડની પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત માથયમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬ માં લેવાનાર ધોરણ ૧૦ (S.SC) ધોરણ-૧૨ (H.S.C) વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ દરમ્યાન યોજાનાર છે. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર આસપાસ ઝેરોક્ષ મશીન બંધ રાખવા, પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ તથા પરીક્ષા સ્થળોમાં બિન અધિકૃત વ્યક્તિઓના પરીક્ષા સ્થળે પ્રવેશ પર પ્રતિબંધ માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. (૧) દાહોદ જિલ્લામાં જુદા-જુદા પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ મશીનના સંચાલકો દ્વારા પરીક્ષાના સમય દરમ્યાન ઝેરોક્ષ મશીનોનો થતો દુર…
Read MoreRBSK યોજના હેઠળ વિનામૂલ્યે થયું ₹૭ લાખનું કોક્લીયર ઇમ્પ્લાંટ ઓપરેશન
હિન્દ ન્યુઝ, આણંદ બાળકની જન્મજાત સમસ્યા દૂર થતા પરિવારે રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો જ્યારે બાળક બોલતું કે સાંભળતું નથી, ત્યારે મા-બાપ ખૂબ જ ચિંતિત થતા હોય છે.પેટલાદ તાલુકાના સિમરડા ગામના રાકેશભાઈ પરમારના પરિવાર સાથે પણ કંઈક આવું જ બન્યું હતું . તેમનો પુત્ર કુંજ જન્મજાત બહેરાશની સમસ્યાથી પીડાતો હતો. પરંતુ, સરકારના માનવીય અભિગમ અને ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) ની સતર્કતાને કારણે આજે આ બાળકના જીવનમાં કિલકિલાટ પાછો ફર્યો છે.
Read Moreઆટકોટમાં નારી શક્તિનું સન્માન અને આર્થિક ઉત્થાન!
હિન્દ ન્યુઝ, આટકોટ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આટકોટમાં સખી મંડળોને લાખો રૂપિયાની લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સખીઓનું વિશેષ સન્માન પણ કરાયું હતું. કાર્યક્રમની મુખ્ય વાતો: 📢 મંત્રીનું વિધાન: “ગ્રામીણ અર્થતંત્રના પાયામાં મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે.” 🏢 નવી જાહેરાત: સી.એ.એલ.એફ. (CLF)ની નવી ઓફિસ, ગ્રામહાટ અને અત્યાધુનિક તાલીમ સેન્ટર બનાવવાની મંત્રીશ્રીએ જાહેરાત કરી. 🌱 ધ્યેય: ગ્રામીણ મહિલાઓ પગભર બને અને કૌશલ્યવર્ધન દ્વારા આર્થિક રીતે સશક્ત થાય. નારી શક્તિના સશક્તિકરણ દ્વારા ગ્રામીણ વિકાસને નવી ગતિ!
Read Moreભુજ તાલુકાના ધ્રંગ ખાતે વિવિધ વિકાસ કામોનું ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના ધ્રંગ ખાતે આજરોજ રુ. 50 લાખના ખર્ચે પુલ તથા 10 લાખના ખર્ચે બનેલા શેડ ફ્લોરિંગ કામ, પેવર બ્લોકના કામોનું ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધ્રંગ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રીએ જણાવ્યું હતું કે, મેકરણદાદાની આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે યોજાતો મહાશિવરાત્રીનો મેળો કચ્છના લોકજીવનની ઝાંખી છે. લોકજીવનના ઘડતરમાં મેળો મહત્વની ભૂમિકા ભજવતો હોવાનું જણાવીને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મેકરણ દાદા કચ્છના પ્રથમ કચ્છી કવિ હતા. તેમણે લખેલી સાંખીઓ આજે પણ…
Read More