કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ શિવભક્તિ, સેવા અને સંકલ્પની ભાવના સાથે ચાલતી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા

હિન્દ ન્યુઝ, રાજકોટ     ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ શિવભક્તિ, સેવા અને સંકલ્પની ભાવના સાથે ચાલતી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ ઘોઘાવદર થઈને ગોંડલ પહોંચી હતી, જ્યાં પદયાત્રાને ફટાકડાં ફોડીને ઉત્સાહભેર આવકારો અપાયો હતો.     છબીલા હનુમાનજી મંદિર નજીક પદયાત્રાનું આગમન થતાં બાળાઓએ પરંપરાગત રીતે સામૈયું કર્યું હતું. ‘હર હર મહાદેવ’, ‘ભારત માતા કી જય’ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. વિવિધ સમાજના આગેવાનોએ મંત્રીનું પુષ્પગુચ્છ અને શાલથી અભિવાદન કર્યું હતું.    આ પદયાત્રા ગોંડલ શહેરના જાહેર રસ્તા અને બજારોમાં ફરી હતી. ત્યારબાદ આ યાત્રા જામવાડી ગામ રાત્રિ…

Read More

અધિક નિવાસી કલેક્ટર જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યકમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લાના લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત ડિસેમ્બર માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર કચેરીએ ખાતે અધિક નિવાસી કલેક્ટર જે. એમ.રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ ડિસેમ્બર માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં FIR માં નામો દાખલ કરવા બાબત, ગેરકાયદેસર બાંધકામ બાબત, મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાગી ઉત્કર્ષ યોજનાના લાભ ન મળવા બાબત, ઘુઘસ ગ્રામ પંચાયતના બાંધકામમાં નાંણાકીય ઉપાચત બાબત, જાહેર રસ્તાઓ પરના દબાણ દુર કરવા બાબત જેવા…

Read More

ગીરીમથક સાપુતારામાં તારીખ ૨૫ થી ૩૧ તારીખ સુધી વિન્ટર ફેસ્ટિવલ – ૨૦૨૫નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર નોટીફાઇડ એરીયા દ્વારા તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી વિન્ટર ફેસ્ટિવલ – ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ સાંજે ૬ કલાકે સાપુતારા ખાતે રાજ્ય કક્ષાના ના મંત્રી, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગાવિતના હસ્તે વિન્ટર ફેસ્ટિવલને ખુલ્લો મુકવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોકસભા દંડક વ સાંસદ સભ્ય ધવલભાઇ પટેલ,…

Read More