હિન્દ ન્યુઝ, ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો ડિસેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત તા. 24મી ડિસેમ્બર, બુધવારે યોજાશે; ડિસેમ્બર મહિનાના ચોથા ગુરુવાર તા. 25 ડિસેમ્બરે નાતાલની જાહેર રજાને અનુલક્ષીને ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત આ વખતે બુધવાર, તા. 24 ડિસેમ્બરે યોજવાનો નિર્ણય. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો બુધવાર, તા. 24મી ડિસેમ્બરેના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
Read MoreMonth: December 2025
સશસ્ત્ર સેના ધ્વજ દિન વર્ષ ૨૦૨૪-૨૫ નિમિત્તે દાતાઓનું સન્માન
હિન્દ ન્યુઝ, વડોદર દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકો તથા તેમના પરિવારજનોના પુનર્વસન અને કલ્યાણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવા માટે દર વર્ષે “સશસ્ત્ર સેના ધ્વજ દિન” ઉજવવામાં આવે છે. આ સંદર્ભે સશસ્ત્ર સેના ધ્વજ દિન વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત નોંધપાત્ર ફાળો આપનાર દાતાઓના સન્માન માટે જિલ્લા કલેક્ટર વડોદરા દ્વારા તા. ૧૯/૧૨/૨૦૨૫ના રોજ કલેક્ટર કચેરી ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. ગત વર્ષ દરમિયાન ઉત્તમ યોગદાન આપનાર ૦૩ સરકારી કચેરીઓ, ૦૪ વડોદરા ગ્રામ્ય વિસ્તારની શાળાઓ, ૦૪ વડોદરા શહેરની શાળાઓ, ૦૧ કોલેજ ગ્રુપ, ૦૪ ઉદ્યોગ ગ્રુપ,…
Read Moreજામનગરમાં આયોજિત ત્રિદિવસીય “સશક્ત નારી મેળા”નો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જામનગરમાં ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજિત ત્રી-દિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો હતો. એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ, જે.એમ.સી.ગ્રાઉન્ડમાં તા.૨૨-૨૩-૨૪ ડિસેમ્બર દરમિયાન આયોજિત મેળામાં વિવિધ ૧૦૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે જેની મંત્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ મહિલાઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સશક્ત નારી મેળો માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ નારી શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો, નારીના…
Read Moreજિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી,દાહોદ સભ્યોઓ સાથે બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી, દાહોદ સભ્યોઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં જીલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી (SPCA) અંતર્ગત કરવામાં આવેલ વિવિધ કામગીરી જેવી કે, ગૌશાળા ખાતે રાખવામાં આવેલ નવીન પશુઓમાં ટેગીંગ, પશુઓમાં ડીવર્મિંગ અંગેની કામગીરી, રસીકરણ તેમજ બીમાર પશુઓને જરૂરિયાત મુજબ સારવાર અંગેની કામગીરી વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવીલ હતી. નામ સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના સુઓમોટો રિટ પિટિશન (સિવિલ) નં.૦૫/૨૦૨૫ માં તા.૦૭/૧૧/૨૦૨૫ નો ચુકાદા અનવ્યે વિકાસ કમિશનર, વિકાસ કમિશનરની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પરિપત્ર અને ગુજરાત સરકાર…
Read Moreમતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દાહોદ
હિન્દ ન્યુઝ, દાહોદ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં તારીખ ૨૭ ઑક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૬ વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદીની ૧૦૦ ટકા ડિજિટાઇઝેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે. દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના…
Read Moreખંભાળિયાની સેવાભાવી સંસ્થા ‘એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ’ ને એવોર્ડ એનાયત કરાયો
હિન્દ ન્યુઝ, ખંભાળીયા દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની જાણિતી સંસ્થા ને ગુજરાત સીને મીડિયા એવોર્ડ 2025 એનાયત કરાયો વડોદરા ખાતે કલા સંસ્કૃતિ સાથે સેવાભાવને “ગુજરાત સિને મીડિયા એવોર્ડ કાર્યક્રમ” માં બિરદાવતા આ તકે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની સેવાભાવી સંસ્થા ‘એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ‘ ને એવોર્ડ એનાયત કરાયો. સંસ્થાના સભ્યોને ઘણો આણંદ ઉત્સાહ મળ્યો. સંસ્થાના ઉપપ્રમૂખ અશોકભાઇ સોલંકી ને શિલ્ડ આપવામાં આવ્યું. ‘એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ’ ટીમ દ્વારા કરવામાં આવતી સેવાઓની નોંધ પણ લેવામાં આવી.
Read Moreતા.૨૬થી ૨૯ ડિસેમ્બર દરમિયાન અંબિકા તાલુકાના વસરાઈ ખાતે નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર (NTTF-2025) યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત આદિવાસી કલા, સંસ્કૃતિ, સ્વરોજગાર અને ઉદ્યોગોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા તેમજ આદિવાસી કારીગરો અને વ્યવસાયિકોને પ્લેટફોર્મ આપી બજાર સાથે જોડવાના ઉદ્દેશ્યથી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે દિશા ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર (NTTF-2025) યોજાશે. સમસ્ત આદિવાસી સમાજ-ગુજરાત રાજ્ય અને સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત ભારતના સૌથી મોટા આદિવાસી ઉદ્યોગ મેળા અને સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્દઘાટન તા.૨૬મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રેડ ફેરને ખુલ્લો મૂકવામાં આવશે, એમ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે દ્વારા જણાવાયું છે.
Read Moreઅંગદાન મહાદાન અભિયાનમાં સરકારી નર્સિંગ કોલેજના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
હિન્દ ન્યુઝ, સુરત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના અધ્યક્ષસ્થાને નવી સિવિલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ‘અંગદાન, મહાદાન’ અભિયાન ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ૭૦ થી વધુ વિદ્યાર્થીઓએ બનાવેલા અંગદાન જાગૃતિના પેઈન્ટિંગ અને પોસ્ટરોનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે દિલીપદાદા દેશમુખે વિદ્યાર્થીઓને ‘અંગદાન, મહાદાન’ના શપથ લેવડાવ્યા હતા અને ‘એક વિદ્યાર્થી-૧૦૦ પરિવાર’ના સંકલ્પ સાથે પ્રત્યેક વિદ્યાર્થી ૧૦૦ પરિવારને અંગદાન અંગે માર્ગદર્શન અને સમજ આપવાનું આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અંગદાન અભિયાનને જનઆંદોલન…
Read Moreવીર નર્મદ યુનિવર્સિટીમાં ‘રાણી અબક્કાદેવી યુવા મહોત્સવ’નો શુભારંભ કરાવતા રમતગમત રાજ્ય મંત્રી ડો.જયરામભાઈ ગામીત
હિન્દ ન્યુઝ, સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 52મા ‘રાણી અબક્કાદેવી યુવા મહોત્સવ’ને રમતગમત રાજ્ય મંત્રી ડો.જયરામભાઈ ગામીતે ખુલ્લો મૂક્યો હતો. તા.૨૩ ડિસે. સુધી આયોજિત યુવા મહોત્સવમાં ૧૩૪ કોલેજોના ૫૪૦૦ વિદ્યાર્થીઓ ૩૪ પ્રકારની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે મંત્રી જયરામભાઇ ગામીતે યુનિવર્સિટી સાથેનો તેમનો વિદ્યાર્થી તરીકેનો નાતો, વિદ્યાર્થી જીવનના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું કે, યુવક મહોત્સવ દ્વારા સ્થાનિક આદિવાસી સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જે સરાહનીય છે. અભ્યાસ સથે વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર સિંચનથી વીર નર્મદ યુનિવર્સિટીએ આગવી…
Read Moreપી.પી. સવાણી પરિવાર આયોજિત ૧૮મા સમૂહલગ્નના પ્રથમ દિવસે પિતાવિહોણી ૧૩૩ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
હિન્દ ન્યુઝ, સુરત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંવેદના અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે સવાણી પરિવાર આયોજિત સમૂહ લગ્નોત્સવ પરંપરાગત લગ્નથી વિશેષ તમામ વિધિઓ સાથે ભવ્ય લગ્ન યોજી માતાપિતા વિહોણી દીકરીઓના જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશી લાવવાનું કાર્ય પ્રશંસનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રથમ દિવસે શ્રેષ્ઠ સાસુઓના હસ્તે ‘કોયલડી’ લગ્નોત્સવનો શુભારંભ પી.પી.સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના ૧૮મા સમૂહલગ્ન ‘કોયલડી’ના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘કોયલડી’ સમાન પિતાવિહોણી ૧૩૩ દીકરીઓના સમૂહલગ્નનો શ્રેષ્ઠ સાસુઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. …
Read More