વર્ષ 2024-25માં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં 14,000 હેક્ટરમાં અંદાજિત 1.5 લાખ ટન ભીંડાનું ઉત્પાદન થયું

હિન્દ ન્યુઝ, ભાવનગર      વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર; રાજકોટ ખાતે VGRCમાં સૌરાષ્ટ્ર-કચ્છની કૃષિ તથા બાગાયતી સિદ્ધિઓને વિશેષ રૂપે રજૂ કરાશે. ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર; વર્ષ 2024-25માં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં 14,000 હેક્ટરમાં અંદાજિત 1.5 લાખ ટન ભીંડાનું ઉત્પાદન થયું. ઉચ્ચ ઉત્પાદકતા અને વધુ આવકના કારણે બાગાયતી પાકો રાજ્યના કૃષિ વિકાસમાં અભિન્ન અંગ બન્યાં.

Read More

દાહોદમાં દેવગઢ બારીયા ખાતે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને ૫ કરોડ ૮૬ લાખના ખર્ચે બનનાર બસ વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ખાતે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના વરદ હસ્તે કરોડ ૮૬ લાખના ખર્ચે બનનાર બસ વર્ક શોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બસ વર્કશોપનું ભૂમિપૂજન કરીને વર્કશોપ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ વર્કશો પ કરોડ અને ૮૬ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. વર્કશોપ માટેની જમીનનો અંદાજિત વિસ્તાર ૧૮૧૭૬ ચો. કી મી.…

Read More

અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન

હિન્દ ન્યુઝ, અમદાવાદ       અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન અને નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજ્ય મંત્રીમંડળના સાથી મંત્રીઓના સન્માન સમારોહમાં સહભાગી થવાનો અવસર મળ્યો.  સમાજની એકતા અને સંગઠન શક્તિ જ્યારે રાષ્ટ્રના ઉત્થાન માટે એક થાય છે, ત્યારે તે પ્રગતિનો એક નવો અને મજબૂત પથ પ્રશસ્ત કરે છે. આ સંમેલન અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના મંત્રની સાથે સમાજમાં સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાની ભાવનાને વધુ દ્રઢ બનાવનારું છે. સરદાર સાહેબના આદર્શોને અનુસરીને આજે સમાજ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યો દ્વારા…

Read More

100મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ – IMA NATCON 2025 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ      કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (ગુજરાત પ્રદેશ) દ્વારા આયોજિત 100મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ – IMA NATCON 2025 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો શપથવિધિ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, IMAના હોદ્દેદારો, દેશ-વિદેશના ડોક્ટર્સ, હેલ્થ એક્સપર્ટ, પોલિસી મેકર્સ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયો. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી સહિતના મહાનુભાવોના વરદ્હસ્તે આ અવસરે IMAની ‘100 પગલાં સ્વાસ્થ્યના’ પુસ્તકનું વિમોચન કરાયું. દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે: કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લાં દાયકામાં આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ, હેલ્થકેર…

Read More

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, અમદાવાદ    કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકાના ₹330 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તથા વણઝરના પુનર્વસિત રહેવાસીઓને સનદ અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે મહત્ત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું. વર્ષો જૂની માંગણીઓ સંવેદનશીલતાની સાથે પૂર્ણ થવાનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છેઃ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી 2025નું વર્ષ અમદાવાદ માટે વિકાસની હેલી અને વિશ્વ કક્ષાએ ગૌરવનું વર્ષ સાબિત…

Read More

44th મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025મા ભાગ લેવા માટે ગુજરાતની ટીમ વડોદરા રેલ્વે સ્ટેશન થી રવાના

હિન્દ ન્યુઝ, વડોદરા    44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાત ટીમના ખેલાડી ભાઈઓ અને બહેનો આજ રોજ વડોદરા રેલવે સ્ટેશનથી બેંગલુરુ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થયા. AKFFG ના જનરલ સેક્રેટરી, સંતોષ ગરુડ દ્વારા જણાવાયું કે, 44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે તા. 31-12-2025 થી 04-01-2026 ના રોજ યોજાનાર છે, જેમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી ૩૬ ટીમ આવવાની છે. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો ખેલાડીઓ ભાગ લેવાના છે, જે ખુબ આનંદની લાગણી અનુભવાય છે. જેમાં ગુજરાત રાજ્યના ભાઈઓ…

Read More

મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરી ઔષધીય ગુણો સાથે લાડુ, ચોકલેટ, સાબુની બનાવટો મેળાની આદિવાસી અસ્મિતા

રાષ્ટ્રીય ઉદ્યોગ મેળો વસરાઈ         સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાઈ રહેલા રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો લોકલ ફોર વોકલ, સ્વદેશી અપનાવો નું સૂત્ર ખૂબ જ સાર્થક નીવડી રહ્યું છે. વિવિધ દેશી બનાવટોની વસ્તુઓના વેચાણ થકી આદિવાસીઓ માટે રોજગારીનો અવસર મળ્યો છે. ખાસ કરીને મહુડાના ફૂલોને ની મૂલ્યવર્ધિત બનાવટોએ આદિવાસી અસ્મિતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. આયુર્વેદમાં મહુવાના ઝાડ અને તેના ફૂલ આરોગ્યની દ્રષ્ટિએ અકસીર ગણાય છે. મહારાષ્ટ્ર પૂનાના ભાવના ઇલપાચી મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરીને વિવિધ બનાવટો બનાવી રોજગારી મેળવી રહ્યા છે.    તેઓ કહે છે…

Read More

શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારનું સંગમ બન્યો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો-૨૦૨૫: વિદ્યાર્થીઓની વારલી કલાને મળ્યો રાષ્ટ્રીય મંચ

હિન્દ ન્યુઝ, સુરત  સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આયોજિત ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-૨૦૨૫નો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો. આ મેળો માત્ર આદિવાસી ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ સુધી સીમિત ન રહી શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારને જોડતું એક પ્રેરણાદાયી મંચ બન્યો છે.          મેળામાં નવસારી જિલ્લાના મીયાંઝરી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી વારલી પેઇન્ટિંગનો વિશેષ સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વ્યવસાયિક કૌશલ્યનો અનુભવ અપાવવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ…

Read More

બોટાદ ખાતે MLA ગ્રાન્ટમાંથી બનાવેલ બસસ્ટેન્ડ નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, બોટાદ     બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા પાળીયાદ ખાતે MLA ગ્રાન્ટમાંથી બનાવેલ બસસ્ટેન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું. પાળીયાદ ગામ ના સરપંચ વિજયભાઈ અને ગામ પંચાયત ના સભ્યો સાથે પાળીયાદ ગામ ના વિકાસ માટે ચર્ચા કરીને. પાળીયાદ ગામ ખાતે 10 લાખ MLA ગ્રાન્ટ માંથી લાઇબ્રેરી માટે ફાળવવામાં આવ્યા. પાળીયાદ ના યુવાનો હવે upsc/gpsc વગેરે exam ની તયારી કરી સક્સે. 10 લાખ સ્ટ્રીટ લાઇટ માટે ફાળવવામાં આવ્યા. પાળીયાદ ખાતે 14 cr ખર્ચે નવું હોસ્પિટલ બનાવામાં આવશે.

Read More

ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુ-પક્ષીની લેવાની થતી કાળજી બાબતે જિલ્લા કલેકટર દ્વારા જાહેર જનતા માટે સંદેશ

હિન્દ ન્યુઝ, દાહોદ     પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે તેથી તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરી સુધી રાજ્યના સમગ્ર વિસ્તારને આવરી લઈ “કરૂણા અભિયાન-૨૦૨૬” કાર્યક્રમનું આયોજન હાથ ધરવા સરકારએ નિર્ણય લીધેલ છે. ઉત્તરાયણ પર્વ નિમિતે દાહોદ જીલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા-જુદા પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે.તેમજ માહિતીની આપ- લે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવેલ છે. કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં સવારે ૮:૦૦ કલાકથી રાત્રીના ૮:૦૦ કલાક સુધી તમામ ઘાયલ પક્ષીઓને વિના મુલ્યે સારવાર આપવામાં…

Read More